ઑક્ટોબર ૨૮નું અઠવાડિયું
ગીત ૨૭ (212) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૫, ફકરા ૯-૧૩, વધારે માહિતી પાન ૨૦૪-૨૦૬ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ તીમોથી ૧–૨ તીમોથી ૪ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
□ સેવા સભા:
ગીત ૧ (13)
૧૫ મિ: રાજ્યની ખુશખબર જીવનમાં કઈ રીતે મદદ કરે છે એ પર ભાર મૂકો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૫૯ની માહિતીને આધારે ચર્ચા. દૃશ્યથી બતાવો કે તમારા વિસ્તારમાં લોકોને રસ પડે એવા વિષય પર બાઇબલ શીખવે છે પુસ્તક કઈ રીતે વાપરી શકાય.
૧૫ મિ: સમયસર પહોંચવું કેમ મહત્ત્વનું છે. ચર્ચા. (૧) સમયના પાબંદ હોવા વિશે યહોવાએ કઈ રીતે આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે? (હબા. ૨:૩) (૨) સભાઓ અને પ્રચારમાં સમયસર પહોંચવાથી કઈ રીતે યહોવા અને બીજાઓને માન બતાવીએ છીએ? (૩) પ્રચારની સભામાં મોડા પહોંચવાથી કઈ રીતે પ્રચાર ગ્રૂપ અને એ સભા હાથ ધરનાર ભાઈને અસર થાય છે? (૪) રસ ધરાવનાર વ્યક્તિને અથવા બાઇબલ વિદ્યાર્થીને જો આપણે કોઈ ચોક્કસ સમયે મળવાનું કહ્યું હોય, તો સમયસર જવું કેમ મહત્ત્વનું છે? (માથ. ૫:૩૭) (૫) ઘરમાલિકને ફરી મળવા અને મંડળની સભાઓમાં સમયસર પહોંચવા આપણને કઈ બાબતો મદદ કરી શકે છે?
ગીત ૮ (51) અને પ્રાર્થના