વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • kp પાન ૨૨-૨૩
  • ‘તેઓએ માન્યું જ નહિ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘તેઓએ માન્યું જ નહિ’
  • જાગતા રહો!
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું તમે ઈશ્વરની ચેતવણી સાંભળશો?
  • લોતની પત્નીને યાદ રાખો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • “જાગતા રહો”—ન્યાયકરણનો સમય આવ્યો છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
જાગતા રહો!
kp પાન ૨૨-૨૩

‘તેઓએ માન્યું જ નહિ’

આપણે જો ચેતવણી ન સાંભળીએ તો શું થઈ શકે? ચાલો આપણે જોઈએ.

ઑસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરમાં ૧૯૭૪માં લોકો એક તહેવારના જલસામાં મસ્ત હતા. ત્યાં જ ચારે બાજુ સાયરન સંભળાવા લાગ્યું. હવામાન ખાતાના કહેવા પ્રમાણે, એક ખતરનાક તોફાન આવી રહ્યું હતું. પરંતુ, લોકોને થયું કે ‘છેલ્લા ત્રીસેક વર્ષમાં એકેય તોફાન આવ્યું નથી. કોઈ ચિંતા ન કરો!’ પણ તોફાન આવ્યું. ઘરોનાં છાપરાં સૂકા પાનની માફક ઊડી ગયા. તેઓના હોશકોશ ઊડી ગયા. એક જ રાતમાં આખું શહેર ખેદાન-મેદાન થઈ ગયું!

કોલંબિયાના એક ગામનો વિચાર કરો. એની નજીકમાં એક જ્વાળામુખી છે. નવેમ્બર, ૧૯૮૫માં એ ફાટ્યો. ધગધગતા અંગારા જેવા પથ્થરોને લીધે પહાડ પરનો બરફ ઓગળવા માંડ્યો. નદીની જેમ પાણી અને કાદવ નીચે વહેવા માંડ્યા. એણે અર્મેરો ગામના વીસેક હજાર લોકોને ભરખી લીધા. અફસોસ! ત્યાંના લોકો બચી શક્યા હોત. એ જ્વાળામુખી અંદરો-અંદર મહિનાઓથી ગાજતો હતો. પરંતુ, લોકોએ ધ્યાન ન આપ્યું. સરકારને પણ ચેતવણી મળી હતી. પણ લોકોને ચેતવવાને બદલે, તેઓએ રેડિયો પર કહ્યું કે ‘ગભરાતા નહિ. કંઈ નહિ થાય!’ અરે, ચર્ચમાં પણ પાદરીઓએ લોકોને એવા મોતના રસ્તે ચડાવ્યા. પછી બે ધડાકા થયા અને જ્વાળામુખી ફાટ્યો! તેમ છતાં, ઘણાના પેટનું પાણી પણ ન હાલ્યું. જ્યારે લોકો ભાનમાં આવ્યા કે ખરેખર જીવ જોખમમાં છે, ત્યારે તો બહુ મોડું થઈ ગયું હતું.

વૈજ્ઞાનિકો ઘણી વખત જાણે છે કે ભૂકંપ ક્યાં થશે. પરંતુ ક્યારે થશે, એ તેઓ કહી શકતા નથી. ફક્ત ૧૯૯૯માં વીસેક હજાર લોકો ધરતીકંપોમાં માર્યા ગયા. એમાંના ઘણાને લાગ્યું હશે કે ‘મને તો કંઈ નહિ થાય!’

શું તમે ઈશ્વરની ચેતવણી સાંભળશો?

બાઇબલ આપણને ‘નુહના સમય’ પરથી શીખવાનું કહે છે. પ્રલય આવ્યો એ પહેલાં, આ ધરતી તોબા તોબા પોકારી ઊઠી હતી. આખી દુનિયા મારામારી અને જુલમથી ભરાઈ ગઈ હતી. લોકો ત્રાસી ગયા હતા. તેમ છતાં તેઓ બસ ખાવા-પીવાના જલસા જ કરતા હતા. યહોવાહે નુહને કહ્યું: ‘આ દુનિયાનો અંત નજીક છે, તેથી, લોકોને ચેતવણી આપ.’ નુહે બધી બાજુએ ચેતવણી આપી. પણ “જળપ્રલય આવ્યો અને એ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી લોકોએ માન્યું જ નહિ.” (માત્થી ૨૪:૩૭-૩૯, IBSI) શું તમે નુહની ચેતવણી સાંભળી હોત? આજે યહોવાહના સાક્ષીઓ નુહની જેમ જ ચેતવણી આપે છે. શું તમે એ સાંભળો છો?

હવે ઈબ્રાહીમના ભત્રીજા લોતનો વિચાર કરો. તે સદોમ નામના શહેરમાં રહેતો હતો. ત્યાંનો દેશ લીલોછમ સુંદર હતો. શહેરનો વેપાર-ધંધો જોરદાર ચાલતો અને ખાધે-પીધે લોકો સુખી હતા. પણ લોકોના સંસ્કાર સારા ન હતા. તેઓ કોઈ લાજ-શરમ વગરના હતા. લોતે અનેક વાર તેઓને સુધરી જવા કહ્યું. આખરે, લોતે ચેતવણી આપી કે ઈશ્વર નજીકમાં એ શહેરનો નાશ કરશે. એવા સંજોગોમાં તમે શું કર્યું હોત? શું તમે આંખ આડા કાન કર્યા હોત? શું તમે લોતના જમાઈઓની જેમ તેમની મશ્કરી કરી હોત? કે પછી શું તમે લોતની પત્નીની માફક પાછા ફરીને જોયું હોત? લોત અને તેમની બે દીકરી શહેરમાંથી નીકળ્યા ત્યારે જ, ‘આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યાં, અને બધાંનો નાશ થયો.’—લુક ૧૭:૨૮, ૨૯.

આ દુનિયાના દુષ્ટ લોકોનો અંત ખૂબ નજીક છે. તેમ છતાં, ઘણા લોકો બાઇબલમાં આપેલી ચેતવણી સાંભળતા નથી. પણ તમે નુહ અને લોતના જીવનમાંથી શું શીખશો? ચાલો આપણે ચેતવણી સાંભળીએ અને જાગતા રહીએ!

[પાન ૨૨ પર બોક્સ/ચિત્ર]

શું જળપ્રલય ખરેખર આવ્યો હતો?

ઘણા એ નથી માનતા. પણ બાઇબલ કહે છે કે એ બન્યું હતું.

ઈસુએ સ્વર્ગમાંથી એ જોયું હતું. વર્ષો પછી તેમણે પૃથ્વી પર એના વિષે વાત કરી.

[પાન ૨૩ પર બોક્સ/ચિત્ર]

શું ઈશ્વરે ખરેખર સદોમ અને ગમોરાહનો નાશ કર્યો હતો?

વિજ્ઞાન એની સાબિતી આપે છે.

ઇતિહાસ એના પુરાવા આપે છે.

ઈસુએ એ વિષે વાત કરી. બાઇબલના ૧૪ પુસ્તકો એના વિષે વાત કરે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો