વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp19 નં. ૨ પાન ૧૨-૧૩
  • જીવન ટૂંકાવી દેવાનું મન થાય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવન ટૂંકાવી દેવાનું મન થાય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • તમને ક્યાંથી મદદ મળી શકે?
  • શું આ બીમારીનો કદી અંત આવશે?
  • ડિપ્રેશન વ્યક્તિ પર શું વીતે છે?
    સજાગ બનો!—૨૦૦૯
  • દિલાસો આપનાર ઈશ્વરનો સહારો લો
    સજાગ બનો!—૨૦૦૯
  • શા માટે હું આટલો ઉદાસીન બની જાઉં છું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મારે નથી જીવવું​—આત્મહત્યાના વિચારો આવે તો શું કરું? શું બાઇબલમાં કોઈ સલાહ આપી છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
wp19 નં. ૨ પાન ૧૨-૧૩
એક સ્ત્રી ખુલ્લા બાઇબલ પર હાથ મૂકીને બેઠી છે અને દૂર કંઈક જુએ છે

જીવન ટૂંકાવી દેવાનું મન થાય

‘મારા મનમાં ચિંતાઓ એટલી ઘર કરી ગઈ હતી કે બીજું કંઈ જ સૂઝતું ન હતું. છેવટે મને થયું, બસ, બહુ થયું, હવે જીવવું જ નથી.’—એડ્રીઆના, બ્રાઝિલ.

શું તમે જીવનથી હારી ગયા છો? થાકી ગયા છો? ક્યારેય એવું લાગે છે કે હવે કંઈ જ સારું નહિ થાય? તો જરૂર એડ્રીઆનાની લાગણીઓ સમજી શકશો. તેને ચિંતાની બીમારી હતી. તે પોતાને દુઃખી ને લાચાર મહેસૂસ કરતી હતી. એટલી ડિપ્રેસ થઈ ગઈ હતી કે આનંદ માણવાનું પણ ભૂલી ગઈ હતી.

જાપાનમાં રહેતા કાઓરુનો વિચાર કરો. તે પોતાનાં બીમાર અને વૃદ્ધ માબાપની સંભાળ રાખતો હતો. તે જણાવે છે: ‘ત્યારે નોકરી પર એટલું બધું કામ હતું કે હું થાકીને લોથપોથ થઈ જતો. ધીમે ધીમે મારી ભૂખ મરી ગઈ. રાતોની ઊંઘ પણ ઊડી ગઈ. મનમાં વિચારવા લાગ્યો કે જલદી મોત આવે તો સારું, આ બધી ઝંઝટમાંથી તો છૂટવા મળશે!’

નાઇજીરિયાનો ઓજેબોડ કહે છે: ‘હું કાયમ એટલો ઉદાસ રહેતો હતો કે આંસુઓ સુકાવાનું નામ જ લેતાં ન હતાં. એટલે, મારું જીવન ટૂંકાવી દેવાના રસ્તાઓ શોધતો.’ ખુશીની વાત છે કે ઓજેબોડ, કાઓરુ અને એડ્રીઆનાએ એમ ન કર્યું. જોકે, દર વર્ષે ૮ લાખ જેટલા લોકો પોતાનું જીવન ટૂંકાવી દે છે.

તમને ક્યાંથી મદદ મળી શકે?

આત્મહત્યા કરનારાઓમાં મોટા ભાગે પુરુષો હોય છે. તેઓમાંથી મોટા ભાગના બીજાઓ પાસે મદદ માંગતા શરમ અનુભવે છે. ઈસુએ કહ્યું હતું કે બીમાર લોકોને ડૉક્ટરની જરૂર છે. (લુક ૫:૩૧) જો તમે ડિપ્રેશનમાં હોવ અને જીવન ટૂંકાવી દેવાના વિચારો આવતા હોય, તો મદદ માંગતા અચકાશો નહિ. ડિપ્રેશનથી પીડાતા લોકોને સારવાર લેવાથી ઘણો ફાયદો થયો છે. ઓજેબોડ, કાઓરુ અને એડ્રીઆનાએ ડૉક્ટરની મદદ લીધી છે. હવે તેઓ ડિપ્રેશનની ખાઈમાંથી બહાર આવી રહ્યા છે.

ડિપ્રેશનનો ઇલાજ કરવા ડૉક્ટર કદાચ દવાઓ આપે. અથવા દરદી સાથે વાત કરી લાગણીઓને કાબૂમાં રાખવા, સારું વિચારવા સલાહ-સૂચનો આપે. એવી વ્યક્તિને બીજી શાની જરૂર છે? પરિવાર અને મિત્રો તેની લાગણીઓ સમજે, ધીરજથી વર્તે અને તેને સાથ-સહકાર આપે. યહોવા ઈશ્વર સૌથી સારા મિત્ર છે. તે પવિત્ર શાસ્ત્ર બાઇબલથી સૌથી સારી મદદ પૂરી પાડે છે.

શું આ બીમારીનો કદી અંત આવશે?

ડિપ્રેશનનો ભોગ બનેલી વ્યક્તિને કદાચ લાંબો સમય સારવારની જરૂર પડે. અમુક આદતો પણ બદલવી પડે. તમને ડિપ્રેશન હોય તો હિંમત ન હારો. જલદી જ એવો સમય આવશે જ્યારે કોઈ બીમારી જ નહિ હોય. ઓજેબોડ એની કાગડોળે રાહ જુએ છે. તે કહે છે: ‘યશાયા ૩૩:૨૪ની ભવિષ્યવાણી પ્રમાણે થાય એની હું આતુરતાથી રાહ જોઉં છું. ત્યારે આખી દુનિયામાં કોઈ કહેશે નહિ કે “હું માંદો છું.”’ ઈશ્વરનું વચન છે કે ‘નવી પૃથ્વીમાં’ કોઈ પ્રકારનું ‘દુઃખ’ નહિ હોય. એ જાણીને તમને પણ ઓજેબોડની જેમ ઘણું આશ્વાસન મળશે. (પ્રકટીકરણ ૨૧:૧, ૪) એ વચન મુજબ, ચિંતાનાં વાદળો વિખેરાઈ જશે ને નિરાશાને બદલે ચહેરા પર આનંદ ઝળકતો હશે. ત્યારે કોઈ ઉદાસી નહિ હોય, કોઈ પીડા સહેવી નહિ પડે. એવી લાગણીઓ તમને ક્યારેય યાદ ‘આવશે નહિ, તમારા મનમાં પણ આવશે નહિ.’—યશાયા ૬૫:૧૭.

હિંમત બંધાવતાં ઈશ્વરનાં વચનો

ઈશ્વર તમારી લાગણીઓ સમજે છે.

“હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે, ‘તું બીશ મા; હું તને સહાય કરીશ.’”

—યશાયા ૪૧:૧૩.

બીજા કોઈ પણ કરતાં યહોવા આપણી લાગણીઓને પૂરી રીતે સમજે છે. તે આપણને મદદ કરવા માંગે છે.

ઈશ્વરનાં વચનો પર વિચાર કરો.

‘એલિયાએ મોત માંગ્યું. તેમણે કહ્યું, હે યહોવા, મારો જીવ લઈ લો.’—૧ રાજાઓ ૧૯:૪.

ઓજેબોડ કહે છે, ‘ઈશ્વરનાં વચનો પર વિચાર કરવાથી મને મદદ મળી. હું જોઈ શક્યો કે ઈશ્વરભક્ત એલિયાને પણ એક સમયે મારા જેવું જ લાગતું હતું.’

શાસ્ત્રમાં જણાવેલા દાખલાઓમાંથી શીખો.

“મેં [ઈસુએ] તારા [પીતર] માટે વિનંતી કરી છે કે તારી શ્રદ્ધા ખૂટે નહિ.”—લુક ૨૨:૩૨.

પીતરે ત્રણ વાર ઈસુને ઓળખવાની ના પાડી દીધી હતી. પછી પીતરને એટલું દુઃખ થયું કે બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા. કાઓરુ કહે છે, ‘પીતરના અનુભવથી મને શીખવા મળ્યું કે યહોવા અને ઈસુ તેમની લાગણીઓ સમજતા હતા. એમાંથી મને ખૂબ ઉત્તેજન મળ્યું.’

ચિંતા કે નિરાશાની લાગણી તમને ક્યારેય યાદ ‘આવશે નહિ, તમારા મનમાં પણ આવશે નહિ.’—યશાયા ૬૫:૧૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો