સારા શિક્ષક બનવા સૌથી મહત્ત્વનું શું છે?
૧. સારા શિક્ષક બનવા શું મહત્ત્વનું છે?
૧ બાઇબલના સારા શિક્ષક બનવા સૌથી મહત્ત્વનું શું છે? ઉચ્ચ ભણતર, અનુભવ કે કોઈ આવડત? એ કશાની નહિ. પણ પ્રેમ બતાવવાની જરૂર છે. એ પ્રેમથી ઈસુના શિષ્યો ઓળખાઈ આવે છે. પ્રેમ એ યહોવાહનો મુખ્ય ગુણ છે. (યોહા. ૧૩:૩૫; ગલા. ૫:૧૪; ૧ યોહા. ૪:૮) સારા શિક્ષકો પ્રેમથી શીખવે છે.
૨. લોકોને પ્રેમ બતાવવો કેમ મહત્ત્વનું છે?
૨ લોકોને પ્રેમ બતાવીએ: ઈસુ મહાન શિક્ષક હતા. તેમણે લોકોને ખૂબ પ્રેમ બતાવ્યો, એનાથી તેઓને તેમનો ઉપદેશ સાંભળવાનું મન થતું. (લુક ૫:૧૨, ૧૩; યોહા. ૧૩:૧; ૧૫:૧૩) લોકોનું ભલું ઇચ્છતા હોઈશું તો, તેઓને સત્ય જણાવવા દરેક તક ઝડપી લઈશું. તેઓ આપણો સંદેશો ન સાંભળે અને સતાવણી કરે તોય, હિંમત ન હારીએ. આપણે પ્રચારમાં લોકોને પ્રેમ બતાવીશું અને તેઓને રસ પડે એવા વિષય પર વાત કરીશું. બાઇબલ વિદ્યાર્થીને સમય આપવો જ પૂરતું નથી, એની તૈયારી કરવા પણ સમય કાઢવો ખૂબ મહત્ત્વનું છે.
૩. સત્ય માટેનો પ્રેમ આપણને પ્રચારમાં કઈ રીતે મદદ કરશે?
૩ બાઇબલ સત્યને પ્રેમ કરીએ: ઈસુને બાઇબલ સત્ય માટે ખૂબ પ્રેમ હોવાથી એને ખજાના તરીકે ગણ્યું. (માથ. ૧૩:૫૨) આપણને પણ સત્ય માટે પ્રેમ હશે તો, એના વિષે ઉત્સાહથી વાત કરીશું. એનાથી લોકોને પણ આપણું સાંભળવાનું મન થશે. સત્ય માટેનો પ્રેમ આપણને પોતાની ખામીઓ પર નહિ પણ મહત્ત્વના સંદેશા પર ધ્યાન દોરવા મદદ કરશે. એનાથી પ્રચારમાં ઓછી ગભરામણ થશે.
૪. લોકો માટે પ્રેમ કેળવવા શું કરવું જોઈએ?
૪ પ્રેમ કેળવીએ: લોકો માટે પ્રેમ કેળવવા શું કરવું જોઈએ? યહોવાહ અને તેમના દીકરા ઈસુએ આપણને પ્રેમ બતાવ્યો એનો વિચાર કરીએ. તેમ જ, આપણા વિસ્તારના લોકોની દુઃખદ હાલત વિષે વિચારીએ. (માર્ક ૬:૩૪; ૧ યોહા. ૪:૧૦, ૧૧) આપણે નિયમિત બાઇબલનો અભ્યાસ અને મનન કરીશું તો, સત્ય માટે આપણો પ્રેમ વધશે. પ્રેમ એ યહોવાહની શક્તિનું એક પાસું છે. (ગલા. ૫:૨૨) એટલે આપણે પ્રાર્થનામાં યહોવાહની શક્તિ માંગી શકીએ અને પ્રેમમાં વધતા રહીએ માટે તેમની મદદ માંગીએ. (લુક ૧૧:૧૩; ૧ યોહા. ૫:૧૪) ગમે એટલું ભણ્યા હોઈએ, સત્યમાં ઘણો અનુભવ હોવ કે પછી કોઈ ખાસ આવડત હોય એ મહત્ત્વનું નથી. પણ આપણે પ્રેમ બતાવીશું તો જ સૌથી સારા શિક્ષક બનીશું.