વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • મૂસાનું મરણ નજીક (૧-૮)

      • બધા નિયમો લોકોને વાંચી સંભળાવવા (૯-૧૩)

      • યહોશુઆની પસંદગી થઈ (૧૪, ૧૫)

      • ઇઝરાયેલીઓ બેવફા બનશે એવી ભવિષ્યવાણી (૧૬-૩૦)

        • ઇઝરાયેલીઓને એક ગીત શીખવવું (૧૯, ૨૨, ૩૦)

પુનર્નિયમ ૩૧:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “અંદર કે બહાર આવજા કરી શકતો નથી.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૭; પુન ૩૪:૭; પ્રેકા ૭:૨૩
  • +ગણ ૨૦:૧૨; પુન ૩:૨૭

પુનર્નિયમ ૩૧:૩

એને લગતી કલમો

  • +પુન ૯:૩
  • +ગણ ૨૭:૧૮; પુન ૩:૨૮; યહો ૧:૨

પુનર્નિયમ ૩૧:૪

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૨૩, ૨૪
  • +ગણ ૨૧:૩૩, ૩૫
  • +નિર્ગ ૨૩:૨૩

પુનર્નિયમ ૩૧:૫

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૫૨; પુન ૭:૨, ૨૪; ૨૦:૧૬

પુનર્નિયમ ૩૧:૬

એને લગતી કલમો

  • +યહો ૧:૬; ગી ૨૭:૧૪; ૧૧૮:૬
  • +ગણ ૧૪:૯; પુન ૭:૧૮
  • +પુન ૪:૩૧; યહો ૧:૫; હિબ્રૂ ૧૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૮, પાન ૧૦-૧૧

પુનર્નિયમ ૩૧:૭

એને લગતી કલમો

  • +યહો ૧૦:૨૫
  • +પુન ૧:૩૮

પુનર્નિયમ ૩૧:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૩:૧૪
  • +યહો ૧:૯

પુનર્નિયમ ૩૧:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૨૭

પુનર્નિયમ ૩૧:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૧૫:૧
  • +લેવી ૨૩:૩૪

પુનર્નિયમ ૩૧:૧૧

એને લગતી કલમો

  • +પુન ૧૬:૧૬
  • +નહે ૮:૭

પુનર્નિયમ ૩૧:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૪:૧૦; હિબ્રૂ ૧૦:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૦, પાન ૧૩

    ૯/૧૫/૨૦૦૪, પાન ૨૭

    ૩/૧૫/૨૦૦૦, પાન ૧૭

પુનર્નિયમ ૩૧:૧૩

એને લગતી કલમો

  • +પુન ૩૦:૧૬
  • +પુન ૬:૬, ૭; એફે ૬:૪

પુનર્નિયમ ૩૧:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “પોતપોતાની જગ્યા લો.”

એને લગતી કલમો

  • +ગણ ૨૭:૧૩
  • +પુન ૩:૨૮

પુનર્નિયમ ૩૧:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૩:૯; ૪૦:૩૮

પુનર્નિયમ ૩૧:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તું તારા પિતાઓ સાથે ઊંઘી જશે.”

  • *

    અથવા, “તેઓ જાણે વેશ્યાગીરી કરશે.”

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૭; ગી ૧૦૬:૩૭-૩૯
  • +૧રા ૧૧:૩૩
  • +ન્યા ૨:૧૨, ૨૦

પુનર્નિયમ ૩૧:૧૭

એને લગતી કલમો

  • +પુન ૨૯:૨૦
  • +૧કા ૨૮:૯; ૨કા ૧૫:૨; ૨૪:૨૦
  • +પુન ૩૨:૨૦; ગી ૧૦૪:૨૯; હઝ ૩૯:૨૩
  • +નહે ૯:૨૭
  • +ન્યા ૬:૧૩

પુનર્નિયમ ૩૧:૧૮

એને લગતી કલમો

  • +યશા ૫૯:૨

પુનર્નિયમ ૩૧:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “ઇઝરાયેલીઓ વિરુદ્ધ સાક્ષી પૂરે.”

એને લગતી કલમો

  • +પુન ૩૧:૩૦; ૩૨:૪૪
  • +પુન ૪:૯; ૧૧:૧૯
  • +પુન ૩૧:૨૧

પુનર્નિયમ ૩૧:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “ચરબી ચઢશે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૮; ગણ ૧૩:૨૬, ૨૭
  • +ઉત ૧૫:૧૮
  • +નહે ૯:૨૫
  • +નિર્ગ ૨૪:૭; પુન ૮:૧૨-૧૪; ૨૯:૧; નહે ૯:૨૬

પુનર્નિયમ ૩૧:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તેઓ વિરુદ્ધ સાક્ષી પૂરશે.”

એને લગતી કલમો

  • +પુન ૨૮:૫૯
  • +નિર્ગ ૧૬:૪

પુનર્નિયમ ૩૧:૨૩

એને લગતી કલમો

  • +ગણ ૨૭:૧૮; પુન ૩૧:૧૪
  • +યહો ૧:૬, ૯
  • +પુન ૧:૩૮; ૩:૨૮

પુનર્નિયમ ૩૧:૨૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૨૭

પુનર્નિયમ ૩૧:૨૬

એને લગતી કલમો

  • +પુન ૧૭:૧૮; ૨કા ૩૪:૧૪
  • +૧રા ૮:૯

પુનર્નિયમ ૩૧:૨૭

એને લગતી કલમો

  • +પુન ૯:૨૪; નહે ૯:૨૬
  • +નિર્ગ ૩૨:૯; ગી ૭૮:૮

પુનર્નિયમ ૩૧:૨૮

એને લગતી કલમો

  • +પુન ૩૦:૧૯

પુનર્નિયમ ૩૧:૨૯

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૯
  • +પુન ૨૮:૧૫

પુનર્નિયમ ૩૧:૩૦

ફૂટનોટ

  • *

    મૂળ, “ઇઝરાયેલના આખા મંડળની.”

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૩૧:૨નિર્ગ ૭:૭; પુન ૩૪:૭; પ્રેકા ૭:૨૩
પુન. ૩૧:૨ગણ ૨૦:૧૨; પુન ૩:૨૭
પુન. ૩૧:૩પુન ૯:૩
પુન. ૩૧:૩ગણ ૨૭:૧૮; પુન ૩:૨૮; યહો ૧:૨
પુન. ૩૧:૪ગણ ૨૧:૨૩, ૨૪
પુન. ૩૧:૪ગણ ૨૧:૩૩, ૩૫
પુન. ૩૧:૪નિર્ગ ૨૩:૨૩
પુન. ૩૧:૫ગણ ૩૩:૫૨; પુન ૭:૨, ૨૪; ૨૦:૧૬
પુન. ૩૧:૬યહો ૧:૬; ગી ૨૭:૧૪; ૧૧૮:૬
પુન. ૩૧:૬ગણ ૧૪:૯; પુન ૭:૧૮
પુન. ૩૧:૬પુન ૪:૩૧; યહો ૧:૫; હિબ્રૂ ૧૩:૫
પુન. ૩૧:૭યહો ૧૦:૨૫
પુન. ૩૧:૭પુન ૧:૩૮
પુન. ૩૧:૮નિર્ગ ૩૩:૧૪
પુન. ૩૧:૮યહો ૧:૯
પુન. ૩૧:૯નિર્ગ ૩૪:૨૭
પુન. ૩૧:૧૦પુન ૧૫:૧
પુન. ૩૧:૧૦લેવી ૨૩:૩૪
પુન. ૩૧:૧૧પુન ૧૬:૧૬
પુન. ૩૧:૧૧નહે ૮:૭
પુન. ૩૧:૧૨પુન ૪:૧૦; હિબ્રૂ ૧૦:૨૫
પુન. ૩૧:૧૩પુન ૩૦:૧૬
પુન. ૩૧:૧૩પુન ૬:૬, ૭; એફે ૬:૪
પુન. ૩૧:૧૪ગણ ૨૭:૧૩
પુન. ૩૧:૧૪પુન ૩:૨૮
પુન. ૩૧:૧૫નિર્ગ ૩૩:૯; ૪૦:૩૮
પુન. ૩૧:૧૬ન્યા ૨:૧૭; ગી ૧૦૬:૩૭-૩૯
પુન. ૩૧:૧૬૧રા ૧૧:૩૩
પુન. ૩૧:૧૬ન્યા ૨:૧૨, ૨૦
પુન. ૩૧:૧૭પુન ૨૯:૨૦
પુન. ૩૧:૧૭૧કા ૨૮:૯; ૨કા ૧૫:૨; ૨૪:૨૦
પુન. ૩૧:૧૭પુન ૩૨:૨૦; ગી ૧૦૪:૨૯; હઝ ૩૯:૨૩
પુન. ૩૧:૧૭નહે ૯:૨૭
પુન. ૩૧:૧૭ન્યા ૬:૧૩
પુન. ૩૧:૧૮યશા ૫૯:૨
પુન. ૩૧:૧૯પુન ૩૧:૩૦; ૩૨:૪૪
પુન. ૩૧:૧૯પુન ૪:૯; ૧૧:૧૯
પુન. ૩૧:૧૯પુન ૩૧:૨૧
પુન. ૩૧:૨૦નિર્ગ ૩:૮; ગણ ૧૩:૨૬, ૨૭
પુન. ૩૧:૨૦ઉત ૧૫:૧૮
પુન. ૩૧:૨૦નહે ૯:૨૫
પુન. ૩૧:૨૦નિર્ગ ૨૪:૭; પુન ૮:૧૨-૧૪; ૨૯:૧; નહે ૯:૨૬
પુન. ૩૧:૨૧પુન ૨૮:૫૯
પુન. ૩૧:૨૧નિર્ગ ૧૬:૪
પુન. ૩૧:૨૩ગણ ૨૭:૧૮; પુન ૩૧:૧૪
પુન. ૩૧:૨૩યહો ૧:૬, ૯
પુન. ૩૧:૨૩પુન ૧:૩૮; ૩:૨૮
પુન. ૩૧:૨૪નિર્ગ ૩૪:૨૭
પુન. ૩૧:૨૬પુન ૧૭:૧૮; ૨કા ૩૪:૧૪
પુન. ૩૧:૨૬૧રા ૮:૯
પુન. ૩૧:૨૭પુન ૯:૨૪; નહે ૯:૨૬
પુન. ૩૧:૨૭નિર્ગ ૩૨:૯; ગી ૭૮:૮
પુન. ૩૧:૨૮પુન ૩૦:૧૯
પુન. ૩૧:૨૯ન્યા ૨:૧૯
પુન. ૩૧:૨૯પુન ૨૮:૧૫
પુન. ૩૧:૩૦પુન ૩૨:૪૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૩૧:૧-૩૦

પુનર્નિયમ

૩૧ પછી મૂસાએ જઈને બધા ઇઝરાયેલીઓને આ પ્રમાણે કહ્યું: ૨ “જુઓ, હું ૧૨૦ વર્ષનો થયો છું.+ હવે હું તમારી આગેવાની લઈ શકતો નથી,* કેમ કે યહોવાએ મને કહ્યું છે, ‘તું આ યર્દન નદી પાર કરી શકશે નહિ.’+ ૩ તમારા ઈશ્વર યહોવા તમારી આગળ રહીને યર્દન પાર કરશે. તે તમારી સામેની પ્રજાઓનો નાશ કરશે અને તમે તેઓનો દેશ કબજે કરશો.+ યહોવાએ કહ્યું છે તેમ, યહોશુઆ તમારી આગેવાની લઈને તમને યર્દનને પેલે પાર લઈ જશે.+ ૪ યહોવાએ અમોરીઓના રાજાઓ સીહોન+ અને ઓગ+ તથા તેઓના દેશોનો જેવો નાશ કર્યો હતો, એવો જ એ પ્રજાઓનો પણ નાશ કરશે.+ ૫ યહોવા તમારા માટે એ પ્રજાઓને હરાવશે અને મેં તમને જે બધી આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ તમે તેઓ સાથે વર્તજો.+ ૬ તમે હિંમતવાન અને બળવાન થાઓ.+ તેઓથી ડરશો નહિ કે ગભરાશો નહિ,+ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી સાથે સાથે ચાલે છે. તે તમને ત્યજી દેશે નહિ કે છોડી દેશે નહિ.”+

૭ પછી મૂસાએ યહોશુઆને બોલાવ્યો અને બધા ઇઝરાયેલીઓના દેખતાં તેને કહ્યું: “હિંમતવાન અને બળવાન થા,+ કેમ કે તું જ આ લોકોને એ દેશમાં લઈ જઈશ, જે દેશ આપવાના યહોવાએ તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા. તું તેઓને એ દેશનો વારસો આપીશ.+ ૮ યહોવા તારી સાથે છે+ અને તારી આગળ આગળ ચાલે છે. તે તને ત્યજી દેશે નહિ કે છોડી દેશે નહિ. તું ડરીશ નહિ કે ગભરાઈશ નહિ.”+

૯ પછી મૂસાએ એ બધા નિયમો લખ્યા+ અને યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવી યાજકોને અને ઇઝરાયેલના બધા વડીલોને એ આપ્યા. ૧૦ મૂસાએ તેઓને આજ્ઞા આપતા કહ્યું: “દર સાતમા વર્ષે, એટલે કે છુટકારાના વર્ષના*+ ઠરાવેલા સમયે, માંડવાના તહેવાર+ દરમિયાન, ૧૧ જ્યારે બધા ઇઝરાયેલીઓ તમારા ઈશ્વર યહોવા+ આગળ તેમણે પસંદ કરેલી જગ્યાએ ભેગા થાય, ત્યારે તમે આ સર્વ નિયમો ઇઝરાયેલીઓને વાંચી સંભળાવજો.+ ૧૨ બધાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને તમારાં શહેરોમાં રહેતા પરદેશીઓને ભેગા કરજો,+ જેથી તેઓ એ સાંભળે અને શીખે, યહોવા તમારા ઈશ્વરનો ડર* રાખે અને આ બધા નિયમો કાળજીપૂર્વક પાળે. ૧૩ તમે યર્દન પાર કરીને જે દેશ કબજે કરવાના છો એમાં જીવો ત્યાં સુધી એમ કરજો.+ પછી તેઓના દીકરાઓ, જેઓ આ નિયમોથી અજાણ છે તેઓ પણ એ સાંભળશે+ અને તમારા ઈશ્વર યહોવાનો ડર રાખવાનું શીખશે.”

૧૪ પછી યહોવાએ મૂસાને કહ્યું: “જો! તારા મરણનો સમય નજીક છે.+ યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાતમંડપ* આગળ હાજર થાઓ,* જેથી હું તેને આગેવાન બનાવું.”+ તેથી મૂસા અને યહોશુઆ મુલાકાતમંડપ આગળ હાજર થયા. ૧૫ પછી યહોવા મંડપ આગળ વાદળના સ્તંભમાં પ્રગટ થયા અને વાદળનો સ્તંભ મંડપના પ્રવેશદ્વારે ઊભો રહ્યો.+

૧૬ યહોવાએ મૂસાને કહ્યું: “જો! હવે તું મરવાની અણીએ છે.* આ લોકો જે દેશમાં જઈ રહ્યા છે, એ દેશના દેવોની ભક્તિ કરીને તેઓ મને બેવફા બનશે.*+ તેઓ મને છોડી દેશે+ અને તેઓ સાથે મેં જે કરાર કર્યો છે એ તોડી નાખશે.+ ૧૭ એ સમયે તેઓ પર મારો ગુસ્સો સળગી ઊઠશે+ અને હું તેઓને તરછોડી દઈશ.+ જ્યાં સુધી તેઓનો વિનાશ નહિ થાય, ત્યાં સુધી હું મારું મોં તેઓથી ફેરવી લઈશ.+ તેઓ પર ઘણી મુશ્કેલીઓ અને આફતો આવશે.+ પછી તેઓ કહેશે, ‘ઈશ્વર આપણી મધ્યે નથી, એટલે આ આફતો આપણા પર આવી પડી છે.’+ ૧૮ બીજા દેવો તરફ ફરીને તેઓએ દુષ્ટતા કરી હોવાથી એ દિવસે હું તેઓથી મારું મોં ફેરવી લઈશ.+

૧૯ “હવે તમે આ ગીત લખી લો+ અને ઇઝરાયેલીઓને શીખવો.+ તેઓને એ ગીત મોઢે કરાવો, જેથી એ ગીત ઇઝરાયેલીઓને મારી ચેતવણીઓ યાદ અપાવે.*+ ૨૦ દૂધ-મધની રેલમછેલવાળો દેશ+ આપવા વિશે મેં તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ એ દેશમાં હું તેઓને લઈ જઈશ ત્યારે, તેઓ ધરાઈને ખાશે અને તાજા-માજા થશે.*+ પછી તેઓ બીજા દેવો તરફ ફરશે અને તેઓની સેવા કરશે. તેઓ મારું અપમાન કરશે અને મારો કરાર તોડી નાખશે.+ ૨૧ જ્યારે તેઓ પર ઘણી મુશ્કેલીઓ અને આફતો આવશે,+ ત્યારે આ ગીત તેઓને મારી ચેતવણીઓ યાદ અપાવશે* (કેમ કે તેઓના વંશજોએ એ ગીત ભૂલવાનું નથી). જે દેશ આપવાના મેં સમ ખાધા હતા એમાં હું તેઓને લઈ જાઉં એ પહેલાં જ તેઓ કેવા ઇરાદા રાખે છે+ એ હું જાણું છું.”

૨૨ તેથી એ દિવસે મૂસાએ આ ગીત લખી લીધું અને ઇઝરાયેલીઓને શીખવ્યું.

૨૩ પછી ઈશ્વરે નૂનના દીકરા યહોશુઆને આગેવાન બનાવ્યો+ અને તેને કહ્યું: “હિંમતવાન અને બળવાન થા,+ કેમ કે તું જ ઇઝરાયેલીઓને એ દેશમાં લઈ જઈશ, જે આપવાના મેં તેઓ આગળ સમ ખાધા હતા.+ હું હંમેશાં તારી સાથે રહીશ.”

૨૪ મૂસાએ એ બધી આજ્ઞાઓ નિયમના પુસ્તકમાં લખી લીધી,+ પછી તરત જ ૨૫ તેણે યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીઓને આજ્ઞા આપતા કહ્યું: ૨૬ “નિયમનું આ પુસ્તક+ લો અને એને તમારા ઈશ્વર યહોવાના કરારકોશ પાસે મૂકો.+ ત્યાં એ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે. ૨૭ હું સારી રીતે જાણું છું કે તમે લોકો બળવાખોર+ અને હઠીલા+ છો. હજી હું જીવું છું ને તમે યહોવા સામે આટલો બળવો કરો છો, તો મારા મરણ પછી તો શું નહિ કરો! ૨૮ તમારાં કુળોના બધા વડીલોને અને તમારા અધિકારીઓને મારી આગળ ભેગા કરો. હું તેઓના સાંભળતાં આ બધું જણાવીશ અને આકાશ તથા પૃથ્વીને તેઓ વિરુદ્ધ સાક્ષી તરીકે રાખીશ.+ ૨૯ કેમ કે હું સારી રીતે જાણું છું કે મારા મરણ પછી તમે ચોક્કસ દુષ્ટ કામો કરશો+ અને જે માર્ગે ચાલવાની મેં તમને આજ્ઞા કરી છે, એમાંથી ભટકી જશો. ભવિષ્યમાં તમારા પર આફતો આવી પડશે,+ કેમ કે તમે યહોવાની નજરમાં ખરાબ છે એવાં કામો કરશો અને તમારા હાથનાં કામથી તેમને ગુસ્સે કરશો.”

૩૦ પછી બધા ઇઝરાયેલીઓની* આગળ મૂસાએ આ ગીતના શબ્દો શરૂઆતથી લઈને અંત સુધી કહી સંભળાવ્યા:+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો