યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—કેમેરા કે ઇન્ટરકૉમથી સાક્ષી આપો
કેમ મહત્ત્વનું: આજે ટૅક્નોલૉજી ઘણી વધી ગઈ છે. એની સાથે ગુનાઓ પણ એટલા જ વધી ગયા છે. એટલે લોકો ઘરની બહાર કેમેરા અને ઇન્ટરકૉમ લગાવે છે. આપણને કેમેરા અને ઇન્ટરકૉમ પર સાક્ષી આપવાનો ડર લાગી શકે. કેમ કે આપણે લોકોને જોઈ શકતા નથી, પણ તેઓ આપણને જોઈ શકે છે. પૂરા ભરોસાથી કેમેરા અને ઇન્ટરકૉમ પર સાક્ષી આપવા આપણને નીચે આપેલાં સૂચનો મદદ કરશે.
કઈ રીતે કરી શકીએ:
ઘરમાલિક આપણું સાંભળે એવી આશા રાખીએ. જેઓના ઘરની બહાર કેમેરા કે ઇન્ટરકૉમ છે, તેઓમાંના ઘણા આપણી સાથે વાત કરવા તૈયાર હોય છે
યાદ રાખો કે તમે બેલ વગાડો એ પહેલાં જ અમુક કેમેરામાં રેકોર્ડિંગ શરૂ થઈ જાય છે. ધ્યાન રાખો કે તમે જેવા દરવાજાની નજીક જાઓ ત્યારે, ઘરમાલિક તમને જોતા કે સાંભળતા હોય શકે
ઘરમાલિક અંદરથી પૂછે ત્યારે કેમેરા કે ઇન્ટરકૉમ પર એવી રીતે વાત કરો, જાણે ઘરમાલિક સાથે મોઢામોઢ વાત કરતા હો. સ્માઈલ આપો અને સારા હાવભાવ રાખો. તમે જે રીતે તૈયારી કરી હોય એ જ રીતે વાત કરો. કેમેરો હોય તો તમારો ચહેરો એનાથી દૂર રાખો. ઘરમાલિક જવાબ ન આપે તો કોઈ સંદેશો છોડી જશો નહિ
ભૂલશો નહિ કે વાત પૂરી થયા પછી તમે અંદરોઅંદર શું વાત કરો છો, એ ઘરમાલિક જોઈ અને સાંભળી શકે છે. કારણ કે તમે હજુ પણ દરવાજા પાસે છો