વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr20 ડિસેમ્બર પાન ૧-૭
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૦
  • મથાળાં
  • ડિસેમ્બર ૭-૧૩
  • કીમતી રત્નો શોધીએ
  • ડિસેમ્બર ૧૪-૨૦
  • કીમતી રત્નો શોધીએ
  • ડિસેમ્બર ૨૧-૨૭
  • કીમતી રત્નો શોધીએ
  • ડિસેમ્બર ૨૮–જાન્યુઆરી ૩
  • કીમતી રત્નો શોધીએ
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૦
mwbr20 ડિસેમ્બર પાન ૧-૭

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

ડિસેમ્બર ૭-૧૩

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧૦-૧૧

“કુટુંબના સભ્યો કરતાં યહોવાને વધારે પ્રેમ કરવો જોઈએ”

(લેવીય ૧૦:૧, ૨) અને હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ પોતપોતાનું ધૂપપાત્ર લઈને, ને તેમાં અગ્‍નિ મૂકીને, ને તે પર ધૂપ નાખીને યહોવાની આગળ પારકો, એટલે જે વિશે તેણે તેઓને આજ્ઞા કરી ન હતી, એવો અગ્‍નિ ચઢાવ્યો. ૨ અને યહોવાની આગળથી અગ્‍નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા, ને તેઓ યહોવાની સંમુખ માર્યા ગયા.

it-૧-E ૧૧૭૪

નિયમ વિરુદ્ધ

નિયમ વિરુદ્ધ ચઢાવેલો અગ્‍નિ અને ધૂપ. લેવીય ૧૦:૧માં જણાવે છે કે હારૂનના દીકરા નાદાબ અને અબીહૂએ નિયમ વિરુદ્ધ યહોવાને ધૂપ ચઢાવ્યો. એટલે યહોવાએ અગ્‍નિ મોકલીને તેઓને મારી નાખ્યા. (લેવી ૧૦:૧, ૨; ગણ ૩:૪; ૨૬:૬૧) યહોવાએ હારૂનને જણાવ્યું: “જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં જાઓ ત્યારે દ્રાક્ષારસ કે દારૂ ન પીઓ, રખેને તમે માર્યા જાઓ; તમારી વંશપરંપરા સદાને માટે આ વિધિ થાય; અને તમે પવિત્ર તથા સાધરણની વચ્ચે, ને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો; અને જે વિધિઓ યહોવાએ મૂસાની હસ્તક તેઓને ફરમાવ્યા છે, તે સર્વ તમે ઇઝરાયેલ પુત્રોને શીખવો.” (લેવી ૧૦:૮-૧૧) આના પરથી લાગે છે કે નાદાબ અને અબીહૂએ દારૂના નશામાં યહોવાને ધૂપ ચઢાવ્યો હતો. બની શકે કે નિર્ગમન ૩૦:૩૪, ૩૫માં જણાવ્યા પ્રમાણે તેઓએ ધૂપ તૈયાર ન કર્યો હતો. એવું પણ બની શકે ધૂપ યોગ્ય સમયે, જગ્યાએ અને રીતે ચઢાવ્યો ન હતો. જો કોઈ આ રીતે ધૂપ ચઢાવે તો એ નિયમ વિરુદ્ધ ગણાતું. ગમે એ હોય, તેઓ એવું બહાનું કાઢી ન શકે કે નશામાં હોવાના લીધે તેઓથી ભૂલ થઈ ગઈ.

(લેવીય ૧૦:૪, ૫) અને મુસાએ હારુનના કાકા ઉઝઝીએલના દીકરા મીશાએલને તથા એલસાફાનને બોલાવીને તેઓને કહ્યું, કે અહીં આવીને તમારા ભાઈઓને પવિત્રસ્થાનની આગળથી છાવણીની બહાર લઈ જાઓ. ૫ તેથી તેઓ પાસે ગયા, ને મુસાની આજ્ઞા પ્રમાણે તેઓ પહેરેલા અંગરખા સમેત તેમને છાવણી બહાર લઈ ગયા.

(લેવીય ૧૦:૬, ૭) અને મુસાએ હારુનને તથા તેના પુત્રો એલઆઝારને તથા ઈથામારને કહ્યું, કે તમારા માથાના વાળ છોડી નાખતા નહિ, ને તમારાં વસ્ત્રો ફાડતા નહિ, રખેને તમે માર્યા જાઓ, ને રખેને આખી જમાત પર તે કોપાયમાન થાય; પણ જે જ્વાળા યહોવાએ સળગાવી છે, તેને લીધે તમારા ભાઈઓ, એટલે ઈસ્રાએલનું આખું ઘર, વિલાપ કરો. ૭ અને તમારે મુલાકાતમંડપના બારણાની બહાર ન જવું, રખેને તમે માર્યા જાઓ; કેમ કે તમારે શિર યહોવાનું અભિષેકનું તેલ છે. અને તેઓએ મુસાના કહેવા મુજબ કર્યું.

w૧૧ ૭/૧ ૩૧ ¶૧૬

ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા તમારે શું કરવું જોઈએ?

૧૬ મુસાના ભાઈ હારૂનનો વિચાર કરો. તેમના પુત્ર નાદાબ અને અબીહૂએ યહોવાહની આજ્ઞા વિરુદ્ધ ધૂપ ચઢાવ્યો. યહોવાહે અગ્‍નિથી તે બંનેનો નાશ કર્યો. વિચાર કરો કે હારૂન પર શું વીત્યું હશે! આ ઉપરાંત બીજી પણ એક બાબતના લીધે હારૂન અને તેમના કુટુંબના દુઃખમાં વધારો થયો. યહોવાહે હારૂન અને તેમના બીજા પુત્રોને શોક ન પાળવા કહ્યું. મુસા દ્વારા યહોવાહે કહ્યું: “તમારા માથાના વાળ છોડી નાખતા નહિ, ને તમારાં વસ્ત્રો ફાડતા નહિ, રખેને તમે માર્યા જાઓ, ને રખેને આખી જમાત પર તે કોપાયમાન થાય.” (લેવી. ૧૦:૧-૬) આમાંથી આપણને શીખવા મળે છે કે મંડળને છોડી દેનાર કુટુંબીજનો કરતાં, યહોવાહને વધારે પ્રેમ કરવો જોઈએ.

કીમતી રત્નો શોધીએ

(લેવીય ૧૦:૮-૧૧) અને યહોવાએ હારુનને કહ્યું, કે ૯ જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં જાઓ ત્યારે દ્રાક્ષારસ કે દારૂ ન પીઓ, રખેને તમે માર્યા જાઓ; તમારી વંશપરંપરા સદાને માટે આ વિધિ થાય; ૧૦ અને તમે પવિત્ર તથા સાધારણની વચ્ચે, ને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો; ૧૧ અને જે વિધિઓ યહોવાએ મુસાની હસ્તક તેઓને ફરમાવ્યા છે, તે સર્વ તમે ઈસ્રાએલ પુત્રોને શીખવો.

w૧૪ ૧૧/૧૫ ૧૭ ¶૧૮

આપણાં વાણી-વર્તન પવિત્ર રાખીએ

૧૮ પવિત્ર રહેવા આપણે ઈશ્વરનાં વચનો ધ્યાનથી તપાસવાં જોઈએ અને ઈશ્વરના કહ્યાં મુજબ કરવું જોઈએ. વિચાર કરો કે, હારૂનના દીકરા નાદાબ અને અબીહૂ શા માટે માર્યા ગયા. ‘યહોવાએ જે વિશે તેઓને આજ્ઞા કરી ન હતી, એવો અગ્‍નિ’ ચઢાવવાના કારણે. કદાચ, એ સમયે તેઓ નશામાં હતા. (લેવી. ૧૦:૧, ૨) એમ શાને આધારે કહી શકાય? ધ્યાન આપો કે તેઓનો નાશ થયા પછી યહોવાએ હારૂનને શું કહ્યું. (લેવીય ૧૦:૮-૧૧ વાંચો.) શું એ અહેવાલ એમ કહેવા માંગે છે કે સભામાં જતાં પહેલાં દારૂવાળું કોઈ પણ પીણું ન પીવાય? જરા આનો વિચાર કરો: આપણે મુસા દ્વારા અપાયેલા નિયમને બંધાયેલા નથી. (રોમ. ૧૦:૪) ઉપરાંત, અમુક દેશોમાં જમતી વખતે એવાં પીણાં પીવાનો રિવાજ છે. ત્યાંના ભાઈ-બહેનો સભામાં જતાં પહેલા વાજબી માત્રામાં એવાં પીણાં પીવે છે. હવે ઈસુના સમયનો વિચાર કરો. પાસ્ખાપર્વના ભોજન વખતે ત્યાં દ્રાક્ષદારૂના ચાર પ્યાલા હતા. પ્રભુના સાંજના ભોજનની શરૂઆત કરવા તેમણે પોતાના લોહીને રજૂ કરતો એ દ્રાક્ષદારૂ શિષ્યોને પીવા આપ્યો હતો. (માથ. ૨૬:૨૭) બાઇબલ પ્રમાણે તો, અતિશય દારૂ પીવો અથવા એની લતમાં પડવું એકદમ ખરાબ છે. (૧ કોરીં. ૬:૧૦; ૧ તીમો. ૩:૮) જેઓનું મન ડંખે તેઓ યહોવાની ભક્તિમાં ભાગ લેતા પહેલાં દારૂ પીવાનું ટાળે છે. જોકે, દરેક દેશના કાયદા અને રિવાજ જુદા હોય છે. તેથી, મહત્ત્વનું છે કે ઈશ્વરભક્તો “શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ” પારખે, જેથી પવિત્ર રહી શકે અને યહોવાને ખુશ કરી શકે.

(લેવીય ૧૧:૮) તેઓનું માંસ ન ખાવું, તથા તેઓનાં મુડદાંનો સ્પર્શ ન કરવો; તેઓ તમને અશુદ્ધ છે.

it-૧-E ૧૧૧ ¶૫

પ્રાણીઓ

ખોરાકને લગતો નિયમ ફક્ત એવા લોકોને લાગુ પડતો હતો, જેઓ મુસાના નિયમ પ્રમાણે જીવતા હતા. લેવીય ૧૧:૮માં જણાવ્યું હતું: ‘એવાં પ્રાણીઓ તમારા માટે અશુદ્ધ છે.’ ઈસુએ આપેલી કુરબાનીના લીધે મુસાના નિયમને રદ કરવામાં આવ્યો હતો. એટલે જળપ્રલય પછી નૂહને આપેલા નિયમ પ્રમાણે હવે મનુષ્યો ખોરાક તરીકે બધા પ્રાણીઓ ખાઈ શકે.—કોલ ૨:૧૩-૧૭; ઉત ૯:૩, ૪.

બાઇબલ વાંચન

(લેવીય ૧૦:૧-૧૫)

ડિસેમ્બર ૧૪-૨૦

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧૨-૧૩

“રક્તપિત્ત વિશેના નિયમોમાંથી શીખીએ”

(લેવીય ૧૩:૪, ૫) જો તેના શરીરની ત્વચામાં ચળકતું ચિહ્‍ન ધોળું હોય, ને તે ત્વચા કરતાં ઊંડું દેખાતું ન હોય, ને તેની ઉપરના વાળ ધોળા થઈ ગયા ન હોય, તો યાજક તેવા રોગીને સાત દિવસ પૂરી રાખે; ૫ અને સાતમે દિવસે યાજક તેને તપાસે; અને જો રોગ તેને તેવો ને તેવો જ રહેલો જણાય, ને રોગ ત્વચામાં પસર્યો ન હોય, તો યાજક બીજા સાત દિવસ સુધી તેને પૂરી રાખે;

wp૧૮.૧-E ૭

જૂની-પુરાણી કે આધુનિક?

• બીમાર લોકોને અલગ રાખવા.

૭૦૦ વર્ષ પહેલાં મહામારીઓ ફેલાઈ હતી. એ સમયે ડૉક્ટરોને ખબર પડી કે ચેપી રોગથી પીડાતા લોકોને બીજાઓથી અલગ રાખવા જોઈએ. જોકે આ બનાવના ઘણા વર્ષો પહેલાં, ઈશ્વરે તેમના સેવક મૂસા દ્વારા નિયમ આપ્યો હતો કે રક્તપિત્તથી પીડાતા લોકોને અલગ રાખવા. આજે પણ મેડિકલ ક્ષેત્રમાં આ સિદ્ધાંત પાળવામાં આવે છે.—લેવીય, અધ્યાય ૧૩ અને ૧૪.

(લેવીય ૧૩:૪૫, ૪૬) અને કોઢના દરદીનાં વસ્ત્ર ફાડી નંખાય, ને તે ઉઘાડે માથે ફરે, ને તે પોતાના ઉપલા હોઠ પર મૂમતી બાંધે, ને એવી બૂમ પાડે, કે અશુદ્ધ, અશુદ્ધ. ૪૬ જેટલા દિવસ તેનો રોગ રહે તેટલા દિવસ તે અશુદ્ધ ગણાય; તે અશુદ્ધ છે; તે એકલો રહે; છાવણી બહાર તેનું રહેઠાણ થાય.

wp૧૬.૪ ૯ ¶૧

શું તમે જાણો છો?

પ્રાચીન સમયમાં, યહુદીઓ રક્તપિત્તની બીમારીથી ખૂબ ડરતા હતા. એ ભયંકર બીમારી વ્યક્તિના જ્ઞાનતંતુઓ પર હુમલો કરીને કાયમી નુકસાન પહોંચાડે છે અને તેને કદરૂપી બનાવી દે છે. એ સમયે રક્તપિત્તનો કોઈ ઇલાજ ન હતો. એ બીમારી થતી તેઓને અલગ રાખવામાં આવતા અને તેઓએ પોતાની સ્થિતિ વિશે બીજાઓને ચેતવવાના હતા.—લેવીય ૧૩:૪૫, ૪૬.

(લેવીય ૧૩:૫૨) અને તે રોગવાળા વસ્ત્રને તે બાળી નાખે, પછી તે ચેપ તાણાને કે વાણાને, શણના લૂગડાને કે ઊનનાને, કે ચામડાની હરકોઈ વસ્તુને લાગેલો હોય તો પણ; કેમ કે તે કોહવાડતો કોઢ છે; તેને આગમાં બાળી નાખવું.

(લેવીય ૧૩:૫૭) અને જો તે હજી પણ તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં, અથવા ચામડાની હરકોઈ વસ્તુમાં દેખાય, તો તે પસરવા લાગ્યો છે; રોગવાળી વસ્તુને તારે આગમાં બાળી નાખવી.

it-૨-E ૨૩૮ ¶૩

રક્તપિત્ત

કપડાં અને ઘરોમાં. ઊન, કાપડ કે ચામડાની વસ્તુઓને પણ રક્તપિત્તના રોગની અસર થઈ શકે છે. એની અસર થયેલી વસ્તુઓને ધોવાથી એ રોગ નીકળી જતો. તોપણ એને અમુક દિવસો સુધી અલગ રાખવામાં આવતી. પણ જો કોઈ વસ્તુ પર લીલા-પીળા કે લાલ રંગના ડાઘ જોવા મળે તો એ ચેપી રોગ કહેવાતો. એ વસ્તુને બાળી નાખવામાં આવતી. (લેવી ૧૩:૪૭-૫૯) જો ઘરની દીવાલ પર આવા લીલા-પીળા અથવા લાલ રંગના ડાઘ દેખાય તો યાજક એ ઘરને અમુક દિવસો માટે બંધ કરાવી દેતા. અમુક સંજોગોમાં યાજક ડાઘ લાગેલા પથ્થરને દીવાલમાંથી કાઢી નાખવાનું કહેતા. એટલું જ નહિ, અસર થયેલી દીવાલને અંદરથી પણ ખોતરી કાઢવામાં આવતી. ખોતરી કાઢેલાં પથ્થર કે લીંપણને શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવામાં આવતાં. એમ કર્યા પછી પણ જો ઘરમાં ફરીથી ડાઘ લાગે, તો યાજક એ ઘરને અશુદ્ધ જાહેર કરતો. એ ઘરને તોડી નાખવામાં આવતું. એના કચરાને પણ અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવામાં આવતો. જો એ ઘરને ફરી ડાઘ ન લાગે, તો એને અશુદ્ધ હાલતમાંથી શુદ્ધ કરવા યાજક અમુક પગલાં ભરતા. પછી જાહેર કરતા કે એ ઘર શુદ્ધ છે. (લેવી ૧૪:૩૩-૫૭) અમુક લોકોનું માનવું છે કે કપડાં અને ઘરોમાં થતો રક્તપિત્ત એક પ્રકારની ફૂગ હતી. જોકે એમ કહેવું અઘરું છે.

કીમતી રત્નો શોધીએ

(લેવીય ૧૨:૨) ઈસ્રાએલ પુત્રોને એમ કહે, કે કોઈ સ્ત્રીને હમેલ રહીને તેને પુત્ર અવતરે, ત્યારે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય; ઋતુને સમયે થાય છે, તેમ તે અશુદ્ધ ગણાય.

(લેવીય ૧૨:૫) પણ જો તેને પુત્રી થાય તો બે અઠવાડિયાં સુધી, ઋતુને સમયે થાય છે તેમ, તે અશુદ્ધ ગણાય; અને તેનું શુદ્ધિકરણ થતાં સુધી છાસઠ દિવસ સુધી તે સુવાવડી ગણાય.

w૦૪ ૫/૧૫ ૨૩ ¶૨

લેવીયના મુખ્ય વિચારો

૧૨:૨, ૫—બાળકને જન્મ આપવાથી શા માટે સ્ત્રી “અશુદ્ધ” બનતી? યહોવાહે મનુષ્યને એવી રીતે બનાવ્યા કે તેઓના સંપૂર્ણ બાળકો થઈ શકે. પરંતુ, આદમ અને હવાના પાપને લીધે બધા મનુષ્યો પર પાપનો દાઘ આવ્યો. તેથી, અમુક સમય સુધી “અશુદ્ધ” રહેવાથી લોકોને યાદ આવી જતું કે સર્વમાં પાપનો દાઘ છે. તેમ જ, જ્યારે દર મહિને સ્ત્રીઓ માસિક સ્રાવમાં આવી હોય, કે પુરુષને ઊંઘમાં વીર્યપાત થાય ત્યારે તેઓ થોડા સમય માટે અશુદ્ધ બની જતા. આમ, લોકો કદી ભૂલી શકતા ન હતા કે તેઓમાં પાપનો દાઘ છે. (લેવીય ૧૫:૧૬-૨૪; ગીતશાસ્ત્ર ૫૧:૫; રોમનો ૫:૧૨) આ નિયમો લોકોને યાદ દેવડાવતા કે પાપમાંથી મુક્ત થવા માટે કોઈ સંપૂર્ણ માણસની કુરબાનીની જરૂર હતી. તેથી, ‘ખ્રિસ્તની પાસે લાવવા સારૂ નિયમશાસ્ત્ર તેઓનું બાળશિક્ષક હતું.’—ગલાતી ૩:૨૪.

(લેવીય ૧૨:૩) અને આઠમે દિવસે તે પુત્રની સુનત કરવી.

wp૧૮.૧-E ૭

જૂની-પુરાણી કે આધુનિક?

• સુન્‍નત આઠમા દિવસે કરાવવી.

ઈશ્વરે નિયમ આપ્યો હતો કે છોકરાના જન્મના આઠમા દિવસે તેની સુન્‍નત કરાવવી. (લેવીય ૧૨:૩) નવાં જન્મેલાં બાળકોમાં લોહી જામવાની પ્રક્રિયા એક અઠવાડિયા પછી સારી રીતે કામ કરવા લાગે છે. પણ જો અઠવાડિયું પૂરું થાય એ પહેલાં બાળકની સુન્‍નત કરવામાં આવે તો તેને નુકસાન થઈ શકે. તે સમયે આજના જેવી આધુનિક સારવાર ન હતી. એટલે એ નિયમ પાળવાથી તે સમયના લોકોને ફાયદો થયો હશે.

બાઇબલ વાંચન

(લેવીય ૧૩:૯-૨૮)

ડિસેમ્બર ૨૧-૨૭

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧૪-૧૫

“યહોવા ચાહે છે કે તેમના ભક્તો શુદ્ધ રહે”

(લેવીય ૧૫:૧૩-૧૫) અને જ્યારે સ્રાવવાળો પોતાના સ્રાવથી શુદ્ધ થાય, ત્યારે તે પોતાના શુદ્ધિકરણને વાસ્તે પોતાને માટે સાત દિવસ ગણે, ને પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે; અને તે વહેતા પાણીમાં પોતાનું અંગ ધોઈને શુદ્ધ થાય. ૧૪ અને આઠમે દિવસે તે પોતાને માટે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લે, ને મુલાકાતમંડપના બારણા આગળ યહોવાની સંમુખ આવીને તેમને યાજકને આપે; ૧૫ અને યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણને માટે, ને બીજાને દહનીયાર્પણને માટે ચઢાવે; અને યાજક તેના સ્રાવને લીધે તેને માટે યહોવાની આગળ પ્રાયશ્ચિત્ત કરે.

it-૧-E ૨૬૩

સ્નાન કરવું

નિયમ પ્રમાણે ઇઝરાયેલીઓ કોઈ કારણને લીધે અશુદ્ધ થઈ જાય તો શુદ્ધ થવા તેમણે પાણીથી નહાવાનું હતું. જો એમ ન કરે તો તેઓ ભક્તિને લગતું કોઈ કામ ન કરી શકે. વ્યક્તિ ક્યારે અશુદ્ધ ગણાતી? રક્તપિત્તમાંથી સાજા થયેલા વ્યક્તિએ શુદ્ધ થવા નહાવું પડતું. તેમજ સ્ત્રાવવાળો પુરુષ, વીર્યનો સ્રાવવાળો પુરુષ, માસિક સ્રાવ કે સતત રક્તસ્રાવથી સાજી થયેલી સ્ત્રી કે પછી જાતીય સંબંધ બાંધનાર વ્યક્તિ અને તેઓએ અડકેલી વસ્તુઓ અશુદ્ધ ગણાતી. જે કોઈ એ વસ્તુઓને અડકે તો તે પણ અશુદ્ધ ગણાય. એ વ્યક્તિએ શુદ્ધ થવા માટે નહાવું પડતું. (લેવી ૧૪:૮,૯; ૧૫:૪-૨૭) જો કોઈ વ્યક્તિ શબને અડકે અથવા શબ મૂક્યું હોય એવા તંબુમાં જાય, તો તે અશુદ્ધ ગણાતી. શુદ્ધ કરવા તેના પર પાણી છાંટવામાં આવતું. વ્યક્તિ નિયમ પ્રમાણે ન કરે તો તેને “મંડળીમાંથી અલગ કરાય [મોતની સજા થતી, NW], કેમ કે તેણે યહોવાના પવિત્રસ્થાનને વટાળ્યું છે.” (ગણ ૧૯:૨૦) નહાવું યહોવાની નજરમાં શુદ્ધ થવાને દર્શાવે છે. (ગી ૨૬:૬; ૭૩:૧૩; યશા ૧:૧૬; હઝ ૧૬:૯) ઈશ્વરનાં વચનને પાણી સાથે સરખાવવામાં આવ્યું છે. એનાથી વ્યક્તિ પોતાને શુદ્ધ કરી શકે છે.—એફે ૫:૨૬.

(લેવીય ૧૫:૨૮-૩૦) પણ જો તે પોતાના સ્રાવથી શુદ્ધ થાય, તો તે પોતાને માટે સાત દિવસ ગણે, ને ત્યાર પછી તે શુદ્ધ ગણાય. ૨૯ અને આઠમે દિવસે તે પોતાને માટે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લે, ને તેઓને મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે લાવે. ૩૦ અને યાજક તેમાંથી એકને પાપાર્થાર્પણને માટે, ને બીજાને દહનીયાર્પણને માટે ચઢાવે; અને યાજક તેના સ્રાવની અશુદ્ધતાને લીધે તેને માટે યહોવાની આગળ પ્રાયશ્ચિત્ત કરે.

it-૨-E ૩૭૨ ¶૨

માસિક સ્રાવ

કોઈ સ્ત્રીને માસિકના દિવસોમાં રક્તસ્ત્રાવ થાય અથવા ‘માસિકના દિવસો ઉપરાંત સ્રાવ ચાલુ રહ્યો હોય’ તો તે અશુદ્ધ ગણાતી. એ સમયગાળામાં તે જ્યાં સૂએ અને બેસે એ બધી વસ્તુઓ અને એ વસ્તુને અડકનાર પણ અશુદ્ધ ગણાતા. રક્તસ્રાવ બંધ થાય પછી તેણે સાત દિવસ ગણવા અને પછી તે શુદ્ધ ગણાતી. આઠમા દિવસે તે યાજક પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવતી. યહોવા આગળ પ્રાયશ્ચિત કરવા સ્ત્રી માટે યાજક એકને પાપ અર્પણ અને બીજાને અગ્‍નિ અર્પણ તરીકે ચઢાવતો.—લેવી ૧૫:૧૯-૩૦.

(લેવીય ૧૫:૩૧) એમ ઈસ્રાએલ પુત્રોને તેઓની અશુદ્ધતાથી અળગા કરો; રખેને મારો જે મંડપ તેઓની મધ્યે છે, તેને અશુદ્ધ કરીને તેઓ માર્યા જાય.

it-૧-E ૧૧૩૩

પવિત્ર જગ્યા

૨. મંડપ અને પછી મંદિર. નિયમ પ્રમાણે મંડપ અને એનું આંગણું પવિત્ર જગ્યા ગણાતી. સમય જતાં જ્યારે મંદિર બનાવવામાં આવ્યું ત્યારે એ મંદિર અને એનું આંગણું પવિત્ર જગ્યા ગણાતી. (નિર્ગ ૩૮:૨૪; ૨કા ૨૯:૫; પ્રેકા ૨૧:૨૮) એ આંગણામાં શું જોવા મળતું? અર્પણની વેદી અને પિત્તળનો હોજ, એ વસ્તુઓ પવિત્ર હતી. એ આંગણામાં કોણ જઈ શકતું? નિયમ પ્રમાણે ફક્ત શુદ્ધ વ્યક્તિ જ મંડપના આંગણામાં જઈ શકતી. પણ અશુદ્ધ વ્યક્તિ એમાં જઈ શકતી ન હતી. દાખલા તરીકે, અશુદ્ધ સ્ત્રી પવિત્ર જગ્યામાં જઈ ન શકતી કે પવિત્ર વસ્તુને અડકી ન શકતી. (લેવી ૧૨:૨-૪) એનાથી જોવા મળે છે કે જો કોઈ ઇઝરાયેલી અશુદ્ધ હોય અને પોતાને શુદ્ધ કરાવ્યા વગર મંડપમાં જાય, તો તે મંડપને પણ અશુદ્ધ કરતો. (લેવી ૧૫:૩૧) રક્તપિત્તમાંથી સાજી થયેલી વ્યક્તિ શુદ્ધ થવા અર્પણ લઈને ફક્ત મંડપના પ્રવેશદ્વાર સુધી જ જઈ શકતી. (લેવી ૧૪:૧૧) કોઈ પણ અશુદ્ધ વ્યક્તિ પવિત્ર આંગણામાં કે મંદિરમાં શાંતિ અર્પણ ખાય ન શકતી. જો તે ખાય તો તેને મોતની સજા કરવામાં આવતી.—લેવી ૭:૨૦, ૨૧.

કીમતી રત્નો શોધીએ

(લેવીય ૧૪:૧૪) અને તે યાજક દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને, જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર ચોપડે;

(લેવીય ૧૪:૧૭) અને પોતાની હથેલીમાં જે તેલ બાકી રહે તેમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર, તથા દોષાર્થાર્પણના રક્ત પર યાજક ચોપડે;

(લેવીય ૧૪:૨૫) અને દોષાર્થાર્પણનો હલવાન તે કાપે, ને યાજક તે દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર તે ચોપડે;

(લેવીય ૧૪:૨૮) અને યાજક પોતાની હથેલીમાંના તેલમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંદૂઠા પર, દોષાર્થાર્પણના રક્તની જગા પર ચોપડે;

it-૧-E ૬૬૫ ¶૫

કાન

યાજકની નિયુક્તિ વખતે શું કરવું એ વિશે યહોવાએ મુસાને અમુક આજ્ઞા આપી હતી. એ કઈ હતી? યાજકની નિયુક્તિ કરવા માટે આમ કરવાનું હતું. જેમ કે બલિદાન કરેલા ઘેટાનું થોડું લોહી લઈને હારૂન અને તેમના બધા દીકરાઓના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાડવાનું હતું. એ બતાવતું હતું કે તેઓએ યહોવાની વાતો ધ્યાનથી સાંભળવાની હતી, પોતાના હાથેથી તેમની સેવા કરવાની હતી અને તેમનાં માર્ગદર્શન પ્રમાણે ચાલવાનું હતું. (લેવી ૮:૨૨-૨૪) એવી જ રીતે, રક્તપિત્તથી સાજા થયેલા વ્યક્તિ માટે નિયમ પ્રમાણે યાજકે દોષ-અર્પણના ઘેટાનું થોડું લોહી અને તેલ તેના જમણા કાનની બૂટ પર લગાડવાનું હતું. (લેવી ૧૪:૧૪, ૧૭, ૨૫, ૨૮) એવી જ ગોઠવણ ચાકર માટે પણ કરવામાં આવી હતી. જો કોઈ ચાકર તેના માલિકનો જીવનભર દાસ રહેવા માંગતો હોય, તો તેનો માલિક તેને દરવાજા કે બારસાખ પાસે લાવે. પછી આરથી તેનો કાન વીંધે. એ નિશાની દર્શાવતી કે ચાકર હંમેશાં પોતાના માલિકના કહેવા પ્રમાણે કરશે.—નિર્ગ ૨૧:૫, ૬.

(લેવીય ૧૪:૪૩-૪૫) અને જો પથ્થર કાઢી નંખાવ્યા પછી તથા ઘર ખરપાવી નંખાવ્યા પછી તથા સાગોળ દેવડાવ્યા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે; ૪૪ તો યાજક આવીને તપાસ કરે, ને જુઓ, તે રોગ ઘરમાં પસયો હોય, તો જાણવું કે ઘરમાં કોહવાડતો કોઢ છે; તે અશુદ્ધ છે. ૪૫ અને તે ઘરને તેના પથ્થરો તથા તેના કાટ તથા તેના સઘળા ચૂના સુદ્ધાં તે તોડી પાડે; અને તે તેમને નગર બહાર ગંદકીની જગાએ લઈ જાય.

g ૪/૦૬ ૧૨, બૉક્સ

ફૂગ દોસ્ત કે દુશ્મન?

શું બાઇબલમાં ફૂગ વિષે જણાવ્યું છે?

બાઇબલ, ‘કોઈ ઘરમાં કોઢના રોગ’ વિષે જણાવે છે. એ ઇમારતમાં થયેલી ફૂગ વિષે જણાવે છે. (લેવીય ૧૪:૩૪-૪૮) બાઇબલમાં એને “કોહવાડતો કોઢ” એટલે જીવલેણ કોઢ પણ કહેવાય છે. ઘણા લોકોનું માનવું છે કે આ એક જાતની ફૂગ હતી. પણ એને ચોક્કસપણે કહેવું અઘરું છે. ભલે ગમે તે હોય, પરમેશ્વરના નિયમમાં ઘરનાં માલિકને એ આજ્ઞા આપવામાં આવી હતી કે, ઘરનાં એવા બધા પથ્થરોને કાઢી નાખે કે જેના પર એવા ડાઘા હોય. અને આખા ઘરની અંદરના પ્લાસ્ટરને કાઢી નાખવું. જે વસ્તુઓ પર ડાઘા હોય એને નગરની બહાર “ગંદકીની જગાએ” નાખી દેવી. જો કોઢ ફરીથી એ ઘરમાં આવે તો એ ઘરને અશુદ્ધ જાહેર કરવામાં આવતું. એને તોડી પાડવામાં આવતું અને એના કાટમાળને દૂર ફેંકી દેવામાં આવતો. યહોવાહ આ રીતે વિગતવાર શિક્ષણ આપતા કે શું કરવું. એ બતાવે છે કે પરમેશ્વરને પોતાના લોકો પર કેટલો પ્રેમ છે અને તેઓની તંદુરસ્તીનો કેટલો ખ્યાલ રાખે છે.

બાઇબલ વાંચન

(લેવીય ૧૪:૧-૧૮)

ડિસેમ્બર ૨૮–જાન્યુઆરી ૩

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧૬-૧૭

“પ્રાયશ્ચિત્તના દિવસથી આપણે શું શીખી શકીએ?”

(લેવીય ૧૬:૧૨) અને યહોવાની સંમુખની વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્‍નિના અંગારા, તથા પોતાના બંને ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની માંહેની બાજુએ તે લાવે;

w૧૯.૧૧ ૨૧ ¶૪

લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ?

૪ લેવીય ૧૬:૧૨, ૧૩ વાંચો. પ્રાયશ્ચિતના દિવસની જરા કલ્પના કરો. એ દિવસે પ્રમુખ યાજકે ત્રણ વાર પરમ પવિત્ર સ્થાનમાં જવાનું છે. તે પહેલી વાર મંડપમાં પ્રવેશે છે ત્યારે, તેમના એક હાથમાં સુગંધી ધૂપનું વાસણ અને બીજા હાથમાં સળગતા અંગારાથી ભરેલી સોનાની ધૂપદાની છે. પરમ પવિત્ર સ્થાનના પડદા પાસે તે થોડી વાર ઊભા રહે છે. તે પૂરા આદરથી પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશે છે અને કરારકોશ આગળ ઊભા રહે છે. એ તો જાણે યહોવા આગળ ઊભા રહેવા જેવું છે! પછી યાજક ધ્યાનથી પવિત્ર ધૂપ અંગારા પર નાખે છે અને આખો ઓરડો મહેકી ઊઠે છે. પછી તે ફરીથી પાપનાં અર્પણોનું લોહી લઈને પરમ પવિત્ર સ્થાનમાં આવવાના છે. તમે ધ્યાન આપ્યું? પાપનાં અર્પણો માટે લોહી ચઢાવતા પહેલાં તે ધૂપ બાળે છે.

(લેવીય ૧૬:૧૩) અને તે ધૂપને યહોવાની સંમુખ પેલા અગ્‍નિ પર તે નાખે, ને તેથી સાક્ષ્યકોશ ઉપરના દયાસનને ધુમાડો ઢાંકી નાખે, એ માટે કે તે માર્યો ન જાય;

w૧૯.૧૧ ૨૧ ¶૫

લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ?

૫ પ્રાયશ્ચિતના દિવસે ધૂપ વાપરવામાં આવતો. એમાંથી આપણે શું શીખી શકીએ? યહોવા વફાદાર ભક્તોની પ્રાર્થના સાંભળે છે. એ પ્રાર્થનાને બાઇબલમાં ધૂપ સાથે સરખાવવામાં આવી છે. (ગીત. ૧૪૧:૨; પ્રકટી. ૫:૮) યાદ કરો, પ્રમુખ યાજક પૂરા આદરથી યહોવાની હાજરીમાં ધૂપ લાવતા. એવી જ રીતે, આપણે પણ પૂરા આદરથી યહોવાને પ્રાર્થના કરીએ છીએ. વિશ્વના સર્જનહાર આપણને તેમની પાસે આવવા દે છે. જેમ એક બાળકનો પિતા સાથે નજીકનો સંબંધ હોય છે, તેમ આપણે પણ યહોવા સાથે નજીકનો સંબંધ રાખી શકીએ છીએ. એ માટે આપણે કેટલા આભારી છીએ! (યાકૂ. ૪:૮) આપણને તેમના મિત્ર બનવાનો લહાવો મળ્યો છે. (ગીત. ૨૫:૧૪) એ લહાવાની આપણે એટલી કદર કરીએ છીએ કે, યહોવાને ક્યારેય નારાજ કરવા માંગતા નથી.

(લેવીય ૧૬:૧૪, ૧૫) અને વાછરડાના રક્તમાંનું લઈને તે પોતાની આંગળી વડે પૂર્વ ગમ દયાસન પર છાંટે; અને તે રક્તમાંનું સાત વાર પોતાની આંગળી વડે દયાસનની સામે તે છાંટે. ૧૫ અને ત્યાર પછી લોકોને માટે પાપાર્થાર્પણનો જે બકરો તેને તે કાપે, ને તેનું રક્ત પડદાની અંદરની બાજુએ લાવે, ને જેમ તેણે બળદના રક્તનું કર્યું તેમ તે તેના રક્તનું પણ કરે, એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે;

w૧૯.૧૧ ૨૧ ¶૬

લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ?

૬ આપણે જોઈ ગયા કે, પ્રમુખ યાજક અર્પણ ચઢાવતા પહેલાં ધૂપ બાળતા હતા. એમ કરીને તે ખાતરી કરતા કે અર્પણ ચઢાવતી વખતે તેમના પર યહોવાની કૃપા છે. એમાંથી આપણને ઈસુ વિશે શીખવા મળે છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, માણસોના ઉદ્ધાર માટે તે પોતાના જીવનનું બલિદાન આપવાના હતા. એનાથી પણ મહત્ત્વનું બીજું કંઈક હતું. યહોવા તેમનું બલિદાન સ્વીકારે એ માટે તેમણે પૃથ્વી પરના જીવન દરમિયાન યહોવાની આજ્ઞા વફાદારીથી પાળવાની હતી. એમ કરીને ઈસુએ બતાવવાનું હતું કે યહોવાના માર્ગે ચાલવું, એ જ જીવવાની સાચી રીત છે. ઈસુએ સાબિત કરવાનું હતું કે ફક્ત યહોવાને જ રાજ કરવાનો હક છે અને રાજ કરવાની તેમની જ રીત યોગ્ય છે.

કીમતી રત્નો શોધીએ

(લેવીય ૧૬:૧૦) પણ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે, તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત્ત કરવાને યહોવાની સંમુખ તેને જીવતો રજૂ કરવો.

w૦૯ ૮/૧ ૧૨ ¶૧૭

પૃથ્વી પર અમર જીવન, ઈશ્વરનું વચન!

૧૭ હવે મુસાના નિયમમાં આપેલા અઝાઝેલને સારું વપરાતા બકરાનો વિચાર કરો. વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના દિવસે મુખ્ય યાજક ‘જીવતા બકરાના માથા ઉપર પોતાના બન્‍ને હાથ મૂકે, ને તેના ઉપર ઈસ્રાએલપુત્રોના સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે; બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિર ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે.’ (લેવી. ૧૬:૭-૧૦, ૨૧, ૨૨) મસીહે પણ “ઘણાઓનાં પાપ માથે લીધાં.” યશાયાહની ભવિષ્યવાણી જણાવે છે કે મસીહે બધાનાં “દરદ” અને “દુઃખ” માથે લઈ લીધાં. આમ, તેમણે હંમેશ માટેના જીવનનો રસ્તો ખુલ્લો કરી આપ્યો.—યશાયાહ ૫૩:૪-૬, ૧૨ વાંચો.

(લેવીય ૧૭:૧૦, ૧૧) અને ઈસ્રાએલના ઘરમાંનો, અથવા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓમાંનો જે કોઈ માણસ હરકોઈ જાતનું રક્ત ખાય, તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેના લોકો મધ્યેથી તેને અલગ કરીશ. ૧૧ કેમ કે શરીરનો જીવ રક્તમાં છે; અને વેદી પર બળિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત્ત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે; કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત્ત થાય છે, કારણ કે તેમાં જીવ છે.

w૧૪ ૧૧/૧૫ ૧૦ ¶૧૦

આપણે શા માટે પવિત્ર થવું જોઈએ?

૧૦ લેવીય ૧૭:૧૦ વાંચો. યહોવાએ “કોઈ જાતનું રક્ત” ન ખાવાની ઈસ્રાએલીઓને આજ્ઞા આપી હતી. આજે, એ આજ્ઞા આપણને પણ લાગુ પડે છે. તેથી, આપણે લોહીના ઉપયોગથી દૂર રહીએ છીએ, પછી એ મનુષ્યનું હોય કે પ્રાણીઓનું. (પ્રે.કૃ. ૧૫:૨૮, ૨૯) આપણે એવા વિચારથી પણ દૂર રહીએ છીએ, જેના લીધે યહોવા આપણો નકાર કરે અને પોતાના સંગઠનથી આપણને દૂર કરે. આપણે યહોવાને ચાહીએ છીએ અને તેમનું કહેવું કરવા માંગીએ છીએ. યહોવાને ન જાણનાર લોકો કદાચ ચાહે કે આપણે યહોવાની આજ્ઞા ન માનીએ. પરંતુ, આપણું જીવન દાવ પર હોય તોપણ આપણે તેઓની વાતોમાં આવીશું નહિ. લોહી ન લેવાને લીધે અમુક લોકો આપણી મજાક ઉડાવી શકે. તેમ છતાં, આપણે યહોવાને આધીન રહેવા માંગીએ છીએ. (યહુ. ૧૭, ૧૮) લોહી ન ખાવાના કે ન લેવાના આપણા નિર્ણયને મક્કમ રાખવામાં આપણને શું મદદ કરશે?—પુન. ૧૨:૨૩.

બાઇબલ વાંચન

(લેવીય ૧૬:૧-૧૭)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો