વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૧૧/૧૫ પાન ૨-૩
  • શું પૃથ્વી પર સુખી જીવન શક્ય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું પૃથ્વી પર સુખી જીવન શક્ય છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • સુખ-શાંતિ ક્યાં?
  • બાગ જેવી સુંદર પૃથ્વી—સપનું કે હકીકત?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
  • ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • જીવનના બાગની આતુરતાથી રાહ જોઈએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ફિરદોસ
    સજાગ બનો!—૨૦૧૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૧૧/૧૫ પાન ૨-૩

શું પૃથ્વી પર સુખી જીવન શક્ય છે?

ઘણા લોકો માને છે કે આપણી પૃથ્વી પર કદી સુખ-શાંતિ નહિ આવે. વળી, ઘણા માને છે કે આ દુનિયાનો નાશ થશે. પવિત્ર પૃથ્વી (અંગ્રેજી) નામનું પુસ્તક જણાવે છે કે અબજો વર્ષ પહેલાં વિશ્વમાં એક મોટો બૉંબ ધમ-ધડાકાથી ફૂટ્યો. એમાંથી ઑટોમૅટિક પૃથ્વી આવી ગઈ. વધુમાં, ઘણા માને છે કે જો માનવીઓ આ પૃથ્વીનો નાશ ન લાવે, તો ધીરે ધીરે પૃથ્વી અને વિશ્વ પોતાની જાતે જ આગમાં સમાય જશે.

પારાદેશ ગુમાવ્યો (અંગ્રેજી) નામની કવિતામાં જોન મિલ્ટને લખ્યું કે, શરૂઆતમાં દેવે એવી પૃથ્વી ઉત્પન્‍ન કરી જ્યાં માનવીઓ સુખ-શાંતિથી રહી શકે. પરંતુ તેઓએ તે સુંદર ઘર ગુમાવી દીધું. તોપણ મિલ્ટન માનતો હતો કે આ પૃથ્વી ફરીથી સુખ-શાંતિથી ભરપૂર બનશે. જ્યારે ઈસુ ખ્રિસ્ત માનવીઓને બચાવશે ત્યારે તે ‘તેમના વફાદાર લોકો પર આશીર્વાદ વરસાવશે. એ સમયે તેઓ પૃથ્વી પર કે આકાશમાં રહેશે, ત્યારે પૃથ્વી ફરીથી સુખ-શાંતિથી ભરપૂર થશે.’

સુખ-શાંતિ ક્યાં?

ઘણા ધાર્મિક લોકો મિલ્ટનની જેમ માને છે કે જો તેઓ દુઃખ સહન કરે તો, તેઓને ભરપૂર આશીર્વાદો મળશે. પણ આ આશીર્વાદો પૃથ્વી પર કે આકાશમાં મળશે? અમુક લોકો માને છે કે તેઓ પૃથ્વી પર નથી રહેવાના, પણ આકાશમાં “સુખી” જીવન પામશે.

સ્વર્ગનો ઇતિહાસ આપતું એક પુસ્તક બતાવે છે કે, બીજી સદીનો ધર્મશાસ્ત્રી ઈરેનીયસ માનતો હતો કે નવી દુનિયામાં સુખ-શાંતિવાળું જીવન “પૃથ્વી પર મળશે, આકાશમાં નહિ.” વધુમાં, આ પુસ્તક જણાવે છે કે જોન કૅલ્વીન અને માર્ટિન લ્યૂથર જેવા ધર્મગુરુઓ માનતા હતા કે તેઓ સ્વર્ગમાં જશે. પરંતુ, પછીથી તેઓએ જણાવ્યું કે પરમેશ્વર આ “પૃથ્વી પર જીવન આપશે.” બીજા ધર્મોના લોકો પણ એમ જ માનતા હતા. સ્વર્ગનો ઇતિહાસ પુસ્તકના લેખકોએ જણાવ્યું કે અમુક યહુદીઓ માનતા હતા કે અત્યારે આપણે જે દુઃખ-તકલીફો ભોગવી રહ્યા છીએ, એને પરમેશ્વર “કાઢી નાખશે અને આ પૃથ્વી પર સુખી જીવન આપશે.” વળી, પહેલાના ઈરાનીઓ માનતા હતા કે, “જે હેતુથી આ પૃથ્વીને બનાવી હતી, એ જ મૂળ હેતુ ફરી પાછો પૂરો થશે. ત્યારે લોકો સુખ અને શાંતિમાં જીવન જીવશે.”

પરંતુ, શું નવી દુનિયા આ પૃથ્વી પર હશે? શું એ જીવન થોડા જ સમય માટે હશે કે કાયમ માટે હશે? પહેલી સદીના ફિલસૂફ ફાઈલોએ કહ્યું કે પૃથ્વીનું જીવન, “સ્વર્ગમાં જવાનો રસ્તો છે. આપણે આજે છીએ ને કાલે નથી.” શું એ ખરું છે? કે પછી પરમેશ્વરે માનવીઓને બનાવીને, પૃથ્વી પર મૂક્યા ત્યારે તેમનો કોઈ અલગ જ હેતુ હતો? આ વિષય પર બાઇબલ શું કહે છે? આજે લાખો લોકો માને છે કે નવી દુનિયા આ પૃથ્વી પર જ હશે. તમે પણ જાણો કે શા માટે તેઓ એમ માને છે.

[પાન ૩ પર ચિત્ર]

પૃથ્વી: U.S. Fish & Wildlife Service, Washington, D.C./NASA; John Milton: Leslie’s

[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

COVER: Earth: U.S. Fish & Wildlife Service, Washington, D.C./NASA

[પાન ૩ પર ચિત્ર]

જોન મિલ્ટન માનતો હતો કે આ પૃથ્વી જરૂર સુંદર બનશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો