વેપારી વિસ્તારમાં હિંમતથી પ્રચાર કરીએ
૧. વેપારી વિસ્તારમાં પ્રચાર કરવાનો ડર લાગે તોય કેમ હિંમત ન હારવી જોઈએ?
૧ વેપારી વિસ્તારમાં પ્રચાર કરવાના વિચારથી પણ શું તમને ડર લાગે છે? એવું હોય તો, હિંમત ન હારશો. પાઊલ નીડર અને હિંમતવાન હતા. તોપણ પ્રચાર કરવા તેમને “હિંમતવાન” બનવાની જરૂર પડતી હતી. (૧ થેસ્સા. ૨:૨) કદાચ આપણને અમુક સંજોગોમાં ગભરામણ થાય, પણ એના પર જીત મેળવવા શું કરી શકીએ એ વિષે નીચે અમુક સૂચનો આપ્યા છે.
૨. કર્મચારી ગુસ્સે થશે એમ આપણે કેમ વિચારવું ન જોઈએ?
૨ કર્મચારીઓ સાથે વાત કરવાથી શું તેઓ ગુસ્સે થશે? ઘણા વેપારી વિસ્તારમાં કર્મચારી ગ્રાહકોને સેવા આપવા તૈયાર હોય છે. તેઓ તમને ઘરાક સમજીને તમારી સાથે સારી રીતે વર્તશે. તમારો પહેરવેશ શોભતો હશે અને તમે પ્રેમભાવથી વાત કરશો તો, તેઓ પણ તમારી સાથે સારી રીતે વર્તશે.
૩. ગ્રાહકો આપણાથી ગુસ્સે ન થાય માટે શું કરવું જોઈએ?
૩ શું ઘણા ગ્રાહકો સામે મારે પ્રચાર કરવો જોઈએ? જો બની શકે તો બહુ ગિરદી ન હોય એવા સમયે જાઓ. જેમ કે, દુકાન કે ઑફિસ ખોલે એવા સમયે. મૅનેજર કે ક્લાર્ક એકલા પડે ત્યાં સુધી રાહ જુઓ. પછી તેમની સાથે ટૂંકમાં વાત કરો.
૪. વેપારી વિસ્તારમાં આપણે શું કહીશું?
૪ આપણે શું કહીશું: જો ઘણા લોકો એક સાથે કામ કરતા હોય તો, તેઓના ઉપરી સાથે વાત કરો. આપણે આમ કહી શકીએ: “મોટા ભાગે કામ કરતા લોકો ઘરે મળતા નથી. એટલે તમને અહીં મળવા આવ્યા છીએ. તમે કામમાં છો એ જાણું છું માટે ટૂંકમાં જ વાત કરીશ.” તેઓ આપણને સેલ્સમૅન ન ગણે માટે દાન વિષે કંઈ ન કહેવું જોઈએ. સિવાય કે તેઓ સામેથી પૂછે કે આપણું કામ કઈ રીતે ચાલે છે. જો તમે દુકાન કે વેપારી સ્થળે જાઓ તો, કામ કરતા બીજા લોકો સાથે વાત કરવા કદાચ મૅનેજરની રજા લઈ શકો. મૅનેજર સાથે જે વાત કરી, એ જ કામદારો સાથે કરો. જો તેઓ કામમાં હોય તો, ટૂંકમાં વાત કરો અને પત્રિકા આપો. કામ કરતા લોકો સાથે વાત કરવી શક્ય ન હોય તો શું? કદાચ તેઓ વાંચી શકે એવી જગ્યાએ સાહિત્ય રાખવાની તમે રજા લઈ શકો.
૫. કેમ પૂરી હિંમતથી વેપારી વિસ્તારમાં પ્રચાર કરવો જોઈએ?
૫ લોકો કામ પર હતા ત્યારે ઈસુ અને પાઊલે તેઓને હિંમતથી પ્રચાર કર્યો હતો. તમે પણ કરી શકો. (માથ. ૪:૧૮-૨૧; ૯:૯; પ્રે.કૃ. ૧૭:૧૭) શાંત મગજ અને હિંમતથી વાત કરી શકો માટે પ્રાર્થનામાં યહોવાની મદદ માંગો. (પ્રે.કૃ. ૪:૨૯) વેપારી વિસ્તારમાં ભાગ્યે જ એવું બનશે કે લોકો ન મળે. ચાલો આપણે એ વિસ્તારમાં લોકોને પ્રચાર કરવા બનતું બધું જ કરીએ.