વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 જુલાઈ પાન ૩૦-૩૧
  • બાઇબલ અભ્યાસનો આનંદ માણો, એનો ફાયદો ઉઠાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ અભ્યાસનો આનંદ માણો, એનો ફાયદો ઉઠાવો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • સરખી માહિતી
  • ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ—કઈ રીતે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • બાઇબલની વાતો સારી રીતે સમજવા હું શું કરી શકું?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • યહોવાએ કરેલી દરેક ગોઠવણનો લાભ લો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 જુલાઈ પાન ૩૦-૩૧
દીવાના અજવાળામાં યહોશુઆ નિયમો વાંચી રહ્યા છે

બાઇબલ અભ્યાસનો આનંદ માણો, એનો ફાયદો ઉઠાવો

યહોશુઆ નિયમો વાંચે છે; યરીખોનો કોટ પડી જાય છે અને રાહાબના ઘરને કંઈ નુકસાન થતું નથી; યહોશુઆ પ્રાર્થના કરતી વખતે આકાશ તરફ હાથ લાંબા કરે છે

યહોશુઆ પાસે એક અઘરું કામ હતું. તેમણે ઇઝરાયેલ પ્રજાને વચનના દેશમાં દોરી જવાની હતી. જોકે, યહોવાએ તેમને આમ કહીને હિંમત અને ઉત્તેજન આપ્યાં: ‘બળવાન અને બહુ હિંમતવાન થા.’ તેમણે યહોશુઆને કહ્યું કે જો તે નિયમશાસ્ત્ર વાંચશે અને પાળશે, તો સારા નિર્ણયો લઈ શકશે અને સફળ થઈ શકશે.—યહો. ૧:૭, ૮.

આપણે એવા ‘સંકટના સમયોમાં’ જીવી રહ્યા છીએ, ‘જે સહન કરવા અઘરા છે.’ એટલે, આપણા માટે પણ જીવન જીવવું અઘરું બની શકે છે. (૨ તિમો. ૩:૧) જો યહોશુઆની જેમ આપણે સફળ થવા ચાહતા હોઈએ તો શું કરવું જોઈએ? યહોવાએ યહોશુઆને આપેલી સલાહ આપણે પણ લાગુ પાડવી જોઈએ. આપણે નિયમિત રીતે બાઇબલ વાંચવું જોઈએ. વધુમાં, આપણે જે શીખ્યા એનો ઉપયોગ સારા નિર્ણયો લેવામાં કરવો જોઈએ.

પરંતુ, આપણામાંથી અમુકને અભ્યાસ કઈ રીતે કરવો એ ખબર ન હોય અથવા અભ્યાસ કરવામાં મજા આવતી ન હોય તો, શું કરવું જોઈએ? બાઇબલ અભ્યાસનું મહત્ત્વ કદી ઓછું ન આંકવું જોઈએ. “આ સૂચનો અજમાવો” બૉક્સનો અભ્યાસ કરશો તેમ, તમને અભ્યાસમાંથી ફાયદો મેળવવાની અને આનંદ ઉઠાવવાની અમુક રીતો મળશે.

ગીતના લેખકે લખ્યું હતું: ‘તમારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવો; કેમ કે એમાં હું સંતોષ પામું છું.’ (ગીત. ૧૧૯:૩૫) તમે પણ બાઇબલના અભ્યાસમાંથી આનંદ મેળવી શકો છો. બાઇબલનો કીમતી ખજાનો શોધતા જશો તેમ, તમને અનમોલ રત્નો મળી આવશે.

ભલે તમારે યહોશુઆની જેમ કોઈ પ્રજાની આગેવાની લેવાની ન હોય, પણ તમારી પોતાની ઘણી મુશ્કેલીઓ હશે. એટલે યહોશુઆની જેમ, તમારે ઈશ્વરના શબ્દનો અભ્યાસ કરવો જોઈએ અને એને જીવનમાં લાગુ પાડવું જોઈએ. જો એમ કરશો તો સારા નિર્ણયો લઈ શકશો અને સફળ થઈ શકશો.

આ સૂચનો અજમાવો

  • એક વ્યક્તિ હાથ જોડીને પ્રાર્થના કરે છે

    અભ્યાસ પહેલાં પ્રાર્થના કરો. બાઇબલમાં યહોવાના વિચારો છે અને એ આપણા લાભ માટે લખવામાં આવ્યા છે. એટલે તમે બાઇબલ વાંચો ત્યારે, યહોવાને પ્રાર્થના કરો. એનાથી જે વાંચ્યું છે એ સમજવા, યાદ રાખવા અને એને જીવનમાં લાગુ પાડવા તમને મદદ મળશે.—એઝ. ૭:૧૦.

  • એક માણસ પોતાને સવાલ પૂછે છે

    આ સવાલો પર વિચાર કરો. તમે બાઇબલ કે બાઇબલ આધારિત સાહિત્ય વાંચો ત્યારે આ સવાલોનો વિચાર કરો: “આ ભાગમાંથી મને યહોવા વિશે શું શીખવા મળે છે? બાઇબલના મુખ્ય વિષય વિશે એ ભાગમાંથી શું જોવા મળે છે? એ માહિતી હું બીજાઓને મદદ કરવા કઈ રીતે વાપરી શકું?”

  • એક માણસ મનન કરે છે

    જે શીખ્યા એના પર મનન કરો. વાંચતી વખતે અટકો અને એના પર વિચાર કરો. પોતાને પૂછો: “આ અહેવાલ વિશે મને કેવું લાગે છે? મને કેમ એવું લાગે છે? મારી સાથે અગાઉ જે બન્યું, આજે જે બની રહ્યું છે અને ભાવિમાં જે બનશે, એ વિશે આ અહેવાલમાંથી મને શું શીખવા મળે છે? બાઇબલનાં આ સિદ્ધાંતો અને સલાહો મારા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકું?” (અયૂ. ૨૩:૫; ગીત. ૪૯:૩) તમે મનન કરો ત્યારે આનો વિચાર કરી શકો: “શું તમે સમજાવી શકો કે યહોવા પોતાના લોકોને અમુક બાબતો કરવાની કેમ મનાઈ કરે છે? અથવા જે વ્યક્તિ વિશે વાંચી રહ્યા છો તેણે બીજો માર્ગ અપનાવ્યો હોત તો, કેવું પરિણામ આવ્યું હોત?”—પુન. ૩૨:૨૮, ૨૯.

  • એક માણસ બાઇબલ અહેવાલોની કલ્પના કરે છે

    તમારી કલ્પનાશક્તિના ઘોડા દોડાવો. વાંચન કરો ત્યારે વિચાર કરો. દાખલા તરીકે, યુસફને તેમના ભાઈઓએ ઇશ્માએલીઓને વેચી દીધા ત્યારે જે બન્યું હશે, એની કલ્પના કરો. (ઉત. ૩૭:૧૮-૨૮) એ વિશે તમને શું દેખાય છે, સંભળાય છે અને ત્યાં કેવો માહોલ છે. પોતાને એ પાત્રોની જગ્યાએ મૂકી જુઓ. તેઓએ શું વિચાર્યું હશે અને શું અનુભવ્યું હશે. તમે કલ્પના કરતા જશો તેમ તમારો અભ્યાસ વધારે અસરકારક બનશે.

  • એક માણસ અભ્યાસના સાધનોનો ઉપયોગ કરે છે

    અભ્યાસનાં સાધનોનો ઉપયોગ કરો. તમારું સંશોધન રસપ્રદ બને માટે સંસ્થાએ સાધનો પૂરાં પાડ્યાં છે. તમારી ભાષામાં પ્રાપ્ય હોય, એવાં છાપેલાં કે ઓનલાઇન સાધનોનો ઉપયોગ કરવાનું શીખો. એનો સારી રીતે ઉપયોગ કરવાનું શીખવા બીજાની મદદ લેતા અચકાશો નહિ. દાખલા તરીકે, વોચ ટાવર પબ્લિકેશન ઇન્ડેક્સ અથવા યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા તમને અમુક વિષયો વિશે માહિતી અને બાઇબલ કલમોની સમજણ આપશે. બાઇબલનો અભ્યાસ કરવા મદદ પુસ્તિકા તમારી ભાષામાં હોય તો, એનો ઉપયોગ કરો. એમાં ભૂગોળ, ગણતરી, વજન, માપ તેમજ બીજા વિષયો વિશે જાણકારી છે.

  • એક માણસ મુખ્ય મુદ્દાઓ યાદ કરે છે

    મુખ્ય મુદ્દાઓ જોઈ જાઓ. એમ કરવાથી જે અભ્યાસ કર્યો છે, એ યાદ રાખવા તમને મદદ મળશે. સારું રહેશે કે, તમે જે શીખ્યા એ વિશે બીજાઓને જણાવો. એવો કયો મુદ્દો છે જેનો ઉપયોગ તમે પ્રચારમાં કરી શકો, એનો વિચાર કરો. એ બધું કરવાથી તમે મુખ્ય મુદ્દા યાદ રાખી શકશો અને તમે જે અભ્યાસ કર્યો છે, એમાંથી બીજાઓને પણ મદદ કરી શકશો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો