વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૧/૧૫ પાન ૩
  • ખરું-ખોટું પારખતા શીખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખરું-ખોટું પારખતા શીખો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સરખી માહિતી
  • ખરું-ખોટું પારખવું—કઈ રીતે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સતાવણીમાં ધીરજ ધરવાથી આશીર્વાદ મળે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૧/૧૫ પાન ૩

ખરું-ખોટું પારખતા શીખો

પચાસેક વર્ષના કુનીહીટો નામના એક જાપાની અમેરિકા રહેવા ગયા.a પછી થોડા જ સમયમાં, તેમના નોકરી-ધંધા પર ઊંડી અસર પડે એવી એક મુસીબત ઊભી થઈ. કુનીહીટો વર્ણવે છે: “મારા સુપરવાઈઝરે મને અમુક વધારે જવાબદારી ઉપાડવા વિષે પૂછ્યું. મને એ જવાબદારી સારી રીતે પૂરી કરવાનો પૂરો વિશ્વાસ હતો. પરંતુ, નમ્રતા બતાવવી એ સદ્‍ગુણ છે એમ માનતા સમાજમાંથી હું આવતો હોવાથી, મેં જવાબ આપ્યો કે, ‘હું મારાથી બનતું બધું જ કરીશ.’ પરંતુ મારા અમેરિકન સુપરવાઈઝરને લાગ્યું કે મારામાં પૂરતી આવડત નથી, એટલે મારું મન ડગુમગુ છે. મને એની ખબર પડી ત્યારે સમજાયું કે મારે મારા વિચારો બદલવાની જરૂર છે.”

ન્યૂયૉર્ક શહેરમાં રહેતી મારિયા એક હોંશિયાર વિદ્યાર્થીની હતી. તે પોતાના મિત્રોને હંમેશા મદદ કરતી હતી. યોવૉન નામનો એક વિદ્યાર્થી તેની સાથે ભણતો હતો. તે ઘણી વાર મારિયાની મદદ લેવા આવતો. પરંતુ તેને મારિયા ઘણી ગમતી હોવાથી તે તેને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો હતો. છેવટે મારિયા તેની વાતોમાં આવી ગઈ. તે ચારિત્ર્યશીલ રહેવા માગતી હતી છતાં, તેણે યોવૉન સાથે જાતીય સંબંધો બાંધ્યા.

આજે દુનિયામાં જુદા જુદા સમાજ અને ઘણી ખરાબી હોવાથી ખરું-ખોટું પારખવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. પરંતુ ખરું-ખોટું પારખતા શીખવું કેમ જરૂરી છે? એનું કારણ એ છે કે, જે ખરું છે એ કરવાથી આપણે પરમેશ્વરને ખુશ કરીશું અને આપણામાંનું કોણ તેમની કૃપા મેળવવા નથી ઇચ્છતું?

પરમેશ્વરનો શબ્દ બાઇબલ, આપણને ખરું-ખોટું પારખતા શીખવા માટે સારા ગુણો કેળવવા ઉત્તેજન આપે છે. દાખલા તરીકે, પ્રેષિત પાઊલે લખ્યું: “જો કોઈ સદ્‍ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.” (ફિલિપી ૪:૮) તેમ જ પ્રેષિત પીતર પણ આપણને “વિશ્વાસની સાથે ચારિત્ર” જેવા સારા ગુણો કેળવવાની વિનંતી કરે છે. (૨ પીતર ૧:૫) પરંતુ ખરું-ખોટું પારખતા શીખવાનો અર્થ શું થાય? શું એ શાળામાં ભણાવવામાં આવે છે? ખરેખર કઈ રીતે આપણે એ ગુણ કેળવી શકીએ? ચાલો હવે પછીના લેખમાં એ જોઈએ.

[ફુટનોટ]

a અમુક નામ બદલવામાં આવ્યા છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો