વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ia પાન ૨
  • નિયામક જૂથ તરફથી પત્ર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નિયામક જૂથ તરફથી પત્ર
  • તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
ia પાન ૨

નિયામક જૂથ તરફથી પત્ર

અમારાં વહાલાં ભાઈ-બહેનો:

છેલ્લાં અમુક વર્ષોથી દુનિયા ફરતે ઘણી ભાષાઓમાં જનતા માટેના ચોકીબુરજમાં આ વિષય પર અનેક લેખો બહાર પડ્યા છે: “તેમની શ્રદ્ધાને અનુસરો.” એમાં બાઇબલ સમયના ઈશ્વરભક્તોની વાત થઈ છે. હાલના વાચકો તેઓને મનની આંખોથી જોઈ શકે એ રીતે લેખોને રચવામાં આવ્યા છે. એ સ્ત્રી-પુરુષોએ મુશ્કેલીઓ અને સતાવણીઓમાં કેવી અજોડ શ્રદ્ધા બતાવી, એની કલ્પના કરવા એ લેખો આપણને મદદ કરે છે.

એ લેખો વાચકોને કેવા લાગ્યા? માર્થા વિશેનો લેખ વાંચ્યા પછી એક બહેને લખ્યું: “એ વાંચીને હું હસી પડી, કારણ કે હું તેના જેવી જ છું. મને પણ બીજાઓની આગતા-સ્વાગતા કરવાનું બહુ ગમે છે. પરંતુ, અમુક વાર હું એમાં એટલી ડૂબી જાઉં છું કે ઘરે આવેલા મિત્રો સાથે થોડી મજા માણવાનું પણ ભૂલી જાઉં છું.” એસ્તેરનો અહેવાલ વાંચ્યા પછી, પંદરેક વર્ષની એક બહેને કહ્યું: “મારા અનુભવથી હું સમજી શકું છું કે આપણે કપડાં અને લેટેસ્ટ ફેશનમાં સહેલાઈથી ખોવાઈ જઈ શકીએ. ખરું કે પહેરવેશ સારો અને શોભતો હોવો જોઈએ; પણ આપણે એમાં વધારે પડતી છૂટછાટ લેવા માંગતા નથી.” તેણે આગળ જણાવ્યું: “યહોવાની નજરે એ મહત્ત્વનું છે કે આપણે અંદરથી કેવા છીએ.” પ્રેરિત પીતર વિશેનો લેખ એક બહેનના દિલને સ્પર્શી ગયો. તે ઉત્સાહથી જણાવે છે: “હું એમાં એવી તો મશગૂલ થઈ ગઈ કે આસપાસ શું બને છે એનું ભાન જ ન રહ્યું. લેખના શબ્દો હું મહેસૂસ કરી શકતી હતી! મને લાગ્યું કે એ બનાવો જાણે મારી નજર સામે બની રહ્યા છે.”

આ વાચકોએ અને બીજા અસંખ્ય લોકોએ આવા લેખો માટે પત્રો લખીને દિલથી કદર વ્યક્ત કરી છે. ઘણા સમય અગાઉ પ્રેરિત પાઊલે લખેલા આ શબ્દો જેવું તેઓને પણ લાગે છે: “જે કંઈ અગાઉ લખવામાં આવ્યું હતું, એ આપણા શિક્ષણને માટે લખવામાં આવ્યું હતું.” (રોમ. ૧૫:૪) આપણને અનમોલ શિક્ષણ મળે એ માટે યહોવાએ આ બધા અહેવાલો બાઇબલમાં લખાવી લીધા છે. એમાંથી ઘણું શીખવા મળે છે, પછી ભલેને આપણે ગમે એટલાં વર્ષોથી સત્યમાં હોઈએ.

હમણાં સુધી, ગુજરાતી ભાઈ-બહેનોને એ લેખો મળ્યા નથી. પણ, આ પુસ્તકમાં એ લેખો બહાર પાડતા અમને ઘણી જ ખુશી થાય છે. આ પુસ્તક બને એટલું જલદી વાંચી જવા અમે તમને દિલથી ઉત્તેજન આપીએ છીએ. કુટુંબ તરીકે ભક્તિ કરો ત્યારે એનો અભ્યાસ કરજો. બાળકોને એ ખૂબ ગમશે. મંડળના બાઇબલ અભ્યાસમાં એની ચર્ચા થાય ત્યારે, એક પણ સભા ચૂકતા નહિ! આ પુસ્તકને ફક્ત વાંચી જવાને બદલે, સમય કાઢીને એના પર વિચારો. એ બનાવોની કલ્પના કરો; એ જુઓ, સાંભળો, અહેસાસ કરો. એ ઈશ્વરભક્તોએ જે જોયું અને અનુભવ્યું, એ તમે પણ જુઓ અને અનુભવો. વિચારો કે અમુક સંજોગોમાં તેઓ કેવી રીતે વર્ત્યા હતા અને એવા સંજોગોમાં તમે શું કર્યું હોત.

આ પુસ્તક આપતા અમને અનહદ આનંદ થાય છે. અમારી પ્રાર્થના છે કે એનાથી તમને અને તમારા કુટુંબને આશીર્વાદો મળે. પુષ્કળ પ્રેમ અને શુભેચ્છાઓ સાથે,

યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો