બાઇબલમાં રહેલો ખજાનો
શું તમે વિચાર્યા વગર કામ કરો છો?
દાઉદે નાબાલ પાસે મદદ માંગી હતી, એમાં કંઈ ખોટું ન હતું. પણ નાબાલે દાઉદ અને તેમના માણસોનું અપમાન કર્યું (૧શ ૨૫:૭-૧૧; ia ૭૮ ¶૧૦-૧૨)
દાઉદ વિચાર્યા વગર નાબાલના ઘરના દરેક પુરુષને મારી નાંખવા માંગતા હતા (૧શ ૨૫:૧૩, ૨૧, ૨૨)
અબીગાઈલે દાઉદને ખૂનના દોષી બનવાથી બચાવ્યા (૧શ ૨૫:૨૫, ૨૬, ૩૨, ૩૩; ia ૮૦ ¶૧૮)
પોતાને પૂછો: ‘જ્યારે હું ગુસ્સામાં હોઉં કે નિરાશ હોઉં, ત્યારે શું હું જે મનમાં આવે એ જ કરું છું? શું હું ખરીદી કરતી વખતે, જે ગમે એ બધું ખરીદી લઉં છું? કે પછી સમજી-વિચારીને કામ કરું છું?’—ની ૧૫:૨૮; ૨૨:૩.