દેવશાહી સેવા શાળા સમીક્ષા
ઑક્ટોબર ૨૮, ૨૦૧૩થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
૧. “ખ્રિસ્તનું મન” કેળવવાનો શું અર્થ થાય? (૧ કોરીં. ૨:૧૬) [સપ્ટે. ૨, w૦૮ ૭/૧ પાન ૨૩ ફકરો ૭]
૨. આપણે કયા અર્થમાં ‘વ્યભિચારથી નાસવું’ જોઈએ? (૧ કોરીં. ૬:૧૮) [સપ્ટે. ૨, w૦૮ ૭/૧ પાન ૨૩ ફકરો ૯; w૦૪ ૨/૧૫ પાન ૧૨ ફકરો ૯]
૩. પાઊલે લખ્યું: “સ્ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું.” (૧ કોરીં. ૧૪:૩૪) એમ કહીને તે શું કહેવા માંગતા હતા? [સપ્ટે. ૯, w૧૨ ૧૦/૧ પાન ૯ બૉક્સ]
૪. પાઊલે બીજો કોરીંથી ૧:૨૪માં કહેલા શબ્દો પ્રમાણે વડીલો શું નહિ કરે? [સપ્ટે. ૧૬, w૧૩ ૧/૧૫ પાન ૨૭ ફકરા ૨-૩]
૫. આપણામાં “વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા” કેમ કરવી જોઈએ? (૨ કોરીં. ૧૩:૫) [સપ્ટે. ૨૩, w૦૮ ૭/૧ પાન ૨૪ ફકરો ૧૨]
૬. ગલાતી ૬:૪માં પાઊલે આપેલી સલાહમાંથી આપણને કયો લાભ થશે? [સપ્ટે. ૩૦, w૧૨ ૧૨/૧ પાન ૨૧ ફકરો ૧૮]
૭. ‘પવિત્ર શક્તિનું ઐક્ય રાખવાનો’ શું મતલબ થાય? (એફે. ૪:૩) [ઑક્ટો. ૭, w૧૨ ૭/૧ પાન ૨૮ ફકરો ૭]
૮. પાઊલે જે કંઈ જતું કર્યું એ વિશે તેમને કેવું લાગ્યું? (ફિલિ. ૩:૮) [ઑક્ટો. ૧૪, w૧૨ ૩/૧ પાન ૨૯ ફકરો ૧૨]
૯. શા માટે ‘બીજાઓની જેમ આપણે ઊંઘવું’ ન જોઈએ? (૧ થેસ્સા. ૫:૬) [ઑક્ટો. ૨૧, w૧૨ ૩/૧ પાન ૧૦ ફકરો ૪]
૧૦. ઈસુનું બલિદાન કઈ રીતે ‘સઘળાં માણસોના ઉદ્ધારને માટે સ્વાર્પણ’ હતું? (૧ તીમો. ૨:૬) [ઑક્ટો. ૨૮, w૧૧ ૬/૧ પાન ૨૧ ફકરો ૧૧]