દેવશાહી સેવા શાળા સમીક્ષા
ફેબ્રુઆરી ૨૭, ૨૦૧૨થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.
૧. શું એમ કહેવું યોગ્ય છે કે યહોવાની દયા તેમના ન્યાયને ઠંડો કરી દે છે? (યશા. ૩૦:૧૮) [જાન્યુ. ૯, w૦૨ ૩/૧ પાન ૩૦]
૨. હિઝકીયાના કારભારી શેબ્ના પાસેથી જવાબદારી લઈ લેવામાં આવી એમાંથી આપણે શું શીખી શકીએ? (યશા. ૩૬:૨, ૩, ૨૨) [જાન્યુ. ૧૬, w૦૭ ૨/૧ પાન ૮ ફકરો ૬]
૩. દુઃખ-તકલીફો સહેવા વિષે યશાયા ૩૭:૧, ૧૪-૨૦માંથી આપણે શું શીખી શકીએ? [જાન્યુ. ૧૬, w૦૭ ૨/૧ પાન ૯ ફકરા ૧-૨]
૪. યશાયા ૪૦:૩૧ના ઉદાહરણમાંથી યહોવાના ભક્તોને કેવું ઉત્તેજન મળે છે? [જાન્યુ. ૨૩, w૯૬ ૬/૧૫ પાન ૧૦-૧૧]
૫. યશાયા ૪૧:૧૦, ૧૩માંથી આપણને કેવી ગૅરંટી મળે છે? [જાન્યુ. ૨૩, w૦૬ ૧૦/૧ પાન ૩૧ ફકરા ૧૮-૧૯]
૬. યશાયા ૪૯:૧૫ આપણને યહોવાની દયા વિષે શું શીખવે છે? [ફેબ્રુ. ૬, w૦૭ ૧૦/૧ પાન ૯ ફકરો ૪]
૭. “પરદેશીઓ” કોણ છે? કઈ રીતે તેઓ ‘યહોવાના કરારને વળગી રહે છે’? (યશા. ૫૬:૬) [ફેબ્રુ. ૧૩, w૦૭ ૨/૧ પાન ૧૦ ફકરો ૩]
૮. દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસોમાં યહોવાના ભક્તોએ યશાયા ૬૦:૧૭ પ્રમાણે કેવો સુધારો અનુભવ્યો છે? [ફેબ્રુ. ૨૦, w૦૬ ૩/૧ પાન ૧૭ ફકરો ૩]
૯. કઈ રીતે પ્રચારથી ‘ભાંગેલા હૈયાનાં ઘા રુઝાય’ છે? (યશા. ૬૧:૧, ૨) [ફેબ્રુ. ૨૦, w૦૫ ૭/૧ પાન ૧૯ ફકરો ૧૪]
૧૦. યશાયા ૬૩:૯ યહોવાના કયા અજોડ ગુણો વિષે વાત કરે છે? [ફેબ્રુ. ૨૭, w૦૩ ૭/૧ પાન ૧૯ ફકરા ૨૨-૨૩]