વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૨/૮ પાન ૨૯
  • વિ શ્વ નિ હા ળ તા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિ શ્વ નિ હા ળ તા
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • કુદરતી સંપત્તિ ભયમાં છે
  • અસામાન્ય મિત્રતા
  • ગુટેનબર્ગ બાઇબલ મળી આવ્યું
  • ટોકિયોના હરતાફરતા કાગડાઓ
  • બાળકોને દૂધ પીવડાવવાની સુવિધા
  • જગતની ગટરવ્યવસ્થાનું સ્તર નીચું જઈ રહ્યું છે
  • ગુટેનબર્ગ તેમણે દુનિયાની પ્રગતિમાં આપેલો ફાળો
    સજાગ બનો!—૨૦૦૧
  • સેના-કીડીઓની કૂચ!
    સજાગ બનો!—૨૦૦૩
  • વિશ્વને નિહાળતા
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૮
g98 ૨/૮ પાન ૨૯

વિ શ્વ નિ હા ળ તા

કુદરતી સંપત્તિ ભયમાં છે

_

ભારતનો ઉત્તરપૂર્વીય પ્રદેશ વનસ્પતિ અને પ્રાણી જીવનથી ભરપૂર છે, હવે એ વનસ્પતિના ૬૫૦ જૂથપ્રકાર અને પ્રાણીઓના ૭૦ જૂથપ્રકારની યાદી આપે છે જે લુપ્ત થઈ ગઈ છે. બાંગ્લાદેશની સરહદ પર, મેઘાલય રાજ્યની નાજુક પરિસ્થિતિ વ્યવસ્થાને ૧૮ ‘કટોકટીમાં સ્થાનોʼમાંના એક તરીકે ઓળખવામાં આવ્યું છે, જ્યાં જૈવિક વિવિધતા જોખમમાં છે. ધ એશિયન એજમાં અહેવાલ આપવામાં આવ્યો તેમ, બીજા ઘટકો સાથે, માનવોએ લૂંટફાટ અને શિકાર કરીને પારિતંત્ર વ્યવસ્થા પર હુમલો કર્યો છે. ભારતના સાત ઉત્તરપૂર્વીય રાજ્યોની જૈવિક વિવિધતાને પરિસ્થિતિ મુજબ દેશના અન્ય ભાગની તુલનામાં વધુ નાજુક અને સંવેદનશીલ માનવામાં આવે છે.

અસામાન્ય મિત્રતા

_

કીડીઓ અને આફ્રિકી અકેશિયા ઝાડો વચ્ચેના સંબંધ પર વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આ ઝાડ કીડીઓને ખોરાક અને ઘર આપે છે. બદલામાં, કીડીઓ એ જીવજંતુઓ પર હુમલો કરે છે જે ઝાડને નુકસાન પહોંચાડે છે અને એ પ્રાણીઓને કરડે છે જે પાંદડાઓ ખાય છે. એમ જણાય છે કે આ ઝાડ પોતાના અસ્તિત્વ માટે આ સુરક્ષા પર આધારિત છે. પરંતુ ઝાડને પોતાનાં ફુલોને પરાગિત કરવા માટે ઉડતા પતંગિયાઓની પણ જરૂર છે. એને ધ્યાનમાં રાખીને, પરાગિત કરનાર પતંગિયાને પોતાનું કામ કરવાની તક ક્યારે મળે છે? સાયન્સ જરનલ કુદરત (અંગ્રેજી) અનુસાર, ઝાડ “ફુલ ફળદ્રુપતાના શિખર” પર હોય છે ત્યારે, એ એક એવું રસાયણ છોડે છે જેનાથી એવું જણાય છે કે એ કીડીઓને દૂર રાખે છે. એ જીવાણુંઓને તક આપે છે કે “યોગ્ય ક્ષણે” એ ફૂલોની મુલાકાત લે. પછી, ફુલ પરાગિત થઈ જાય છે ત્યારે, કીડીઓ પાછી ચોકી કરવાના પોતાના કામમાં લાગી જાય છે.

ગુટેનબર્ગ બાઇબલ મળી આવ્યું

_

બાઇબલનો એક ભાગ જેને ૧૫મી સદીમાં યોહાનસ ગુટેનબર્ગેં છાપ્યો હતો, રેંડસ્બુર્ગ, જર્મનીમાં એક ચર્ચના સંગ્રહમાં મળી આવ્યો છે. ૧૯૯૬ની શરૂઆતમાં એ મળ્યા પછી, એ સાચું ગુટેનબર્ગ બાઇબલ તરીકે જાહેર કરાય તે પહેલાં એના ૧૫૦ પાનનાં ભાગોને બારીકાઈથી તપાસવામાં આવ્યાં, બીસબાડેનર કુરીયર અહેવાલ આપે છે. જગતભરમાં, ૪૮ ગુટેનબર્ગ બાઇબલ હોવાનું મનાય છે, જેમાંથી ૨૦ પૂરેપૂરા છે. “યોહાનસ ગુટેનબર્ગ દ્વારા છાપેલ પ્રખ્યાત બે-ગ્રંથના બાઇબલને પુસ્તક મુદ્રણમાં પહેલું મોટું કાર્ય સમજવામાં આવે છે,” વર્તમાનપત્ર કહે છે. આ તાજેતરની શોધમાં “હજુપણ એના મૂળ પુસ્તકની સાંકળ સલામત છે, જેનાથી બાઇબલને વ્યાસપીઠ પર બાંધવામાં આવતું હતું, જેથી કોઈ એને ચોરી ન જાય.”

ટોકિયોના હરતાફરતા કાગડાઓ

_

ટોકિયો, જાપાનમાં કાગડાઓને ઉપનગરો અને શહેર વચ્ચે દરરોજ હરવાફરવાની ટેવ પડી ગઈ છે, ધ ડેઈલી યુમીઉરી અહેવાલ આપે છે. પક્ષી નિષ્ણાતો કહે છે કે એ થોડાં વર્ષો પહેલાં શરૂ થઈ જ્યારે ટોકિયોના બગીચાઓ અને મંદિરના ચોગાનમાં કાગડાઓની વસ્તી એટલી વધી ગઈ કે કાગડાઓને બીજી કોઈ જગ્યાએ માળાઓ બાંધવાની ફરજ પડી હતી. ત્યારે એઓએ ઉપનગરના જીવનમાં રાહત શોધી. છતાં, એક બાબતની એઓએ કમી અનુભવી એ શહેરનો મનપસંદ ખોરાક—જે એઓને ઉકરડામાં કે ફેંકી દીધેલ એઠવાડમાંથી મળતો હતો. એઓએ “પગાર કામદારોની જેમ અવર-જવર કરવાની ઢબને” વિકસાવીને સમસ્યાને આંબી છે. એઓ ખોરાક શોધવા માટે સવારે શહેર વિસ્તારોમાં જાય છે, પછી સાંજે ઉપનગરોમાં પાછા ફરે છે,” ધ ડેઈલી યુમીઉરી કહે છે.

બાળકોને દૂધ પીવડાવવાની સુવિધા

_

“બે દાયકાઓથી, ડૉક્ટરો અને જનતા સ્વાસ્થ્ય એજન્સીઓએ ગરીબ દેશોમાં નવી માતાઓને એક જ સલાહ આપી છે: પોતાના બાળકોને તંદુરસ્ત રાખવા માટે સ્તનપાન કરાવો,” ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ કહે છે. “પરંતુ હવે, એઈડ્‌સ રોગ એ સલાહને રદ કરે છે. અભ્યાસો બતાવી રહ્યા છે કે એઈડ્‌સના વિષાણુઓથી અસરગ્રસ્ત માતાઓ એને સ્તન-દૂધ દ્વારા વધુ પ્રમાણમાં ફેલાવી શકે છે. . . . તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રએ અનુમાન લગાવ્યું કે એચ.આઈ.વીથી અસરગ્રસ્ત કુલ એક તૃત્યાંશ શિશુઓને એ વિષાણુ પોતાની માતાના દૂધ દ્વારા મળ્યા છે.” એનો વિકલ્પ ડબ્બાનું દૂધ છે, પરંતુ એની પણ પોતાની સમસ્યા છે. ઘણા દેશોમાં માતાઓ પાસે ડબ્બાનું દૂધ ખરીદવા કે બાટલીઓને જીવાણું-રહિત કરવા માટે પૈસા નથી અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. પરિણામે, બાળકોને મરડો અને શરીરમાં પાણીની કમી, સાથે શ્વાસ અને જઠરનો રોગ થઈ જાય છે. ગરીબ કુટુંબો દૂધમાં વધુ પાણી મેળવે છે, પરિણામે શિશુઓને ખામીયુક્ત પોષણ મળે છે. સ્વાસ્થ્ય અધિકારીઓ હવે બંને બાબતોને સમતોલ કરવા માટે લડી રહ્યા છે. જગતભરમાં, દરરોજ ૧૦૦૦ કરતાં વધુ શિશુઓ અને બાળકો મધ્યે એચઆઈવીના નવા કેસો થઈ રહ્યા છે.

જગતની ગટરવ્યવસ્થાનું સ્તર નીચું જઈ રહ્યું છે

_

“જગતની અડધી વસ્તી કરતાં વધુ, લગભગ ત્રણ અબજ લોકોની પાસે સંડાસ થોડા પણ ચોખ્ખા રહે એવી ગટર વ્યવસ્થા નથી,” ન્યૂ યોર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે. યુનિસેફ (સંયુક્ત રાષ્ટ્ર બાળ નિધિ) દ્વારા સંચાલિત દેશોની પ્રગતિ (અંગ્રેજી) વાર્ષિક સર્વેક્ષણનો ભાગ, એ નિષ્કર્ષ પણ પ્રગટ કરે છે કે “ગટર વ્યવસ્થાનું સ્તર જગતભરમાં નીચું જઈ રહ્યું છે, ઊંચુ આવી રહ્યું નથી.” દાખલા તરીકે, કેટલાક દેશોએ ગરીબોને ચોખ્ખું પાણી આપવામાં પ્રગતિ કરી છે, પરંતુ તે મળ વિસર્જનની પૂરતી વ્યવસ્થા કરી શક્યા નથી. મૂળ સાફ-સફાઈની આ ખામી નવા રોગો ફેલાવવામાં અને જૂની બીમારીઓને ઊથલો મારવામાં ફાળો આપે છે, અહેવાલ કહે છે. એ અનુમાન કરવામાં આવ્યું છે કે દર વર્ષે ૨૦ લાખ કરતાં વધુ બાળકો ગંદકીથી થતી બીમારીઓને કારણે મરે છે. અભ્યાસના લેખક, અખ્તર હમીદ ખાન કહે છે: “તમારી ગટર વ્યવસ્થાનું સ્તર મધ્યયુગના સ્તર જેવું હોય છે ત્યારે તમને બીમારીઓ પણ મધ્યયુગના સ્તરની જ થાય છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો