વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૫/૮ પાન ૨૮-૨૯
  • વિશ્વ નિહાળતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ નિહાળતા
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • શિશુ જાતિ અગાઉથી નક્કી કરવી
  • હાનિકારક કાલું બોલવું
  • ચીન પાણી પ્રદુષણ ઘટાડે છે
  • વાંચન કાર્યક્રમ ગુના ઘટાડવામાં મદદ કરે છે
  • ઑલિમ્પિક અને ગરીબાઈ
  • વંદાની એલર્જી
  • ગરીબાઈનો વધારો
  • રોજ ફળ ખાઓ
  • જીવનનો મિત્ર
  • ધૂમ્રપાન કરતાં વધારે ભયંકર?
  • કૉફીના ઝાડ પરથી તમારા કપ સુધી ગુણવત્તાવાળી કૉફી
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૭
g97 ૫/૮ પાન ૨૮-૨૯

વિશ્વ નિહાળતા

શિશુ જાતિ અગાઉથી નક્કી કરવી

પોપ્યૂલર સાયન્સ સામયિક પ્રમાણે, “પિતાની વીર્યગ્રંથિ વર્ગીકૃત કરીને શિશુની દેહજાતિ અગાઉથી નક્કી કરવી હવે શક્ય બન્યું છે, કેમ કે વીર્યગ્રંથિનો પ્રકાર નર કે નારી જાતિ નક્કી કરે છે.” પ્રથમ, વીર્યગ્રંથિ ચળકતા રંગનાં છાંટા હોય છે. પછી, ય (Y) (નર) ગ્રંથિથી ક્ષ (X) (નારી) ગ્રંથિ અલગ ઓળખવા લેસર કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. તફાવતની નોંધ કોમ્પ્યુટર કરે છે, અને પ્રયોગશાળાનું સાધન જેનો સામાન્યપણે ‘લોહીનાં પરિક્ષણો કરવા માટે ઉપયોગ થાય છે, ક્ષ ગ્રંથિને ધન વિદ્યુત ભાર અને ય ગ્રંથિને નકારાત્મક ઋણ ભાર આપે છે. ત્યાર પછી ગ્રંથિઓને આકર્ષવા વિરુદ્ધ વિદ્યુત ભારના ટર્મિનલોનો ઉપયોગ કરી ગ્રંથિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે.’ મૂળે પશુ ઉદ્યોગ માટે આ ટેકનિક વિકસાવનાર વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, આ જાતનું વર્ગીકરણ આશરે ૯૦ ટકા સાચું હોય છે. ત્યાર પછી, જે ગ્રંથિઓ પસંદ કરવામાં આવે તેનો ઉપયોગ અંડ કોષોને ફળવંત કરવા વપરાય છે, અને “ઇચ્છિત દેહજાતિનાં ભ્રૂણ ગર્ભાશયમાં રોપવામાં આવે છે.” તેમ છતાં, અદ્યપિ ફક્ત એક માનવ જન્મ આ પ્રક્રિયાથી જન્મ્યો છે.

હાનિકારક કાલું બોલવું

બાળકોના બોલવાના શરૂઆતના પ્રયત્નો ઘણી વાર મીઠડા લાગે છે, અને ઘણાં માબાપ પોતે શિશુની કાલી ભાષામાં જ પ્રેમાળ રીતે પ્રત્યુત્તર આપે છે. તેમ છતાં, એ બાળકોના બોલવાના વિકાસમાં જોખમ ખડું કરી શકે, એમ બ્રાઝિલના બોલવા વિષેના નિષ્ણાત એલિના રેજીના કારાસ્કો વેજા સામયિકમાં લખે છે. માબાપ બાળકનાં ખોટાં ઉચ્ચારણો ફરીથી બોલે છે ત્યારે, એ “એવી ઢબ દૃઢ કરે છે જે ખરી નથી,” એમ કારાસ્કો કહે છે. તે કહે છે એનાથી બોલવાની સમસ્યાઓ ઊભી થઈ શકે. એ બાળકના સામાજિક સંબંધોને પણ અસર કરી શકે, તેણે ઉમેર્યું. “ઘણી વાર આવાં બાળકો એકલવાયાં, ભીરુ, અને અસલામતી અનુભવતા બની જાય છે, એવી પરિસ્થિતિઓ ટાળે છે જેમાં તેઓની [હાંસી] થઈ શકે.” નાનાં બાળકો શબ્દોના ખોટા ઉચ્ચાર કરે એ સામાન્ય છે, અને તેઓની સતત ભૂલ કાઢ્યા કરવી જરૂરી નથી, કારાસ્કો ચીંધે છે. પરંતુ તેઓ સાથે ચોખ્ખી રીતે વાત કરવી અને યાદ રાખવું કે “તેઓ બુદ્ધિશાળી છે અને તેઓમાં શીખવાની ક્ષમતા છે,” એ મહત્ત્વનું છે.

ચીન પાણી પ્રદુષણ ઘટાડે છે

“પાણી પ્રદુષણ ચીનમાં પ્રચંડ સમસ્યા છે, અને પાણી પ્રદુષણ ઘટાડવું તાકીદનું કામ છે,” એમ ચીનની નેશનલ એન્વાયરનમેન્ટલ પ્રોટેક્ષન એજન્સીના પ્રવક્તા કહે છે. એ માટે ચીની સરકાર, એની સૌથી પ્રદુષિત નદીઓ અને સરોવરોમાં પાણી પ્રદુષણ ઘટાડવાનાં પગલાં ભરી રહી છે, એમ ચાઈના ટુડે સામયિક અહેવાલ આપે છે. દાખલા તરીકે, દેશની સૌથી ગંભીર રીતે પ્રદુષિત નદી હુઆઈમાં પ્રવેશતા કચરાનું નિયંત્રણ કરવા, સરકારે “હુઆઈ ખીણમાંની કાગળ બનાવવાની ૯૯૯ ફેક્ટરીઓ બંધ કરી દીધી છે.” હુઆઈ ખીણમાં આશરે ૧૫ કરોડ ૪૦ લાખ લોકો રહે છે, જે ચીનનો સૌથી મોટો અનાજ- અને ઊર્જા-ઉત્પાદક પ્રદેશ છે.

વાંચન કાર્યક્રમ ગુના ઘટાડવામાં મદદ કરે છે

બ્રેડફર્ડ, ઇંગ્લૅંડમાં, શાળાએ જતાં બાળકોની વાંચવાની ક્ષમતામાં સુધારો કરવા રચાયેલા સરકારી-ફાળાથી ચાલતા કાર્યક્રમથી નાટકીય પરિણામો આવી રહ્યાં છે, એવો અહેવાલ બ્રિટીશ સમાચારપત્ર ધ ઈન્ડીપેન્ડન્ટ આપે છે. વાંચન કાર્યક્રમે ફક્ત વાંચવાની આવડતો સુધારવામાં જ મદદ કરી નથી પરંતુ એણે ગુના ઘટાડવામાં મદદ કરવાની નામના પણ મેળવી છે! “ચોરી કરનારા યુવાનોની સંખ્યાનો શાળામાંથી ગુલ્લી મારનારાઓના દર સાથે સંબંધ છે, એવું અમને લાગે છે,” બેટર રીડીંગ પાર્ટનરશીપના વડા, જોન વોટસન કહે છે. “બાળકો વાંચી શકે તો તેઓ સંભવિતઃ શાળામાં શું ચાલી રહ્યું છે એમાં રસ લેશે અને કદાચ ગુલ્લી મારવાનું બંધ કરશે. તેઓ શેરીઓમાં અટવાતા ન હોવાથી સંભવિતઃ ચોરીઓ કરવાનું બંધ કરશે.”

ઑલિમ્પિક અને ગરીબાઈ

“કેટલાક દેશોએ ઑલિમ્પિકમાં જીતેલા ચંદ્રકોની સંખ્યા અને રમતોમાંની સવલતો તથા સહકારી પ્રયોજન માટે રોકેલાં નાણાં, દુનિયાએ ગરીબાઈ નાબૂદીના આપેલા વચન વિષે પ્રશ્નો ઉપસ્થિત કરે છે, એમ સ્વિટ્‌ઝલૅંન્ડનું એની બુલેટીન જણાવે છે. “આનો એવો અર્થ નથી થતો કે આપણે માનવ કુશળતા અને ધીરજની અદ્‍ભુતતાની ઉજવણી ન કરવી જોઈએ અથવા સિદ્ધિઓનો જયજયકાર ન કરવો જોઈએ,” એમ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ વિઝન એજન્સીના ગ્રેગ ફૂટ કહે છે. “પરંતુ,” તે ઉમેરે છે, “આપણે જરૂર પૂછવું જોઈએ કે આપણે સમતોલપણુ ધરાવીએ છીએ કે કેમ કારણ કે એક તરફ આપણે આપણા ચુનંદા રમતવીરોને ખાસ ખોરાક પૂરો પીરસવા આટલો બધો ખર્ચ કરીએ છીએ ત્યારે, આપણા કરોડો પડોશીઓ પાસે પોતે ખાયને ચાલી શકે એટલો ખોરાક પણ નથી.” અંદાજવામાં આવે છે કે આટલાન્ટામાં ઑલિમ્પિક યોજવામાં આવી એના બે સપ્તાહ દરમિયાન, જગતવ્યાપી ભૂખ અને અટકાવી શકાય એવા રોગોથી ૪,૯૦,૦૦૦ બાળકો મરણ પામ્યાં.

વંદાની એલર્જી

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એટ બાર્કલે વેલનેસ લેટરના મતાનુસાર, એવો અંદાજ કાઢવામાં આવે છે કે યુનાઈટેડ સ્ટેટ્‌સમાં ૧ કરોડથી ૧.૫ કરોડ લોકોને વંદાની એલર્જી છે. એવી એલર્જીવાળી વ્યક્તિ વંદાના સંપર્કમાં આવે છે ત્યારે, તેને “ચામડીમાં ખંજવાળ આવી શકે, તાવ (હે ફીવર), કે દમનાં લક્ષણો દેખાય શકે.” વર્તમાનપત્રે નોંધ લીધી કે “દમનાં બધાં બાળકો વંદા પ્રત્યે અતિસંવેદનશીલ હોય છે.” વંદા ગંદા રસોડામાં જ હોય એવું કંઈ જરૂરી નથી. “સૌથી સ્વચ્છ રસોડામાં પણ એ થઈ શકે છે,” એવો દાવો વેલનેસ લેટર કરે છે. એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે નજરે પડતા દરેક વંદા દીઠ નજરે ન ચઢ્યા હોય એવા ૧,૦૦૦ જેટલા વંદા હોય શકે જે સમસ્ત ઘરમાં ફરતા હોય છે. વંદાનું એક યુગલ ફક્ત એક વર્ષમાં આશરે ૧,૦૦,૦૦૦ વંશજો પેદા કરી શકે છે.

ગરીબાઈનો વધારો

હમણાં કારમી ગરીબાઈ—જેની વ્યાખ્યા વર્ષે $૩૭૦ કરતાં ઓછી કમાણી તરીકે કરવામાં આવે છે—એમાં જીવી રહેલા જગતવ્યાપી લોકોની સંખ્યા આશરે ૧.૩ અબજ છે, જે દુનિયાની વસ્તીનો લગભગ ત્રીજો ભાગ છે. મોટા ભાગના વિકસતા દેશોમાં રહે છે. લાક્ષણિકરીતે, આ લોકોને પૂરતો ખોરાક, ચોખ્ખું પાણી, આરોગ્ય સંભાળ, પૂરતું રહેઠાણ, શિક્ષણ, અને નોકરી મળતા નથી. મોટા ભાગના કિસ્સાઓમાં, તેઓ જે સમાજમાં રહે છે એમાં તેઓ નિર્માલ્ય ગણાય છે અને તેઓ પોતાના સંજોગો બદલવા અશક્તિમાન હોય છે. યુનાઈટેડ નેશન્સના વિકાસ કાર્યક્રમ અનુસાર, સદંતર ગરીબાઈમાં જીવી રહેલા લોકો દર વર્ષે આશરે ૨.૫ કરોડ વધી રહ્યા છે.

રોજ ફળ ખાઓ

રોજ તાજાં ફળ ખાવાથી હૃદયરોગમાં ઘટાડો થાય છે, એમ ૧૧,૦૦૦ લોકોનો ૧૭-વર્ષ સુધી કરવામાં આવેલો અભ્યાસ બતાવે છે, જે બ્રિટીશ મેડિકલ જરનલમાં પ્રકાશિત થયો. રોજ તાજાં ફળ ખાનારાઓમાં, હાર્ટએટેકથી થતું મરણ ૨૪ ટકા ઓછું અને પક્ષઘાતથી થતું મરણ ૩૨ ટકા ઓછું હતું. રોજ ફળ ખાનારાંઓમાં મરણ, સરખામણીમાં ઓછાં ફળ ખાનારાઓ કરતાં, ૨૧ ટકા ઓછાં થયાં. અમુક લોકોમાં તાજાં ફળ વગરનું ભોજન રક્તવાહિનીઓના રોગ વધારવામાં ફાળો આપે છે જેમ કે પક્ષઘાત અને હૃદયરોગો, એવી નોંધ બ્રિટીશ અને સ્પેનિશ વૈજ્ઞાનિકો લે છે. આરોગ્યના સૌથી મોટા લાભ માટે, હવે સંશોધકો રોજ ઓછામાં ઓછું પાંચ વખત શાકભાજી અને ફળ ખાવાની ભલામણ કરે છે. તાજાં ફળો અને શાકભાજી મળતાં ન હોય તો, થીજવેલાં ફળ અને શાકભાજી એવો જ ફાયદો કરે છે, એમ બ્રિટીશ મેડિકલ જરનલ જણાવે છે.

જીવનનો મિત્ર

Iજર્મનીમાં, ૧૦માંથી ૯ લોકો કહે છે તેઓને જીવનના મિત્ર છે, એવો અહેવાલ નાસાઉસે નોઈ પ્રેસ આપે છે. ઈમ્પિરિકલ સાયન્ટિફિક સોસિયલ રીસર્ચ સોસાયટીએ કરેલા સર્વેક્ષણમાં આ પ્રગટ થયું, જેણે ૧૬ અને ૬૦ વર્ષ વયના ૧,૦૦૦ કરતાં વધારે લોકોને પૂછપરછ કરી હતી. વાતચીત સંચાર અને પ્રમાણિકતા લાંબું ટકનારી મૈત્રીમાં મહત્ત્વના ઘટકો ગણવામાં આવે છે. જેઓનો ઇન્ટર્વ્યૂ લેવામાં આવ્યો તેઓમાંના લગભગ બધા સહમત થયા કે બેવફાપણું અને વિશ્વાસઘાત નિશ્ચે આવી મૈત્રીનો અંત લાવે છે. “ફક્ત ૧૬ જ ટકા કોઈ સારા મિત્રની અપેક્ષા રાખે છે જે તાકીદમાં [તેઓને] પૈસા ધીરે,” સમાચારપત્ર અનુસાર. બીજી તર્ફે, એક મોટો ભાગ માંદગીના સમયોમાં મિત્રનો ટેકો અતિ મહત્ત્વનો ગણે છે.

ધૂમ્રપાન કરતાં વધારે ભયંકર?

સ્ટેટિસટીક્સ કેનેડા અનુસાર, “બેઠાડું જીવનઢબથી થતી આરોગ્યની હાનિ, સિગારેટ પીવાથી થતી હાનિ કરતાં, બમણી કરતાં પણ વધારે હોય છે,” એમ ધ મેડિકલ પોષ્ટ જણાવે છે. તમાકુના ઉપયોગને કારણે કંઈક સિત્તેર લાખ કેનેડાવાસીઓને ગંભીર આરોગ્ય સમસ્યાઓ થવાની અને વહેલાં મરણ પામવાની શક્યતાઓ રહેલી છે તે જ સમયે, કસરત ન કરવાના પરિણામે ૧.૪ કરોડથી ૧.૭ કરોડ લોકો એવા જ આરોગ્ય જોખમોનો સામનો કરે છે. સમય, શક્તિ, અને પ્રેરણાનો અભાવ નિયમિત કસરતમાં ખલેલ પહોંચાડે છે એમ જણાવવામાં આવે છે. બેઠાડું લોકો વધુ ચરબી ખાનારા અને ફળ તથા શાકભાજી ઓછા ખાનારા હોવાની શક્યતા પણ વધારે છે. “હૃદયના સૌથી ઇચ્છનીય લાભો માટે પ્રચલિત ધ્યેય લોકોએ દરેક બીજે દિવસે, ઓછામાં ઓછું ૩૦ મિનિટ મધ્યમ કે ઉચ્ચ તીવ્રતાવાળી કસરત કરવી જરૂરી છે,” એમ પોષ્ટ કહે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો