વિષય
યહોવાના સાક્ષીઓ
અમે કોણ છીએ?
પાઠ ૧-૪
યહોવાના સાક્ષીઓ ૨૪૦ દેશોમાં છે. અમે જુદા જુદા દેશો, ભાષાઓ અને સમાજમાંથી આવીએ છીએ. શાને લીધે અમારામાં સંપ છે? અમે કેવા લોકો છીએ?
અમારી પ્રવૃત્તિઓ
પાઠ ૫-૧૪
અમારું પ્રચારકાર્ય બહુ જાણીતું છે. અમે પ્રાર્થનાઘરમાં ભક્તિ કરવા અને બાઇબલનો અભ્યાસ કરવા ભેગા મળીએ છીએ. આ સભાઓ કેવી હોય છે? એમાં કોણ આવી શકે?
અમારું સંગઠન
પાઠ ૧૫-૨૮
અમારું ધાર્મિક સંગઠન આખી દુનિયામાં ફેલાયેલું છે. એ નફો મેળવવા કામ કરતું નથી. એમાં બધા જ રાજીખુશીથી ઈશ્વરની સેવા કરે છે. આ સંગઠનની ગોઠવણ કેવી છે? એનું સંચાલન કેવી રીતે થાય છે? એ માટે પૈસા ક્યાંથી આવે છે? શું આ સંગઠન સાચે જ યહોવા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે?