બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧-૩
“હું જે છું તે છું”
યહોવાએ મુસાને પોતાના વિશે એક મહત્ત્વની વાત જણાવી. એ હતી, પોતાનો હેતુ પૂરો કરવા તે ચાહે એ બની શકે છે. પણ એવું કરવા તે પોતાનાં ધોરણોમાં બાંધછોડ કરતા નથી. જેમ એક માતા-પિતા પોતાનાં બાળકની સંભાળ રાખવા અલગ અલગ પ્રકારનું કામ કરે છે. એવી જ રીતે યહોવા પોતાનાં બાળકોની સંભાળ રાખવા જે ચાહે એ બની શકે છે.
મારી સંભાળ રાખવા યહોવા શું બન્યા હતા?