વિષય
ડિસેમ્બર ૧૫, ૨૦૧૩
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
અભ્યાસ અંક
ફેબ્રુઆરી ૩-૯, ૨૦૧૪
પાન ૬ • ગીતો: ૨૫ (191), ૧ (13)
ફેબ્રુઆરી ૧૦-૧૬, ૨૦૧૪
પાન ૧૧ • ગીતો: ૨૯ (222), ૧૮ (130)
ફેબ્રુઆરી ૧૭-૨૩, ૨૦૧૪
પાન ૧૭ • ગીતો: ૧૯ (143), ૨૨ (185)
ફેબ્રુઆરી ૨૪, ૨૦૧૪–માર્ચ ૨, ૨૦૧૪
પાન ૨૨ • ગીતો: ૨૩ (187), ૧૨ (93)
અભ્યાસ લેખો
▪ ‘તમારી સમજણમાંથી ડગશો નહિ!’
બાઇબલ જે વિશે કંઈ જણાવતું નથી એવી બાબતોમાં આપણે સવાલો ન કરીએ અથવા એને પોતાના વિચારો પ્રમાણે સમજીએ નહિ, એ બહુ જરૂરી છે. થેસ્સાલોનીકીઓને લખેલા પહેલા અને બીજા પત્રમાં આપણને સમયસરની ચેતવણીઓ મળે છે.
▪ શું તમે રાજ્ય માટે ભોગ આપશો?
રાજ્યના કામને આગળ ધપાવવા ઘણો ભોગ આપવો પડે છે. આ અંકમાં આપણે પ્રાચીન ઈસ્રાએલમાં ચઢાવવામાં આવતાં અર્પણો પરથી શીખીશું. આજે રાજ્યનાં કામને ટેકો આપવાં ભાઈ-બહેનો જે ભોગ આપે છે, એની પણ ચર્ચા કરીશું.
▪ ‘આ તમને સ્મરણને અર્થે થાય’
▪ “મારી યાદગીરીને માટે એ કરો”
વર્ષના લગભગ સરખા સમયે યહુદીઓ પાસ્ખા પર્વ અને આપણે પ્રભુનું સાંજનું ભોજન ઊજવીએ છીએ. આપણે પાસ્ખા પર્વ વિશે શા માટે જાણવું જોઈએ? પ્રભુનું સાંજનું ભોજન ક્યારે ઊજવવું, એ કેવી રીતે નક્કી થાય છે? એનો આપણા માટે શું અર્થ રહેલો છે?
[પાન ૨ પર ચિત્રો]
બીજા લેખો
૩ પર્વતોના પડછાયામાં યહોવાએ રક્ષણ આપ્યું
પહેલું પાન: પથરીલા વિસ્તારમાં ખુશખબર આપવા જવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. નાની ટેકરીઓની ટોચ પર મોટા ખડક નજરે પડે છે. છતાં, જોઈ શકાય કે ઝિમ્બાબ્વેના માતાબેલેલૅન્ડના માતોબો પર્વતોની હારમાળામાં ભાઈઓ લોકોને સંદેશો આપી રહ્યા છે
ઝિમ્બાબ્વે
વસ્તી:
૧,૨૭,૫૯,૫૬૫
પ્રકાશકો:
૪૦,૦૩૪
બાઇબલ અભ્યાસ:
૯૦,૮૯૪
ઝિમ્બાબ્વેના લોકોને આપણું સાહિત્ય વાંચવું ગમે છે. દરેક સાક્ષી મહિનામાં આશરે ૧૬ મૅગેઝિનો આપે છે