વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧૨/૮ પાન ૨૮
  • વિશ્વને નિહાળતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વને નિહાળતા
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • કેથલિક અસ્પૃશ્ય?
  • બાળ અધિકાર
  • ખર્ચાળ નિઃશસ્ત્રીકરણ
  • વાસણ લૂછવાનો રૂમાલ તમને માંદા પાડી શકે
  • ઓપન-હાર્ટ વિડિયો સર્જરી
  • ટ્યુબરક્યુલોસિસ શાપ
  • એઈડ્‌સના કિસ્સાઓ હજુ વધી રહ્યા છે
  • પ્રસુતિની દુર્ઘટના
  • કંઈ પણ બગાડ થતો નથી
  • “મેડ કાવ ડિસીઝ”
  • જીત અને હાર
    સજાગ બનો!—૧૯૯૮
  • ફેફસાંના રોગ
    સજાગ બનો!—૧૯૯૯
  • વિશ્વને નિહાળતા
    સજાગ બનો!—૧૯૯૬
  • ટ્યૂબરક્યુલોસીસ ફરીથી હુમલો કરે છે!
    સજાગ બનો!—૧૯૯૬
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧૨/૮ પાન ૨૮

વિશ્વને નિહાળતા

કેથલિક અસ્પૃશ્ય?

_

ભારતમાં સૈકાઓ દરમ્યાન કહેવાતી અસ્પૃશ્ય જ્ઞાતિમાં જન્મેલા ઘણાઓ હિન્દુ ધર્મની જ્ઞાતિ વ્યવસ્થામાંથી છટકવાની આશાએ કેથલિક ધર્મમાં ધર્માંન્તર પામ્યા છે. “પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ પોતાની જ્ઞાતિમાંથી છુટકારો મેળવી શક્યા,” એમ પેરિસનું વર્તમાનપત્ર લ મોન્ડ કહે છે. ઊંચી જ્ઞાતિના ભારતીય કેથલિકોએ નીચી જ્ઞાતિના કેથલિકો સાથે અસ્પૃશ્ય તરીકે વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું છે. “પરિણામે,” લ મોન્ડ કહે છે, “જ્યારે નીચી અને ઊંચી જ્ઞાતિના કેથલિકો ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે, ત્યારે તેઓ જુદા જુદા વિભાગોમાં બેસે છે.”

બાળ અધિકાર

_

“બ્રાઝિલિયન બાળકો ઘરમાં હકૂમત ચલાવે છે, પોતાના માબાપના નિર્ણયોમાં અસર કરે છે, અને વર્ષે લગભગ $૫૦ અબજ (યુ.એસ.) વાપરે છે,” એમ વેઝા સામયિક અહેવાલ આપે છે. “બાળકો પોતે જ ટીવીના કાર્યક્રમો પસંદ કરે છે કેમ કે પુખ્તવયનાઓ બીજી બાબતોમાં વ્યસ્ત હોય છે. તેઓ મમ્મી કે પપ્પાની દેખરેખ વગર શાળાના પર્યટનોમાં જતાં હોય છે. . . . તેઓને પાર્ટીઓમાં મૂકી જવામાં આવે છે અને મિત્રોના ઘરોમાં સૂઈ જતા હોય છે.” આજે, ઘણા માબાપો “અગાઉની પેઢીઓનાં બાળકો કરતાં ઓછા આજ્ઞાધીન પણ આત્મનિર્ભર તથા સ્વતંત્ર હોય એવાં બાળકો પસંદ કરતા હોય છે.” પરંતુ માનસિક આરોગ્યના નિષ્ણાત આલ્બર્ટો પરેરા લીમા ફેલ્યો અનુસાર, “શિક્ષણકારો તરીકેની પોતાની ભૂમિકા ત્યજીને, [માબાપ] પોતાનાં બાળકો માટે સ્પષ્ટ મર્યાદા પૂરી પાડી શકતાં નથી.” એમાં નવાઈ નથી કે, એક અભ્યાસ બતાવે છે કે “૪૦ ટકા બાળકો પોતાનાં માબાપ કરતાં ફૂટબોલના ખેલાડીઓની વધારે પ્રશંસા કરતા હોય છે.”

ખર્ચાળ નિઃશસ્ત્રીકરણ

_

“જર્મન સંશોધકો અનુસાર, ૧૯૮૫થી ૧૯૯૪ વચ્ચે વિશ્વવ્યાપી લશ્કરી ખર્ચ લગભગ ૩૦ ટકા ઘટ્યો, અર્થાત્‌ ‘ફક્ત’ ૮૦૦ અબજ યુ.એસ. ડોલર થયો.” બોન ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કન્વર્ઝન (BICC, બીઆઈસીસી)એ કન્વર્ઝન સર્વે ૧૯૯૬ શીર્ષકવાળા પોતાના પ્રથમ વાર્ષિક પુસ્તકમાં એ હકીકતો પ્રકાશિત કરી. એ ૧૫૧ દેશોમાંથી ૮૨ દેશોએ પોતાનો લશ્કરી ખર્ચ ઘટાડ્યો, જ્યારે ૬૦ દેશોએ એ વધાર્યો. જર્મન સામયિક ફોકસ અનુસાર, “‘શાંતિના ડિવિડંડ’ માટેની આશા, એટલે કે, સહાય તથા સામાજીક કાર્યક્રમોના વિકાસ માટે અબજો ડોલરોની પુનઃવહેંચણી, હજુ પરિપૂર્ણ થઈ નથી.” BICCના નિષ્ણાતોએ જણાવ્યું: “લશ્કરી શસ્ત્રોમાંના ઘટાડાએ એવો ખર્ચ ઊભો કર્યો છે જે નિઃશસ્ત્રીકરણમાં બચાવવામાં આવેલા નાણાની અસરકારકતાને ભૂંસી નાખે છે.”

વાસણ લૂછવાનો રૂમાલ તમને માંદા પાડી શકે

_

વૈજ્ઞાનિકોને વાસણ લૂછવાના વપરાયેલા રૂમાલમાં તથા રસોડામાં વાસણ ઘસવાની વાદળીમાં હાનિકારક બેક્ટેરિયાનું મોટું પ્રમાણ મળ્યું. યુસી બર્કલી વેલનેસ લેટર અનુસાર, તાજેતરના એક અભ્યાસે પ્રગટ કર્યું કે ૫૦૦ ભીંજાયેલા રૂમાલ અને વાદળી તપાસતાં “બે તૃત્યાંશ જેટલાં રૂમાલ અને વાદળી લોકોને માંદા પાડી શકે એવા બેક્ટેરિયા ધરાવતા હતા.” લગભગ ચોથા ભાગમાં “સાલ્મનેલા કે સ્ટેફીલોકોકસ [બેક્ટેરિયા] હતા,” જે યુનાઈટેડ સ્ટેટ્‌સમાં “ખોરાકથી થતી બીમારીનાં બે આગળ પડતાં કારણો છે.” નિષ્ણાતો ભલામણ કરે છે કે વાદળીને નિયમિતપણે બદલવી જોઈએ અને વાસણ લૂછવાના રૂમાલને અવારનવાર ધોવા જોઈએ. “તમે રૂમાલ અને વાદળીને વાસણ ધોવાના મશીનમાં એઠાં વાસણો સાથે કે કપડા ધોવાના મશીનમાં મૂકી શકો,” એમ વેલનેસ લેટર કહે છે. એ કાચા માંસના સંપર્કમાં આવે પછી, રસોડાના પ્લેટફોર્મની સપાટીને ફરી વાપરી શકાય એવા રૂમાલ કે વાદળીથી સાફ કરવાને બદલે કાગળના રૂમાલથી સાફ કરી શકાય.

ઓપન-હાર્ટ વિડિયો સર્જરી

_

પેરિસની એક હોસ્પિટલે ૩૦ વર્ષની એક યુવતી પર ઓપન-હાર્ટ વિડિયો સર્જરી કરીને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રથમ નંબર હાંસલ કર્યો, એમ પેરિસનું દૈનિક લ મોન્ડ અહેવાલ આપે છે. રૂઢિગત ઓપન-હાર્ટ સર્જરી કરવા ઉરોસ્થિ પાસેના પાંસડીના પાંજરામાં લગભગ વીસ સેન્ટિમીટરનો કાપો જરૂરી બને છે. જોકે, આ નવી ટેકનિક ફક્ત ચાર સેન્ટિમીટરનો કાપો જરૂરી બનાવે છે, અને બીજું નાનું કાણું સર્જનને ફાયબર ઓપ્ટિક કેમેરાથી દોરવણી આપે છે. આ સર્જરીમાં લોહીનો વ્યય, શસ્ત્રક્રિયા પછીની ચિંતા, અને ચેપનું જોખમ ઘણાં જ ઓછાં હતાં. દર્દી શસ્ત્રક્રિયાના ફક્ત ૧૨ દિવસ પછી ઘરે જઈ શકી. દર વર્ષે, જગતવ્યાપી લગભગ દસ લાખ લોકો રૂઢિગત ઓપન-હાર્ટ સર્જરી કરાવે છે.

ટ્યુબરક્યુલોસિસ શાપ

_

“જગતની ત્રીજા ભાગની વસ્તી ટીબી [ટ્યુબરક્યુલોસિસ]થી ચેપગ્રસ્ત છે,” અને એ રોગ આ દાયકામાં ૩ કરોડ લોકોને મારી નાખશે એવી અપેક્ષા સેવવામાં આવે છે, એમ લંડનનું ધ ટાઈમ્સ અહેવાલ આપે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ભાર મૂકે છે કે એ જેને નવી મરકી કહે છે એ વધુ વિસ્તૃત હશે અને એઈડ્‌સ કરતાં વધારે વિનાશક હશે, જે શક્યપણે હવે પછીના દસ વર્ષમાં ૩૦ કરોડ લોકોને ચેપગ્રસ્ત બનાવશે. હકીકત એ છે કે બેસિલિ [બેક્ટેરિયા] હવાથી પ્રસરે છે એનો અર્થ એ થયો કે ટીબી ઘણો જ વધારે ચેપી છે. ટીબી રશિયાના કેટલાક ભાગોમાં ફાટી નીકળી ચૂક્યો છે. બેસિલસનો ડ્રગ પ્રતિકારક પ્રકાર બહાર નીકળી આવ્યો છે કેમ કે ઘણાં ટીબીના દર્દીઓએ છ મહિનાનો એન્ટિબાયોટિક્સનો કોર્સ પૂરો કર્યો નથી, એમ બ્રિટિશ મેડિકલ રીલીફ એજન્સી અહેવાલ આપે છે. પરિણામે, બેસિલિ પ્રતિકારકતા વિકસાવે છે અને બચી જાય છે.

એઈડ્‌સના કિસ્સાઓ હજુ વધી રહ્યા છે

_

“જેનાથી એઈડ્‌સ થાય છે એ વાયરસ જગતના મોટા ભાગમાં, ખાસ કરીને એશિયા અને દક્ષિણ આફ્રિકામાં, ઝડપથી પ્રસરવાનું ચાલુ રાખે છે, અને એઈડ્‌સથી બીમાર લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે,” ધ ન્યુ યોર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે. યુનાઈટેડ નેશન્સ જોઈન્ટ પ્રોગ્રામ ઓન એચ.આઈ.વી-એઈડ્‌સએ ભેગા કરેલા આંકડા બતાવે છે કે ૧૯૯૫માં કંઈક ૧૩ લાખ લોકો એઈડ્‌સના લક્ષણોથી બીમાર હતા, જે આગલા વર્ષ કરતાં ૨૫ ટકાનો વધારો છે. અત્યારે અંદાજ કાઢવામાં આવે છે કે જગતવ્યાપી ૨.૧૦ કરોડ પુખ્તવયની વ્યક્તિઓ એચઆઈવીથી ચેપગ્રસ્ત છે, અને એમાંથી ૪૨ ટકા જેટલી સ્ત્રીઓ છે. દરરોજ વધારાના ૭,૫૦૦ લોકો ચેપગ્રસ્ત બને છે. કેટલાય લાખ બાળકો ચેપી બન્યા છે એમ કહેવામાં આવે છે. ચેપ લાગવાના સમયથી માંડીને ગંભીર બીમારી થાય ત્યાં સુધી લગભગ દસ વર્ષ લાગે છે. યુએનનો અહેવાલ અંદાજ કાઢે છે કે ૧૯૯૫માં એઈડ્‌સને લગતા રોગોથી ૯,૮૦,૦૦૦ લોકો મરણ પામ્યા અને ૧૯૯૬માં એ વધીને ૧૧,૨૦,૦૦૦ થશે. તાજેતરમાં એ વાયરસ દક્ષિણ આફ્રિકા અને ભારતમાં વિસ્તૃતપણે પ્રસર્યો છે અને ચીન તથા વિયેટનામમાં પણ પ્રસરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. કેટલાક આફ્રિકન રાષ્ટ્રોમાં ચેપનો દર ૧૬થી ૧૮ ટકા જેટલો ઊંચો પહોંચી ચૂક્યો છે. એ ચિંતાજનક છે કે ચેપગ્રસ્ત બનેલી યુવતીઓની સંખ્યા જગતવ્યાપી ઝડપભેર વધી રહી છે. એ સ્ત્રીઓથી જન્મેલા ત્રીજા ભાગનાં બાળકો પાસે પણ એ વાયરસ હશે.

પ્રસુતિની દુર્ઘટના

_

દર વર્ષે સગર્ભાવસ્થા દરમ્યાન કે જન્મ આપતી વખતે લગભગ ૫,૮૫,૦૦૦ સ્ત્રીઓ મરણ પામે છે, એમ યુનિસેફ (United Nations Children’s Fund)એ કરેલું એક નવું વ્યાપક સર્વેક્ષણ કહે છે. ધ પ્રોગ્રેસ ઓફ નેશન્સ ૧૯૯૬ના અહેવાલ અનુસાર, મોટા ભાગની પ્રસુતિની દુર્ઘટના નિવારી શકાય એવી હોય છે. એ જણાવે છે: “મોટા ભાગનાં મરણ બીમાર, કે ઘણી વૃદ્ધ, કે ઘણી નાની સ્ત્રીઓનાં નહિ, પરંતુ સક્રિય જીવન જીવતી તંદુરસ્ત સ્ત્રીઓનાં થાય છે.” દર વર્ષે કંઈક ૭૫,૦૦૦ મરણો કઢંગા ગર્ભપાતને કારણે; ૪૦,૦૦૦ મુશ્કેલીભરી પ્રસવવેદનાને પરિણામે; ૧,૦૦,૦૦૦ લોહી ઝેરી થઈ જવાથી; ૭૫,૦૦૦ મરણો આંચકી (સગર્ભાવસ્થાના પાછલા સમયમાં તાણ આવવી અને લોહીનું ઊંચું દબાણ હોવું) આવવાથી મગજ તથા કિડ્‌નીને નુકસાન થવાથી; અને ૧,૪૦,૦૦૦થી વધારે સ્ત્રીઓના મરણ રક્તસ્રાવને કારણે થાય છે. ઘણા દેશોમાં પ્રસુતિના સમયે આપવામાં આવતી કાળજીની ખામી મોટા પાયા પર જવાબદાર હોવાનું કહેવામાં આવે છે. યુનિસેફના સત્તાવાળાઓ કહે છે કે આંકડા દર્શાવે છે કે કેનેડામાં ૭,૩૦૦માંથી ૧, યુનાઈટેડ સ્ટેટ્‌સમાં ૩,૩૦૦માંથી ૧, અને યુરોપમાં ૩,૨૦૦માંથી ૧ સ્ત્રીના મરણ સાથે સરખાવતાં દક્ષિણ એશિયામાં ૩૫માંથી ૧ અને આફ્રિકામાંના સહારાની પાસે ૧૩માંથી ૧ સ્ત્રીનું મરણ થાય છે. અગાઉના અંદાજ પ્રમાણે વર્ષના ૫,૦૦,૦૦૦ મરણ કરતાં આંકડા લગભગ ૨૦ ટકા વધારે છે.

કંઈ પણ બગાડ થતો નથી

_

ગાયમાંથી લગભગ ૨૭૦ કિલો જેટલું માંસ કાઢી લીધા પછી બાકીની ગાયનું શું થાય છે? થાયરોઈડ, સ્વાદુપિંડ, ફેફસાં, બરોળ, એડ્રીનલ ગ્રંથિ, રજ:પિંડ, પિચ્યુટરી ગ્રંથિ, અને યકૃત તથા પિત્તાશયના પિત્ત જેવા કેટલાક આંતરિક અવયવો દવા બનાવવામાં વપરાય છે. હાડકાં, ખરીઓ, અને ચામડામાંથી કોલેજન પ્રોટીન કાઢીને મોઈસ્ચરાઈઝર્સ અને લોશન બનાવવામાં આવે છે. મેદ તથા ચરબીમાંથી બ્યુટલ સ્ટીરેટ, પીઈજી-૧૫૦ ડિસ્ટીરેટ, અને ગ્લાયકોલ સ્ટીરેટ જેવા તત્ત્વો કાઢવામાં આવે છે જે ઘણા મેકઅપ અને વાળ માટેની પેદાશોમાં વપરાય છે. મોટા ભાગના સાબુ પશુની ચરબીમાંથી બનાવવામાં આવે છે. વળી હાડકાં અને ખરીઓનો ભૂક્કો કરીને જીલેટિન બનાવવામાં આવે છે જે આઈસક્રીમ, કેટલીક કેન્ડીઓ, અને ઘણી “ચરબીહીન” પેદાશો જેવી સેંકડો ખાદ્ય સામગ્રીઓમાં વપરાય છે. કેટલાક ભાગો ચોક, દીવાસળી, ફ્લોર વેક્ષ, લાયનોલીયમ, એન્ટીફ્રીઝ, સીમેન્ટ, જીવાત નાશકો, સેલોફેન, ફોટાના કાગળ, રમતગમતના સાધનો, સોફાની સજાવટ, અને કપડાં જેવી પેદાશોમાં વપરાય છે. ગોલસ્ટોન્સ માટે ઊંચી કિંમત—એક ઔંસના $૬૦૦ (યુ.એસ.)—ચૂકવવામાં આવે છે! દૂર પૂર્વના વેપારીઓ એને જાતીય ઉત્તેજક (aphrodisiac) તરીકે વાપરે છે.

“મેડ કાવ ડિસીઝ”

_

◼ બ્રિટનમાં “મેડ કાવ ડિસીઝ”ના ફાટી નીકળેલા રોગચાળાએ લાંબા ગાળાથી ચાલી આવેલી પશુપાલનની વ્યવસ્થાની હકીકતોને ચમકાવી છે. પશુઓને બીજા પશુઓનાં અવયવો ખવડાવીને કુદરતી શાકાહારીમાંથી માંસાહારીમાં બદલવામાં આવ્યાં છે. સૂકવેલું લોહી, કચરેલાં હાડકાં, અને માંસનું ભોજન, કે નીરણ જેમાં દળેલાં આંતરડાં, કરોડરજ્જુ, મગજનો સમાવેશ થાય છે, અને સ્વાદુપિંડ, શ્વાસનળી, મૂત્રપિંડ જેવાં બીજાં આંતરિક અવયવોનો નિયમિત ઉપયોગ સંપત્તિ બચાવવા, નફો વધારવા, અને પશુઓની વૃદ્ધિ ઝડપી બનાવવાના પ્રયત્નરૂપે કરવામાં આવે છે. સરેરાશ વાછરડું છ મહિનાનું થાય ત્યાં સુધીમાં તેને બીજા પ્રાણીઓના બચેલા ભાગોમાંથી બનાવવામાં આવેલો લગભગ ૧૨ કિલો જેટલો ખોરાક ખવડાવવામાં આવ્યો હોય છે, એમ ડો. હરેશ નારંગ કહે છે જે એવા નિષ્ણાતોમાંના એક છે જેમણે એ રોગ વિષે પ્રથમ ચેતવણી આપી હતી. “હું સ્તબ્ધ થઈ ગયો,” તે કતલખાનાની પોતાની મુલાકાતનો નિર્દેશ કરતાં કહે છે. “આપણે ખરેખર એક ઢોરમાંથી બીજા ઢોરમાં રીસાયક્લીંગ કરી રહ્યા છીએ. મારા માટે એ સ્વજાતિભક્ષ છે.”

◼ બીજી તર્ફે આનંદની વાત છે કે, “મેડ કાવ ડિસીઝ”ના ભયને કારણે ઘરડી ગાયોને નફા સાથે વેચી ન શકતા એક બ્રિટિશ ભરવાડને એ ગાયોને વાપરવાની નવી તરકીબ મળી. ન્યૂઝવીકમાં અહેવાલ આપવામાં આવ્યો તેમ, તે એનો ઉપયોગ જાહેરખબરના પાટિયા તરીકે કરે છે. તે વ્યસ્ત ધોરીમાર્ગને પડખે ચરતાં પોતાનાં ઢોર પર જાહેરાતો ચોંટાડે છે અને અઠવાડિયાના એક ગાયના લગભગ $૪૦ ભેગા કરે છે. “અમારે આવકના નવા વિસ્તારો શોધવા પડે છે,” ભરવાડે કહ્યું. “પોતાનો રોટલો રળવાની ગાયોની એ રીત સારી લાગી.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો