ડિસેમ્બર ૨૯નું અઠવાડિયું
ગીત ૨૪ (200) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૬, ફકરા ૧૯-૨૫, પાન ૭૫ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યહોશુઆ ૧૨-૧૫ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: આપણને મળેલા જ્ઞાનના ખજાનામાંથી “સારું” કાઢીએ.—માથ. ૧૨:૩૫ક.
ગીત ૪ (37)
૨૦ મિ: બાઇબલ વિદ્યાર્થી અને બાળકો પ્રગતિ કરે માટે ‘સારી બાબતો’ શીખવો. (માથ. ૧૨:૩૫ક) ચર્ચા. આ કલમોનો ઉપયોગ કરીને બતાવો કે, બાઇબલ વિદ્યાર્થી અને બાળકો પાસે તમે શાની અપેક્ષા રાખો છો: ૧ કોરીં. ૧૩:૧૧; ૧ પીત. ૨:૨, ૩. સમજાવો કે ઈશ્વરના શિક્ષણનો “અનુભવ” કરવાનો શું અર્થ થાય. તેમ જ, એ કરવા બાળકો અને બાઇબલ વિદ્યાર્થીને કઈ રીતે મદદ કરી શકીએ. માર્ક ૪:૨૮માં બતાવેલો સિદ્ધાંત સમજાવો. (ડિસેમ્બર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજનું પાન ૧૨, ફકરા ૬-૮ જુઓ.) અનુભવી પ્રકાશક અથવા મા કે પિતાનું ઇન્ટરવ્યૂ લો, જેમણે પોતાના બાઇબલ વિદ્યાર્થી કે બાળકને સત્યમાં પ્રગતિ કરવા મદદ કરી હોય.—એફે. ૪:૧૩-૧૫; મે ૨૦૧૪, આપણી રાજ્ય સેવા સવાલ-જવાબ જુઓ.
૧૦ મિ: “પરોણાગત બતાવીને બીજાઓનું ‘સારું’ કરીએ (માથ. ૧૨:૩૫ક).” ચર્ચા. પરોણાગત બતાવવાથી અમુકને કેવો અનુભવ અથવા લાભ થયો? ભાઈ-બહેનોને પૂછો કે બીજાઓને, ખાસ કરીને પૂરા સમયના સેવકોને કઈ રીતે પરોણાગત બતાવી શકાય? મુલાકાતી વક્તાને જમવાનું પૂરું પાડવાની મંડળની ગોઠવણ જણાવો.
ગીત ૨૫ (191) અને પ્રાર્થના