જાહેરાતો
◼ ફેબ્રુઆરી માટે સાહિત્ય ઑફર: કૌટુંબિક સુખનું રહસ્ય. માર્ચ: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો કદાચ તેઓને રસ પડે એવા જૂના મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય. એપ્રિલ અને મે: ચોકીબુરજ અને સજાગ બનો! કોઈ રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જેઓ સ્મરણપ્રસંગ કે બીજી સભામાં આવ્યા હોય તેમની સાથે અને રસ ધરાવનારાઓની સાથે ફરી મુલાકાત વખતે બાઇબલ શીખવે છે પુસ્તક દ્વારા અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.
◼ સ્મરણપ્રસંગ પછી એપ્રિલ ૭ અથવા ૮નાં ખાસ પ્રવચન હશે. જેનો વિષય છે: “શું ધારવા કરતાં દુષ્ટ જગતનો અંત નજીક છે?”
◼ જ્યારે પણ તમે એવા કોઈ દેશમાં ફરવા જવાના હોય કે જે દેશનું નામ નવી યરબુકમાં આપેલા સર્વિસ યર રિપોર્ટમાં ન હોય, કે પછી યરબુકના છેલ્લા પાને એ દેશની બ્રાંચ ઑફિસનું સરનામું ના હોય ત્યારે શું કરવું જોઈએ? એવા સમયે તમારા દેશની બ્રાંચ ઑફિસનો સંપર્ક કરવો જોઈએ. પૂછવું જોઈએ કે તમે જે દેશની મુલાકાત કરવાના છો એ દેશમાં કેવી સાવધાની રાખવી જોઈએ. કદાચ ત્યાં સંદેશો આપવાના કામ પર મનાઈ હોય તો આપણે એ બાબતમાં કાળજી રાખવી જોઈએ. (માથ. ૧૦:૧૬) અમુક દેશોમાં ભાઈ-બહેનોનો કે મંડળનો સંપર્ક ના કરવો, એવું માર્ગદર્શન હોય. તમને એવું પણ માર્ગદર્શન મળશે કે ત્યાં સાહિત્ય લઈ જવું જોઈએ કે નહિ. તેમ જ જાહેરમાં લોકોને સંદેશો આપવો જોઈએ કે નહિ. આ રીતે સંસ્થા તરફથી આપવામાં આવતા માર્ગદર્શનને અનુસરવાથી તમે કોઈ મુશ્કેલીમાં નહિ ફસાવ, અને સંદેશો આપવાના આપણા કામમાં કોઈ અડચણ નહિ આવે.—૧ કોરીં. ૧૪:૩૩, ૪૦.
◼ હવે આપણી વેબ સાઇટ jw.org પર અંગ્રેજી અને મલયાલમમાં ઘણી માહિતી મળી શકે છે.