ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત. યાદ કરાવવા માટે.
૩૮ હે યહોવા, તમે ગુસ્સે ભરાઈને મને ઠપકો આપશો નહિ,
ક્રોધે ભરાઈને મને સજા કરશો નહિ.+
૨ તમારાં તીરોએ મને વીંધી નાખ્યો છે,
તમારા હાથે મને મસળી નાખ્યો છે.+
૩ તમારા કોપને લીધે મારું આખું શરીર બીમાર થઈ ગયું છે.
મારા પાપને લીધે મારાં હાડકાંમાં જરાય શાંતિ નથી.+
૪ મારાં પાપ વધીને માથે ચઢી ગયાં છે.+
એનો ભારે બોજ સહેવો મારા માટે મુશ્કેલ છે.
૫ મારી મૂર્ખાઈને લીધે
મારા જખમ પાકીને ગંધાઈ ઊઠ્યા છે.
૬ હું બહુ દુઃખી છું અને ભારે નિરાશામાં ડૂબી ગયો છું,
આખો દિવસ ઉદાસ થઈને ફર્યા કરું છું.
૭ મારામાં આગ ભડકે બળે છે.
મારા શરીરનું એકેય અંગ સાજું નથી.+
૮ મને સખત આઘાત લાગ્યો છે અને હું સાવ કચડાઈ ગયો છું.
વેદનાને લીધે મારું દિલ મોટેથી વિલાપ કરે છે.
૯ હે યહોવા, મારી બધી ઇચ્છાઓ તમે જાણો છો.
મારા નિસાસાથી તમે અજાણ નથી.
૧૦ મારા ધબકારા વધી ગયા છે, મારી શક્તિ જતી રહી છે,
મારી આંખોની રોશની ઝાંખી પડી ગઈ છે.+
૧૧ મારી બીમારીને લીધે મિત્રો અને સાથીદારો મને ટાળે છે,
સગાં-વહાલાં મારાથી દૂર ભાગે છે.
૧૨ મારો જીવ લેવા ચાહનારાઓ ફાંદા ગોઠવે છે.
જેઓ મારું નુકસાન કરવા ચાહે છે, તેઓ મારા વિનાશની વાતો કરે છે,+
તેઓ આખો દિવસ કાવતરાં ઘડે છે.
૧૪ હું એવા માણસ જેવો બની ગયો છું, જે સાંભળી શકતો નથી,
જેનું મોં પોતાના બચાવમાં કંઈ કહી શકતું નથી.
૧૬ મેં કહ્યું: “દુશ્મનો મારા પર ખુશી ન મનાવે,
અથવા જો મારો પગ લપસે, તો તેઓ ઘમંડથી ફુલાઈ ન જાય.”
૧૭ હું ઢળી પડવાની તૈયારીમાં હતો,
પીડાને લીધે સતત કણસતો હતો.+
૧૯ પણ મારા વેરીઓ જંપતા નથી અને તેઓ બળવાન છે,*
કારણ વગર મને નફરત કરનારાઓનો રાફડો ફાટી નીકળ્યો છે.
૨૦ તેઓએ મારી ભલાઈનો બદલો બૂરાઈથી વાળ્યો.
હું ભલું કરતો રહ્યો એટલે તેઓએ મારો વિરોધ કર્યો.
૨૧ હે યહોવા, મને તરછોડી દેશો નહિ.
હે ઈશ્વર, મારાથી દૂર રહેશો નહિ.+
૨૨ હે યહોવા, મારો ઉદ્ધાર કરનાર,+
મને મદદ કરવા દોડી આવો.