ફેબ્રુઆરી ૧૭-૨૩
શું તમે દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાંથી ફાયદો લો છો?
યહોવાની નજીક જવા શું તમે દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાંથી રોજની બાઇબલ કલમ અને એની સમજણ વાંચો છો? જો તમે એમ કરતા ન હો, તો શું એ રોજ વાંચવાની ટેવ પાડી શકો? ઘણાં ભાઈ-બહેનો સવારે એ વાંચે છે, જેથી આખો દિવસ એના પર મનન કરી શકે. (યહો ૧:૮; ગી ૧૧૯:૯૭) તમે કઈ રીતે કલમની સમજણમાંથી વધારે ફાયદો મેળવી શકો? બાઇબલની કલમ સમજવા આગળ-પાછળની માહિતી તપાસો. કોઈ એવા બાઇબલ અહેવાલનો વિચાર કરો, જેનાથી ફકરામાં આપેલો બાઇબલ સિદ્ધાંત સમજવા મદદ મળે. પછી, એ સિદ્ધાંત જીવનમાં લાગુ પાડો. જો તમે બાઇબલ સિદ્ધાંતોના આધારે નિર્ણય લેશો, તો એનાથી તમારા જીવન પર સારી અસર પડશે અને તમને ફાયદો થશે.—ગી ૧૧૯:૧૦૫.
દુનિયા ફરતે બેથેલ કુટુંબો સવારે નાસ્તાના સમયે શાસ્ત્રવચનો તપાસે છે. હાલનાં વર્ષોમાં એના ઘણા વીડિયો JW બ્રૉડકાસ્ટિંગ પર કાર્યક્રમો અને પ્રસંગો વિભાગમાં મૂકવામાં આવ્યા છે. શું તમને યાદ છે, એ વીડિયો તમે ક્યારે જોયા હતા? કદાચ એ માહિતી તમારા માટે જ હોય. જરા વિચારો, લોતના અહેવાલથી તમને નિર્ણયો લેવા વિશે શું શીખવા મળી શકે?
દુનિયા માટે પ્રેમ રાખશો નહિ (૧યો ૨:૧૫) વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
આખા દિવસ દરમિયાન કઈ રીતે બતાવી શકું કે બાઇબલને હું કીમતી ગણું છું?