વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૨/૮ પાન ૪
  • તેઓને ખીલવા દેવા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તેઓને ખીલવા દેવા
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • છોકરાંને જવાબદાર બનતા શીખવવું
  • પ્રેમાળ સુધારણા
  • જીવન માટેનું શિક્ષણ
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • બાળકોને યહોવાહને પ્રેમ કરતા શીખવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • યહોવાહના માર્ગમાં કુટુંબને દૃઢ બનાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • માતાપિતાઓ—યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૨/૮ પાન ૪

તેઓને ખીલવા દેવા

“યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે,” બાઇબલના ગીતકર્તાએ લખ્યું. (ગીતશાસ્ત્ર ૧૨૭:૪) બાણ કંઈ એના નિશાને આપમેળે જ પહોંચી જતું નથી. એને કાળજીપૂર્વક તાકવું પડે છે. એ જ પ્રમાણે, છોકરાં માબાપના માર્ગદર્શન વિના જવાબદાર પુખ્તવયની વ્યક્તિ ન પણ બને. “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ,” બાઇબલ ભલામણ કરે છે, “એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”—નીતિવચન ૨૨:૬.

બાળપણમાં કોઈ પર આધારિત રહેવામાંથી પુખ્તતામાં સ્વતંત્રતામાં બદલાણ એકાએક થઈ જતું નથી. તેથી માબાપે પોતાનાં બાળકોને સ્વતંત્ર થવાની તાલીમ આપવાનું ક્યારે શરૂ કરવું જોઈએ? પ્રેષિત પાઊલે તીમોથી નામના યુવાનને યાદ કરાવ્યું: “વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા તારણને સારૂ તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.” (૨ તીમોથી ૩:૧૫) કલ્પના કરો, તીમોથીની માતાએ તે હજુ તો બાળક જ હતો ત્યારથી તેને આત્મિક તાલીમ આપવી શરૂ કરી હતી!

હવે, બાળક આત્મિક તાલીમથી લાભ પામી શકતું હોય તો, શું એ વાજબી નથી કે તેઓને શક્ય એટલી જલદી જ પુખ્ત બનવાની તાલીમ આપવી જોઈએ? એમ કરવાની એક રીત છે, તેઓના પોતાના નિર્ણયો લેવા દઈ તેઓને જવાબદાર બનવાનું શીખવવું.

છોકરાંને જવાબદાર બનતા શીખવવું

તમે તમારાં છોકરાંને જવાબદાર બનવા કઈ રીતે ઉત્તેજન આપી શકો? જેક અને નોરા, એક પરિણીત યુગલ પોતાની પુત્રી વિષે યાદ કરે છેઃ “તે માંડ ચાલતા શીખી ત્યારે, તે તેના મોજાં કે બીજી નાની વસ્તુઓ પોતાના સૂવાના ઓરડામાં લઈ જઈને યોગ્ય ખાનામાં મૂકતા શીખી. તે રમકડાં અને પુસ્તકો પણ યોગ્ય જગ્યાએ મૂકતા શીખી.” આ નાની શરૂઆત છે, પરંતુ બાળક હમણાંથી જ જવાબદાર નિર્ણય લેતા શીખ્યું હતું.

બાળક મોટું થાય એમ, કદાચ તેને કે તેણીને થોડી વધુ ભારે જવાબદારીઓ આપી શકાય. તેથી એબ્રા અને અનિતાએ પોતાની દીકરીને પાલતું કૂતરું રાખવા દીધું. છોકરીને કૂતરાની કાળજી રાખવાની જવાબદારી હતી અને તેની દેખભાળ માટે તેણી પોતાના ખિસ્સાખર્ચના પૈસામાંથી ફાળો આપતી. બાળકોને તેઓની જવાબદારી પ્રમાણે જીવવા તાલીમ આપવી ધીરજ માંગી લે છે. પરંતુ એ મહત્ત્વનું છે અને તેઓની લાગણીમય વૃદ્ધિમાં ફાળો આપે છે.

ઘરકામ બાળકોને જવાબદારી શીખવવાની બીજી તક પૂરી પાડે છે. અમુક માબાપ પોતાનાં બાળકોને એમ વિચારીને કૌટુંબિક ફરજોથી લગભગ બાકાત રાખે છે કે તેઓને કામ આપીશું તો મદદને બદલે કામ વધારશે. અન્યો એવા નિષ્કર્ષ પર આવે છે કે પોતાનાં બાળકોનું જીવન ‘પોતાના બાળપણ કરતાં સારું હોવું’ જોઈએ. આ ખોટી વિચારસરણી છે. શાસ્ત્રવચનો કહે છેઃ “જે માણસ પોતાના ચાકરને બાળપણથી લાડમાં ઉછેરે છે, આખરે તે કૃતઘ્ની બની બેસશે.” (નીતિવચન ૨૯:૨૧, NW) આ વચનનો સિદ્ધાંત નિશ્ચે બાળકોને પણ લાગુ પડે છે. એ દુઃખની બાબત બને છે જ્યારે બાળક પુખ્તતામાં માત્ર “કૃતઘ્ની” તરીકે જ પ્રવેશ નથી કરતું પરંતુ સામાન્ય ઘરેલું કામકાજ કરવા પણ અશક્તિમાન બને છે.

બાઇબલ સમયમાં સામાન્યપણે છોકરાંને ઘરેલું કામકાજ સોંપવામાં આવતાં. દાખલા તરીકે, યુસફે, ૧૭ વર્ષની તરુણ વયે કુટુંબનાં ટોળાં ચરાવવાની જવાબદારી ઉપાડી. (ઉત્પત્તિ ૩૭:૨) આ કંઈ જેવું તેવું કાર્ય ન હતું, કેમ કે તેના પિતાના ટોળાં બહુ મોટાં હતાં. (ઉત્પત્તિ ૩૨:૧૩-૧૫) યુસફ શક્તિશાળી આગેવાન બન્યો એ હકીકત જોતા, એ માનવું અઘરું નથી કે આ શરૂઆતની તાલીમે તેના વ્યક્તિત્વને હકારાત્મક રીતે ઘડવામાં મોટો ફાળો આપ્યો. ઈસ્રાએલના ભાવિ રાજા, દાઊદ પણ તરુણાવસ્થાથી જ પોતાના કુટુંબનાં ઘેટાં સાચવતાં હતાં.—૧ શમૂએલ ૧૬:૧૧.

એ આજે માબાપ માટે કયો બોધપાઠ પૂરો પાડે છે? તમારાં બાળકોને અર્થસભર ઘરકામ આપો. સમય, પ્રયત્ન અને ધીરજથી, તમે યુવાનોને સાફસફાઈ, રસોઈ, બાગકામ, અને ઘર અને વાહનની મરામત કરવાનું શીખવી શકો. સાચું, ઘણી બાબતો બાળકની ઉંમર અને ક્ષમતા પર આધાર રાખે છે. પરંતુ નાનાં બાળકો પણ સામાન્યપણે ‘પિતાને પોતાના વાહનની મરામતમાં મદદ કરી’ શકે, અથવા ‘મમ્મીને રસોઈમાં મદદ કરી’ શકે.

ઘરનાં કામકાજ શીખવવામાં માબાપ પોતાનાં બાળકોને સૌથી મૂલ્યવાન ભેટ—પોતાનો સમય આપે એ પણ જરૂરી છે. એક પરિણીત યુગલ, બે બાળકોનાં માબાપને સફળ બાળતાલીમનું રહસ્ય પૂછવામાં આવ્યું. તેઓનો પ્રત્યુત્તર હતોઃ “સમય, સમય, અને વધુ સમય!”

પ્રેમાળ સુધારણા

બાળકો પોતાનું કાર્ય સારી રીતે કરે, અથવા એમ કરવા પ્રયત્ન કરે ત્યારે, તેઓને ઉદાર અને સાચી પ્રસંશાથી ઉત્તેજન આપો! (સરખાવો માત્થી ૨૫:૨૧.) અલબત્ત, બાળકો ભાગ્યે જ પુખ્ત વયની વ્યક્તિ જેવું કાર્ય કરશે. અને બાળકોને તેઓના પોતાના નિર્ણયો લેવા દેવામાં આવે ત્યારે, તેઓ ઘણી વાર ભૂલો કરશે. પરંતુ ટીકા કરવા ઉતાવળા ન બનો! શું તમે પુખ્ત વયના છતાં ભૂલો નથી કરતા? તો પછી બાળક ભૂલ કરે ત્યારે ધીરજ કેમ ન બતાવવી? (સરખાવો ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩.) ભૂલોની અપેક્ષા રાખો. એઓને શીખવાની પ્રક્રિયા તરીકે જુઓ.

લેખકો માઈકલ શુલમન અને ઈવા મેકલર જણાવે છેઃ “મિત્રો બનાવેલા બાળકો ગભરાતા નથી કે રજા વિનાનું કાર્ય શિક્ષામાં પરિણમશે.” તેમ છતાં, “લાગણી વિનાનાં કે ઉગ્ર મિજાજનાં માબાપનાં બાળકો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં, પછી ભલે એ મદદરૂપ હોય, ભાગ લેતાં ડરતા હોય છે કારણ કે તેઓ ગભરાય છે કે તેઓનાં માબાપ તેઓમાં કોઈક વાંક શોધી કાઢશે એની ટીકા કરશે અથવા શિક્ષા કરશે.” આ વિવેચન માબાપને બાઇબલની ચેતવણી સાથે સુમેળમાં છેઃ “પિતાઓ, તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.” (કોલોસી ૩:૨૧) તેથી બાળકના પ્રયત્નો અપેક્ષાથી ઊણાં ઉતરે તો, તેણે પ્રયત્ન કર્યો એ માટે તેની પ્રશંસા કેમ ન કરવી? બીજી વખત વધુ સારું કરવા તેને ઉત્તેજન આપો. તેને જાણવા દો કે તમે તેની પ્રગતિથી ખુશ છો. તેને તમારા પ્રેમની ખાતરી આપો.

અલબત્ત, અમુક સમયે સુધારણા જરૂરી બને છે. આ ખાસ કરીને તરુણાવસ્થા દરમિયાન દેખાય આવે, જ્યારે યુવાનો એક વ્યક્તિ તરીકે પોતાનું વ્યક્તિત્વ સ્થાપવાની, એક વ્યક્તિ તરીકે સ્વીકાર થવાના તેઓના હક્કની લડતમાં સપડાયેલા હોય છે. તેથી, સ્વતંત્રતા હાંસલ કરવાના આવા પ્રયાસોને હંમેશા બંડખોર ગણી કાઢવાને બદલે સમજપૂર્વક જોનાર માબાપ શાણાં કહેવાશે.

સાચું, યુવાનો આવેશમાં આવી જઈ નિર્ણય લેવા અને “જુવાનીના વિષયો” આગળ નમતુ જોખવા ઢળેલા હોય છે. (૨ તીમોથી ૨:૨૨) તેથી યુવાનીના વર્તન પર મર્યાદા મૂકવામાં નિષ્ફળતા બાળકને લાગણીમયપણે નુકસાન કરી શકે; તે સંયમ અને આત્મ-શિષ્ત શીખવામાં નિષ્ફળ જશે. બાઇબલ ચેતવણી આપે છેઃ “સ્વતંત્ર મૂકેલું છોકરૂં પોતાની માને ફજેત કરે છે.” (નીતિવચન ૨૯:૧૫) પણ પ્રેમાળ રીતે આપેલી યોગ્ય શિષ્ત લાભદાયી છે, અને યુવાનોને પુખ્તતાના પડકારો અને દબાણો માટે તૈયાર કરે છે. બાઇબલ ભલામણ કરે છેઃ “જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.” (નીતિવચન ૧૩:૨૪) જો કે, યાદ રાખો કે, શિષ્તનો હેતુ છે શીખવવું અને તાલીમ આપવી—શિક્ષા કરવી નહિ. સંભવિતઃ અહીં જણાવાયેલી “સોટી” ઘેટાંપાળકની લાકડી સૂચવે છે જે તેઓનાં ટોળાંને માર્ગદર્શન આપે છે. (ગીતશાસ્ત્ર ૨૩:૪) એ પ્રેમાળ માર્ગદર્શનનું પ્રતીક છે—નિર્દય ક્રૂરતાનું નહિ.

જીવન માટેનું શિક્ષણ

બાળકનાં શિક્ષણની વાત આવે છે ત્યારે માબાપના માર્ગદર્શનની સવિશેષપણે જરૂર પડે છે. તમારા બાળકના શિક્ષણમાં રસ લો. તેને શાળામાં યોગ્ય કોર્સની પસંદગી કરવા અને વધારાનું શિક્ષણ જરૂરી છે કે કેમ એ વિશે જવાબદાર નિર્ણય લેવા મદદ કરો.a

a “માબાપ—તમારે પણ ઘરકામ છે!” શૃંખલા, સપ્ટેમ્બર ૮, ૧૯૮૮ના અવેક!ના અંકમાં જુઓ.

અલબત્ત, સૌથી મહત્ત્વનું શિક્ષણ આત્મિક શિક્ષણ છે. (યશાયાહ ૫૪:૧૩) બાળકોને પુખ્તતાના જગતમાં ટકી રહેવા દૈવી મૂલ્યોની જરૂર પડશે. તેઓની “ઇંદ્રિયો”ને તાલીમ આપવી જ જોઈએ. (હેબ્રી ૫:૧૪) આ સંબંધી માબાપ તેઓને મદદ કરવા ઘણું કરી શકે. યહોવાહના સાક્ષીઓ મધ્યે કુટુંબોને પોતાનાં બાળકો સાથે બાઇબલનો નિયમિત અભ્યાસ કરવા ઉત્તેજન આપવામાં આવે છે. બાળપણથી તીમોથીને શાસ્ત્રવચનો શીખવનાર તેની માતાનું ઉદાહરણ અનુસરીને, સાક્ષી માબાપ એ જ પ્રમાણે પોતાનાં નાનાં બાળકોને શીખવી શકે.

બાર્બરા નામની એક એકલવાયી માતા બાઇબલનો કૌટુંબિક અભ્યાસ પોતાનાં બાળકો માટે સૌથી આનંદદાયક અનુભવ બનાવે છે. “એ સાંજે હું બાળકોને સરસ ભોજન, અને સાથે તેઓને ગમતી મીઠાઈ પણ આપવાની ખાતરી કરી લેતી. હું અનુકૂળ વાતાવરણ સર્જવા કિંગ્ડમ મેલડીઝની કેસેટો વગાડતી. પછી, પ્રાર્થનાથી શરૂઆત કરીને, સામાન્યપણે અમે વૉચટાવર સામયિકનો અભ્યાસ કરતા. પરંતુ કોઈ ખાસ જરૂરિયાત હોય તો, હું પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છેb જેવા પ્રકાશનોનો ઉપયોગ કરી શકતી.” બાર્બરાના કહેવા પ્રમાણે, પોતાનાં બાળકો સાથે બાઇબલના અભ્યાસે તેઓને “બાબતો પર યહોવાહની દૃષ્ટિ મેળવવા” મદદ કરી છે.

b વૉચટાવર બાઇબલ અને ટ્રેકટ સોસાયટી દ્વારા પ્રકાશિત.

હા, દેવના શબ્દ, બાઇબલનું જ્ઞાન અને સમજણ કરતાં બાળકને આપી શકાય એવી મહાન બીજી કોઈ ભેટ નથી. એ “ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ” આપી શકે. (નીતિવચન ૧:૪) આ રીતે સુસજ્જ યુવાન વ્યક્તિ નવાં દબાણો અને પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ થઈ પુખ્તતામાં પ્રવેશે છે.

તથાપિ, બાળકોનું જવું મોટા ભાગનાં માબાપની જીવન-ઢબમાં મોટો ફેરફાર લાવે છે. તેઓ સફળતાપૂર્વક કઈ રીતે સૂના ઘરમાં રહેતા શીખી શકે એ અમારા હવે પછીના લેખમાં ચર્ચવામાં આવ્યું છે.

એકલવાયા મા/બાપ—બાળકોને જવા દેવાનો પડકાર

રીબેકા નામની એક એકલી માતા જણાવે છે: “પોતાનાં બાળકોને જવા દેવા એ એકલા મા/બાપ માટે ઘણું અઘરું છે. જો આપણે ધ્યાન ન રાખીએ તો, આપણે વધુ પડતા રક્ષણાત્મક અને લાડ કરાવનારા બની જઈએ છીએ.” કૌટુંબિક સુખનું રહસ્ય * પુસ્તક, પાન ૧૦૬-૭, આ મદદરૂપ સલાહ આપે છે:

“એકલવાયા મા/બાપ પોતાનાં બાળકો સાથે સવિશેષ ગાઢ સંબંધ રાખે એ સ્વાભાવિક છે, તોપણ કાળજી લેવાવી જોઈએ કે માબાપ અને બાળકો વચ્ચે દેવે સ્થાપેલી મર્યાદાઓ તૂટી ન જાય. દાખલા તરીકે, એકલવાયી માતા પોતાના દીકરા પાસે અપેક્ષા રાખે કે તે ઘરના પુરુષ તરીકે જવાબદારીઓ ઉપાડી લે અથવા પોતાની દીકરી સાથે વિશ્વાસુ વ્યક્તિ તરીકેનો વ્યવહાર કરી પોતાના ખાનગી કોયડાનો ભાર છોકરી પર નાખે તો ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકે. આમ કરવું અયોગ્ય, તણાવયુક્ત, અને કદાચ બાળકને ગૂંચવણમાં નાખનારું બને છે.

“તમારાં બાળકોને ખાતરી કરાવો કે, મા કે બાપ તરીકે તમે તેઓની કાળજી લેશો—એનાથી ઊંધું જ નહિ. (સરખાવો ૨ કોરીંથી ૧૨:૧૪.) ઘણી વખત, તમને કેટલીક સલાહ કે ટેકાની જરૂર પડી શકે. એ ખ્રિસ્તી વડીલો કે કદાચ પરિપક્વ ખ્રિસ્તી સ્ત્રીઓ પાસેથી મેળવો, તમારાં સગીર બાળકો પાસેથી નહિ.—તીતસ ૨:૩.”

એકલવાયા મા/બાપ અમુક સીમાઓ નિશ્ચિત કરે અને તેઓનાં બાળકો સાથે હિતકર સંબંધ જાળવે તો, તેઓને જવા દેવા તેઓ માટે સહેલું બને છે.

* વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રેકટ સોસાયટી દ્વારા પ્રકાશિત.

“લાગણી વિનાનાં કે ઉગ્ર મિજાજનાં માબાપનાં બાળકો

કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં, પછી ભલે એ મદદરૂપ હોય, ભાગ લેતાં ડરતા હોય છે કારણ કે તેઓ ગભરાય છે કે તેઓનાં માબાપ તેઓમાં કોઈક વાંક શોધી કાઢશે, એની ટીકા કરશે અથવા શિક્ષા કરશે.”

—ભ્રીંગીંગ અપ અ મોરલ ચાઇલ્ડ,

માઇકલ શુલમાન અને ઇવા મેક્લર દ્વારા.

વ્યવહારુ તાલીમ બાળકને વધારે

જવાબદાર યુવાન બનાવે છે

બાઇબલનો કૌટુંબિક અભ્યાસ બાળકને પુખ્ત જીવનનો સામનો કરવા જરૂરી ડહાપણ આપશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો