જાહેરાતો
◼ મે માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! કોઈ રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જેઓ સ્મરણપ્રસંગ કે બીજી કોઈ સભામાં આવ્યા હોય તેમની સાથે અને રસ ધરાવનારાઓની સાથે ફરી મુલાકાત વખતે બાઇબલ શીખવે છે પુસ્તક દ્વારા અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો તેઓને રસ પડે એવા જૂના મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય. જુલાઈ અને ઑગસ્ટ: તમારા મંડળ પાસે સ્ટોકમાં હોય એવી કોઈ પણ ૩૨ પાનાની પુસ્તિકા આપી શકો. ફરીમુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.