સમયના પાબંદ હોવાની ટેવ કેળવીએ
૧. યહોવાએ સમયના પાબંદ હોવાનો કેવો દાખલો બેસાડ્યો છે?
૧ યહોવા હંમેશાં સમયના પાબંદ છે. દાખલા તરીકે, તે પોતાના ભક્તોને ‘ખરા સમયે મદદ કરે છે.’ (હિબ્રૂ ૪:૧૬, સંપૂર્ણ) તેમ જ, “વખતસર ખાવાનું” એટલે કે શિક્ષણ પૂરું પાડે છે. (માથ. ૨૪:૪૫) એટલે, આપણે ખાતરીથી કહી શકીએ કે તેમના આવનાર કોપના દિવસમાં ‘વિલંબ નહિ’ થાય. (હબા. ૨:૩) યહોવા સમયના પાબંદ હોવાથી આપણને શું લાભ થાય છે. (ગીત. ૭૦:૫) અપૂર્ણ અને વ્યસ્ત હોવાથી સમય સાચવવો આપણા માટે મુશ્કેલ હોય શકે. આપણે સમયના પાબંદ હોવાની ટેવ કેમ પાડવી જોઈએ?
૨. સમયના પાબંદ હોવાથી યહોવાને કઈ રીતે મહિમા મળે છે?
૨ આજે દુનિયામાં સમયના પાબંદ હોવું મહત્ત્વનું નથી કેમ કે, મોટા ભાગના લોકો સ્વાર્થી અને અસંયમી થઈ ગયા છે. (૨ તીમો. ૩:૧-૩) એટલે, આપણે જ્યારે કામ પર, ઍપોઇન્ટમૅન્ટ માટે અને સભામાં સમયસર પહોંચીએ છીએ, ત્યારે લોકો એની નોંધ લે છે અને એનાથી યહોવાને મહિમા મળે છે. (૧ પીત. ૨:૧૨) શું આપણે કામ પર સમયસર પહોંચીએ છીએ, પણ ઘણી વાર મંડળની ગોઠવણમાં મોડા પડીએ છીએ? સભાઓમાં સમયસર પહોંચવામાં શરૂઆતનું ગીત અને પ્રાર્થનામાં હાજર રહેવાનો સમાવેશ થાય છે. એનાથી બતાવીએ છીએ કે આપણે યહોવાનું અનુકરણ કરી રહ્યા છે.—૧ કોરીં. ૧૪:૩૩, ૪૦.
૩. સમયના પાબંદ હોઈશું તો, કઈ રીતે બીજાઓની કદર બતાવી શકીએ?
૩ સમયના પાબંદ હોઈશું તો, બતાવીએ છીએ કે બીજાઓની કદર કરીએ છીએ. (ફિલિ. ૨:૩, ૪) દાખલા તરીકે, સભાઓમાં અને પ્રચારની સભામાં સમયસર પહોંચીએ છીએ ત્યારે, ભાઈ-બહેનોને ખલેલ પહોંચાડતા નથી. જ્યારે કે આપણે હંમેશાં મોડા પડીએ છીએ ત્યારે બીજાઓને એવું બતાવીએ છીએ કે તેઓના કરતાં આપણો સમય વધારે કીમતી છે. સમયના પાબંદ હોવાથી જવાબદાર, મહેનતું અને ભરોસાપાત્ર જેવા ગુણ બતાવીએ છીએ જેની આજુબાજુના લોકો કદર કરે છે.
૪. મોટા ભાગે મોડા પડતા હોઈએ તો, શું કરીશું?
૪ જો આપણે મોટા ભાગે મોડા પડતા હોઈએ તો, એનાં કારણો તપાસવા જોઈએ. વાજબી સમયપત્રક બનાવીએ જેથી દરેક કામને એના યોગ્ય સમયે પૂરું કરી શકીએ. (સભા. ૩:૧; ફિલિ. ૧:૧૦) યહોવા પાસે મદદ માંગીએ. (૧ યોહા. ૫:૧૪) સમયસર હોઈશું તો, ઈશ્વર અને પડોશીને પ્રેમ બતાવવાની બે મહત્ત્વની આજ્ઞાઓ માટે કદર બતાવીશું.—માથ. ૨૨:૩૭-૩૯.