યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શમુએલ પાસેથી શીખીએ
શમુએલ નાના હતા ત્યારે એલીના દીકરાઓ હોફની અને ફીનહાસ દુષ્ટ કામો કરતા હતા. પણ શમુએલ એવા ન હતા. તે આખું જીવન યહોવાને વફાદાર રહ્યા. (૧શ ૨:૨૨-૨૬) શમુએલ મોટા થતા ગયા અને યહોવા તેમની સાથે હતા. (૧શ ૩:૧૯) શમુએલ વૃદ્ધ થયા, તોપણ યહોવાને માર્ગે ચાલતા રહ્યા. જ્યારે કે તેમના દીકરાઓએ યહોવાનો માર્ગ છોડી દીધો.—૧શ ૮:૧-૫.
શમુએલ પાસેથી તમને શું શીખવા મળ્યું? તમે યુવાન હોવ તો ભરોસો રાખો કે યહોવા તમારી મુશ્કેલીઓ અને લાગણીઓને સમજે છે. તેમના માર્ગે ચાલવા તે હિંમત આપશે. (યશા ૪૧:૧૦, ૧૩) માબાપો, જો તમારા બાળકે યહોવાને ભજવાનું છોડી દીધું હોય, તો હિંમત ન હારશો. યાદ રાખો કે શમુએલે ક્યારેય તેમના દીકરાઓને યહોવાના માર્ગે ચાલવા દબાણ કર્યું નહિ. તેમણે બધું યહોવા પર છોડી દીધું, પણ પોતે વફાદાર રહ્યા. એનાથી યહોવા ખુશ થયા. બની શકે કે તમારું ઉદાહરણ જોઈને તમારું બાળક યહોવા પાસે પાછું આવે.
તેઓ પાસેથી શીખો–શમુએલ વીડિયો જુઓ પછી આ સવાલોના જવાબ આપો:
શમુએલે નાનપણમાં કેવી હિંમત બતાવી?
ડેનીએ કેવી હિંમત બતાવી?
મોટી ઉંમરમાં પણ શમુએલે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?
જેઓ વફાદાર રહે છે તેઓને યહોવા સાથ આપે છે
ડેનીના મમ્મી-પપ્પાએ કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?