જાહેરાતો
◼ જુલાઈ અને ઑગસ્ટ: તમારા મંડળ પાસે સ્ટોકમાં હોય એવી કોઈ પણ ૩૨ પાનાની પુસ્તિકા આપી શકો. ફરીમુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. સપ્ટેમ્બર અને ઑક્ટોબર: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન આપો. કોઈ રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા આપો. ફરીમુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.
◼ સીંગ ટુ જેહોવાહ—વૉકલ રેન્ડિશન્સ ડિસ્ક ૫, હવે ઑગસ્ટ ૧થી jw.org વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. એ સૌથી પહેલાં અંગ્રેજીમાં મૂકવામાં આવશે અને પછીથી બીજી ભાષાઓમાં પણ મળી રહેશે. તમે મંડળ દ્વારા એને ઑડિયો સીડીમાં પણ મંગાવી શકો. ઑડિયો સીડી બનાવીને મોકલવામાં થતા ખર્ચ કરતાં, ડાઉનલોડ કરવું સસ્તું પડે છે. તેથી જેઓ ડાઉનલોડ કરી શકતા હોય, તેઓને એમ કરવાનું ઉત્તેજન આપવામાં આવે છે. ૧-૪ સીડી બહાર પડી ચૂકી છે.
◼ તમારું ડિસ્ટ્રીક્ટ સંમેલન હોય, એના આગળના અઠવાડિયે સભાના ભાગમાં થોડાં ફેરફાર કરો, જેથી જરૂરી સૂચનો યાદ કરાવી શકો. સંમેલનના એક-બે મહિના પછી, મંડળની જરૂરિયાતોના ભાગમાં ભાઈ-બહેનોને જણાવવા કહો કે સંમેલનમાંથી તેઓને કયા મુદ્દા ગમ્યા, જે પ્રચારમાં લાગુ પાડી શકાય.