વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૧૦/૮ પાન ૨૮-૨૯
  • વિ શ્વ નિ હા ળ તા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિ શ્વ નિ હા ળ તા
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • પ્રોજેક્ટ ટાઈગર નબળું પડે છે
  • દેખાય છે વૃદ્ધ પણ યુવાનીમાં મરે છે
  • સોનાની ખાણ ખોદતી ઊધઈ
  • વીજળીનું જોખમ
  • સેલ્યુલર-ફોનની રીતભાત
  • ધરતીકંપો બિનભાખેલા
  • ઈલેકટ્રીક કાર અને વાતાવરણ
  • છોડ વિસ્ફોટ પદાર્થો ખાય છે
  • સહસ્ત્રાવર્ષનું પાગલપણુ
  • ચેતવણી: કોલોબસ ચારરસ્તા
  • વાઘ આવ્યો! વાઘ આવ્યો!
    સજાગ બનો!—૧૯૯૬
  • ઇંટરનેટ શા માટે સાવધ રહેવું?
    સજાગ બનો!—૧૯૯૭
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૨૦૦૬
  • ઇંટરનેટ શું છે?
    સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૧૯૯૭
g97 ૧૦/૮ પાન ૨૮-૨૯

વિ શ્વ નિ હા ળ તા

પ્રોજેક્ટ ટાઈગર નબળું પડે છે

વર્ષ ૧૯૭૩માં, દેશના રાષ્ટ્રીય પ્રાણીની નાબૂદી રક્ષવા માટે ભારતે પ્રોજેક્ટ ટાઈગર રજૂ કર્યો. એ સમયે ભારતમાં વાઘની સંખ્યા ઘટીને ૧,૮૨૭ સુધી પહોંચી ગઈ હતી. પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય ટેકો અને નોંધપાત્ર સફળતા મળી. વર્ષ ૧૯૮૯ સુધીમાં ભારતના વાઘની સંખ્યા વધીને ૪,૦૦૦થી વધુ પહોંચી ગઈ. છતાં, ઇન્ડિયા ટુડેના જણાવ્યા પ્રમાણે હવે ફરી એક વાર વાઘની સ્થિતિ ભયમાં છે. ભારતમાં વાઘની સંખ્યાનો આંક ૩,૦૦૦ કરતાં ઓછો આંકવામાં આવ્યો છે. શા માટે? કેટલાકનું કહેવું છે કે ચોર શિકારીઓ દિવસનો સરેરાશ એક વાઘ મારી નાખે છે. પ્રોજેક્ટ ટાઈગરનો હેતુ હતો કે વાઘને રક્ષણ પૂરું પાડવું. પરંતુ એવું દેખાય છે કે એ એમ કરવામાં સમર્થ નથી. અહેવાલ નોંધે છે કે “વન અધિકારી, જેને ખાસ કરીને ગોળી મારી દેવામાં આવે છે, નિરાશ થઈ ગયા છે અને ઓજારોની ખામી હોય છે.” વાઘ માટે, “અસ્તિત્વની જગ્યાએ વિલુપ્તતા આવી રહી છે.”

દેખાય છે વૃદ્ધ પણ યુવાનીમાં મરે છે

નીચે આપેલા અહેવાલથી દેખાય છે તેમ, સંશોધકો માને છે કે ધૂમ્રપાન ઉંમરની ઝડપ વધારે છે. બ્રિટનનું લેસન્ટ કહે છે લાંબા સમયના ધૂમ્રપાન કરનારા વહેલાં સફેદ વાળવાળા બનવાની સંભાવના ચારગણી વધુ અને વહેલાં ટાલવાળા કે ટાલિયા બનવાની સંભાવના બેગણી વધુ છે. આ પર અહેવાલ આપતા યુસી બર્કલી વૅલનેસ લેટર ચીંધે છે કે ધૂમ્રપાન કરનારાઓને નહિ કરનારાઓ કરતાં વધુ કરચલીવાળી ચામડી હોય છે અને દાંત પડવાની શક્યતા બે ગણી વધુ હોય છે. બ્રિટીશ મેડીકલ જર્નલના અહેવાલનો તાજેતરનો અભ્યાસ બતાવે છે કે જીવનભર ધૂમ્રપાન કરનાર ધૂમ્રપાન ન કરનારની તુલનામાં ૭૩ વર્ષની ઉંમર સુધી જીવવાની અડધી જ સંભાવના છે. વધુમાં, ગુડ હાઉસકિપિંગ સામયિક અહેવાલ આપે છે કે “ધૂમ્રપાન નહિ કરનારા જેઓ ધૂમ્રપાન કરનારાઓની સાથે રહે છે તેઓને હૃદયરોગની અસર થવાની શક્યતા ૨૦ ટકા વધુ છે.”

સોનાની ખાણ ખોદતી ઊધઈ

વર્ષ ૧૯૮૪માં ગામવાસીઓએ આફ્રિકાના નાઈઝરમાં સોનું શોધી કાઢ્યુ, સોનું મળવાથી બીજા દેશના ખાણમાં કામ કરનારા એ દેશમાં આકર્ષાયા. કેનેડીન ભૂસ્તરશાસ્ત્રી ક્રિસ ગ્લીસન યાદ કરે છે કે પ્રાચીન આફ્રિકી સમાજો સોનાનું સ્થાન શોધવા ઊધઈના ટેકરાનો ઉપયોગ કરતા હતા. નાઈઝર ઊંચા ટેકરા બનાવતી ઊધઈનું ઘર છે જે ૧.૮ મીટર ઊંચા અને ૧.૮ મીટર જેટલાં વ્યાસવાળા ટેકરા બનાવે છે. નૅશનલ જીઓગ્રાફી સામયિક સમજાવે છે કે ઊધઈ પાણીની શોધમાં ખોદે છે​—⁠અમુક વખત તો ૭૫ મીટર જેટલું ઊંડુ​—⁠તેમ ટેકરો વધે છે. ગ્લીસને ઘણા ટેકરામાંથી નમૂના પણ લીધા એ આશામાં કે એઓ તેને બતાવે કે ક્યાં ખોદવું. મોટા ભાગના નમૂનાઓમાં સોનું દેખાતું ન હતુ પણ અમુકમાં હતું! તેણે જોયુ કે “કોઈ પણ ટેકરીમાં થોડુ સોનુ હોય તો તેમાં પૂરેપૂરુ સોનુ મળતું હતુ.” ઊધઈ પાણી માટે ખોદે છે તેમ, એના રસ્તામાં જે કંઈ પણ આવે એને ઉપર લાવે છે એમાં સોનું પણ સામેલ છે.

વીજળીનું જોખમ

“વિનાશક વીજળી થાય છે,” ઑસ્ટ્રેલિયન વર્તમાનપત્ર અહેવાલ આપે છે, “લોકો વિચારે છે એના કરતાં વધુ બને છે.” ઑસ્ટ્રેલિયામાં દર વર્ષે પાંચથી દસ લોકો વીજળીથી મરણ પામે છે અને ૧૦૦થી વધુ જણ ઘવાય છે એવું અહેવાલ બતાવે છે. વીજળીના જોખમની ચેતવણી થોડી જ મળે છે છતાં, “અમુક લોકો કે જેઓ વીજળીનો ભોગ બનવાની તૈયારીમાં જ હતા એઓ જણાવે છે કે તેઓના વાળ ઊભા થઈ ગયા હોય એવું તેઓને લાગ્યુ હતુ,” મેલબોર્ન બ્યુરો ઑફ મેટ્રોલૉજીના ફીલ આલફોર્ડ કહે છે. વીજળીનો ભોગ બનવાની તકો વધારવાનું ટાળવા, આલફોર્ડ ભલામણ કરે છે કે મજબૂત મકાનમાં કે સખત છતવાળા વાહનમાં જે મેટલથી મુક્ત હોય એમાં આશ્રય શોધવો.

સેલ્યુલર-ફોનની રીતભાત

ફાર ઈસ્ટર્ન ઈકોનોમિક રીવ્યુના જણાવ્યા પ્રમાણે નાના સેલ્યુલર ફોનનું આગમન અમુક જૂની ઢબની રીતભાતવાળી જરૂરિયાત પર ભાર મૂકે છે. હૉંગ કૉંગ વ્યવસાય સલાહકાર ટીના લૂઈ, સામે છેડે વાત કરતી અને તમારી આસપાસની વ્યક્તિઓ માટે આદર બતાવવા અને લક્ષમાં લેવા ઉત્તેજન આપે છે. તે સ્પષ્ટ બોલવાની સલાહ આપે છે પરંતુ મોટેથી નહિ અને ફોન કરતી વખતે ખાવું કે પીવું નહિ. લૂઈ સભાઓ દરમિયાન વાતચીત ટૂંકાવવાની અને કોલને બીજે ફોર્વર્ડ કરવાની ભલામણ કરે છે અથવા હૉસ્પિટલ, પુસ્તકાલય અને ઑડિટોરીયમ જેવાં સ્થળોએ કંપારી સૂચક ઘંટડી રાખવાની ભલામણ કરે છે. સામાજિક પ્રસંગને અડચણ પહોંચાડી ફોન પર વાત કરવી મિત્રો અને સંબંધીઓને છોડી દીધાની લાગણી પેદા કરી શકે. લૂઈ ટીકા કરે છે, બહાર જમતી વખતે, “જ્યારે વ્યક્તિની સાથે કોઈ સ્ત્રી હોય છે અને ફોન પર વાત કરે છે તો તેણે પોતે આપેલાં ફૂલો ચીમળાઈ જાય એ પહેલાં વાત બંધ કરી દેવી જોઈએ.”

ધરતીકંપો બિનભાખેલા

તાજેતરમાં, ધરતીકંપ નિષ્ણાતોનું આંતરરાષ્ટ્રીય વૃંદ ધરતીકંપની વૈજ્ઞાનિક ભવિષ્યવાણીની ચર્ચા કરવા લંડનમાં મળ્યુ. તેઓનો અંદાજ? ઈસો પ્રકાશનમાં, ટોકિયો વિશ્વવિદ્યાલયના ડૉ. રોબર્ટ ગેલર લખે છે, “કંઈક ૧૦૦ કરતાં વધુ વર્ષોથી પૃથ્વી વિષયક વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે [મોટા ધરતીકંપો] દેખીતી રીતે જ અનુભવી શકાય અને ઓળખી શકાય એવી અગમચેતી આપે છે જેનો ચેતવણીના સંદેશ તરીકે ઉપયોગ કરી શકાય.” એને બદલે, વિચારોમાં મૂળભૂત બદલાણની જરૂર છે જેમ “એ દેખાય છે કે દરેક ધરતીકંપો એ ક્યારેય પૂર્વ ભાખી ન શકાય એવી ઘટના છે.” જોકે નિશ્ચિત ભવિષ્યવાણી શક્ય ન હોય શકે છતાં, વૈજ્ઞાનિકો કયા વિસ્તારને ધરતીકંપ થવાની અને કેટલી ઘનતામાં થવાની શક્યતા છે એ આંકી શકે છે. ઉદાહરણ તરીકે, યુ.એસ. જીઓલૉજીકલ સર્વેક્ષણ દ્વારા પ્રકાશિત નવો નકશો બતાવે છે કે આખા યુનાઈટેડ સ્ટેટ્‌સમાં આવતા ૫૦ વર્ષોમાં ક્યાં જોરદાર આંચકા આવી શકે. આ માહિતીના આધારે, સરકારી પેઢીઓ સૂચવે છે કે કેલીફોર્નીયાની વસ્તીના ૭૦ ટકાથી વધુ લોકો એવા વિસ્તારોમાં રહે છે જે ભયમા હોય શકે.

ઈલેકટ્રીક કાર અને વાતાવરણ

જર્મન ઑટોમોબાઇલ કંપનીએ વાતાવરણ માટે દહનીય પદાર્થોથી ચાલતાં વાહનો કરતાં બેટરીથી ચાલતાં વાહનો સારાં છે કે નહિ એનો અભ્યાસ કર્યો. વર્તમાનપત્ર સ્યુટડોઈક ઝાઇતુંગ પ્રમાણે અભ્યાસમાં ૧૦૦ ડ્રાઇવરોનો સમાવેશ થતો હતો જેઓએ ૧૯૯૨થી ૧૯૯૬ સુધીમાં ૧૩ લાખ કિલોમીટર મુસાફરી કરી હતી. એની ઓછી રેંજ છતાં, ઇલેક્ટ્રિક કારના ઘણા બધા લાભો છે: એ ચૂપચાપ ચાલે છે, અને એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં કોઈ સીધો ધુમાડો કાઢતી નથી. છતાં, આ લાભો એક મોટી સમસ્યા સામે નાના હોય શકે. બૅટરીને ફરી ચાર્જ કરવામાં ભૂમિમાંથી મળતા પદાર્થોથી ચાલતાં વાહનો કરતાં વધુ શક્તિ વપરાય છે,​—⁠એના ઉપયોગ પર આધારિત, લગભગ ૧.૫થી ૪ ગણી વધુ​—⁠અને એ શક્તિ બીજે ક્યાંક તો પેદા થવી જ જોઈએ. એ શક્તિને કઈ રીતે પેદા કરવામાં આવે છે એના પર આધાર છે, એ પણ શક્ય છે કે “વાતાવરણને ગેસોલીનથી ચાલતા વાહનો કરતાં વધુ મોટું નુકસાન થાય છે,” એક વર્તમાનપત્ર ટીકા કરે છે.

છોડ વિસ્ફોટ પદાર્થો ખાય છે

શક્કરિયાના છોડ અને એવાં પાણીના બીજા છોડમાં, જમીન અને પાણીમાંના વિસ્ફોટક પદાર્થને સલામતીપૂર્વક કાઢવાની ક્ષમતા છે, ન્યૂ સાયન્ટીસ્ટ સામયિક અહેવાલ આપે છે. હસ્ટન, ટેક્ષાસ, રીસ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પેરીવિંકલ અને પોપટ-પાંખ એક સામાન્ય જળ વનસ્પતિને ટીએનટી ખવડાવ્યું. એક અઠવાડિઆમાં જ એની પેશીઓમાં કોઈ વિસ્ફોટક પદાર્થ રહ્યો નહિ અને છોડને સળગાવવાથી પણ વિસ્ફોટ થયો નહિ. એજ સમયે, મેરલૅંડની વિશ્વવિદ્યાલયના સંશોધકોએ શોધી કાઢ્યું કે સામાન્ય શક્કરિયાનાં કોષો અને અર્ક નાઈટ્રોગ્લીસરીનને ચૂસી લઈ કે ઘટાડી દઈ શકે છે. વૈજ્ઞાનિકોના બંને વૃંદોએ પહેલા છોડને જીવાણુરહિત બનાવ્યા એ સાબિત કરવા કે એઓને સૂક્ષ્મજીવોમાંથી કોઈ સહાય મળી ન હતી. “અત્યારે, જૂની વિસ્ફોટક જગ્યાઓએ બાંધકામ કરવા માટે એનો ફરીથી ઉપયોગ કરવો ખતરનાક અને ખર્ચાળ છે, પરંતુ એને બદલી શકાય જો સસ્તામાં ઉગાવેલા છોડને જમીન અને પાણીમાંથી વિસ્ફોટક પદાર્થ કાઢીને એને નિષ્ક્રિય કરવામાં ઉપયોગ કરવામાં આવે તો,” લેખ એમ કહે છે. એની તાત્કાલિક જરૂર છે કારણ કે “દારૂગોળાને દરિયામાં ફેંકવાની હાલની ટેવને બદલવામાં આવી રહી છે.”

સહસ્ત્રાવર્ષનું પાગલપણુ

ન્યૂઝવીક સામયિક કહે છે કે “૨૦મી સદી, જે પૂર્ણ યુદ્ધની સદી તરીકે શરૂ થઈ અને અણુ યુગમાં વધી, એ મનોરંજનના યુગમાં સમાપ્ત થઈ રહી છે.” વર્ષ ૧૯૯૯ની નવા વર્ષની ઉજવણીની પૂર્વ-સંધ્યાનો તહેવાર ઉજવવા માટે “ગોળાવ્યાપી હૉટલો અગાઉથી જ નોંધાઈ ચૂકી છે.” છતાં, એક વાદવિવાદ શરૂ થયો છે કે સહસ્ત્રાવર્ષ ક્યાં શરૂ થશે. “કિરિબાતી રાષ્ટ્રમાં મુશ્કેલી શરૂ થઈ,” એમ યુ.એસ. ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રીપોર્ટ નોંધે છે. “આંતરરાષ્ટ્રીય સમયરેખા ટાપુના બે ભાગ કરતી હતી: પૂર્વ કિરિબાતીમાં રવિવાર હોય ત્યારે, પશ્ચિમ કિરિબાતીમાં સોમવાર આવતો હતો.” રાષ્ટ્રએ જાન્યુઆરી ૧, ૧૯૯૫ના રોજ સમસ્યાને ઉકેલી, એ દિવસથી સમય રેખા પૂર્વ ટાપુ કેરોલાઈન પ્રમાણે જશે. એનો અર્થ કે નવા દિવસની શરૂઆત જોનાર પ્રથમ દેશ કિરિબાતી હશે. છતાં, બીજાં રાષ્ટ્રો, જેવા કે ટોંગા અને ન્યૂઝીલૅન્ડ “પહેલો” દરજ્જો લેવાની માંગણી કરે છે. રોયલ ગ્રીનવીચ ઓબ્સર્વેટરી પ્રમાણે પ્રશ્ન મહત્ત્વહીન છે. અહેવાલ નોંધે છે કે, “સપ્ટેમ્બર વિષુવકાળથી માર્ચ વિષુવકાળ સુધી દક્ષિણ ધ્રુવ પર હોવાથી, સહસ્ત્રાવર્ષ પૃથ્વીના દક્ષિણ છેડેથી શરૂ થશે.” છતાં, વેધશાળા ઉમેરે છે કે એ જાન્યુઆરી ૧, ૨૦૦૧માં જ થશે​—⁠૨૦૦૦માં નહિ.

ચેતવણી: કોલોબસ ચારરસ્તા

ડીયાની ફોરેસ્ટ, દક્ષિણ કેન્યાના દરિયાકાંઠાની નજીક એ પૂર્વ આફ્રિકાના કેટલાક ભાગોમાંનું એક છે જ્યાં કોલોબસ વાંદરા હજુ પણ ભયમાં છે. પ્રાણીઓ સામનો કરી રહેલી સમસ્યા એ છે કે કઈ રીતે વ્યસ્ત બીચ રોડ સલામતીપૂર્વક પાર કરવો. એક અંદાજ મુજબ દર મહિને રોડ પર તારક દ્વારા ૧૨ વાંદરા મરી જાય છે, સવારા ઈસ્ટ આફ્રિકા વાઈલ્ડ લાઈફ સોસાયટીનું સામયિક અહેવાલ આપે છે. ડીયાની રહેવાસીઓના વિચારકોના વૃંદે આ કત્લેઆમ ઘટાડવા કાર્ય કરવાનું નક્કી કર્યું. ડ્રાઈવરોને વધુ સાવધાનીથી ચલાવવાની અરજ કરવા ઉપરાંત, તાજેતરમાં તેઓએ રોડથી ઘણે ઊંચે દોરડાનો પૂલ બાંધ્યો. વાંદરાઓ આ પૂલનો ઉપયોગ કરે છે એનાથી ઉત્તેજિત થઈને, રહેવાસીઓ બીજા વધુ પૂલ બાંધવાની યોજના કરી રહ્યા છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો