આફતનાં
બે પાસાં
સજાગ બનો!ના મૅક્સિકોમાંના ખબરપત્રી તરફથી
મૅક્સિકો ઓક્ષાકાના દરિયાકિનારે વાવાઝોડું પૌલિન આવ્યું ત્યારે, ગોડફ્રેડો અને ગીસેલ્લા એક યહોવાહનું સાક્ષી પરિણીત યુગલ પોતાનાં નાનાં બાળકો સાથે પોતાના ડામરથી ચોંટાડેલાં પતરાંના બનેલા ઘરમાં હતું. એક એક કરીને પતરાં ઊડી ગયાં. છેવટે, ફક્ત ચોકઠાં રહી ગયાં ત્યારે, કુટુંબ એકદમ નિરાશ્રિત થઈ ગયું.
ગીસેલ્લાના હાથમાં આઠ મહિનાનું બાળક હતું અને બીજાં ત્રણ બાળકોએ તેને અને ગોડફ્રેડોને પકડી રાખ્યા હતા, તેઓ બે કલાક કરતાં વધારે સમય સુધી જોરદાર પવન સામે લડ્યા. કેટલીય વખત, વાવાઝોડાની ઝડપને કારણે તેઓ નીચે પછડાતા અને જમીન પર ગબડી પડતા. છેવટે તેઓ સર્વ બચી ગયા.
અકાપુલ્કો શહેરમાં નેલ્લી નામની એક યહોવાહની સાક્ષીએ પોતાના ઘરમાં પાણી આવતું જોઈને, પોતાના કુટુંબને જગાડી દીધું. પાણીની સપાટી ઝડપથી વધી રહી હતી, અને પાણીના પ્રવાહની ગતિ નેલ્લીને પાણીની અંદર ઘસડી લઈ ગઈ, પરંતુ તેની દીકરીએ તેને બહાર કાઢી. તેઓએ બારીના સળિયા પકડી લીધા અને પાણી તેઓના ગળા સુધી આવી ગયું ત્યારે નિઃસહાય રીતે જોવા લાગ્યા. પછી તેઓએ બહાર આવવા માટે જણાવતો એક અવાજ સાંભળ્યો. એ તેઓના પડોશીનો હતો; તેણે તેઓને બહાર નીકળવા મદદ કરી અને તેઓને પોતાના ઘરે લઈ ગયો. ત્યાંથી તેઓએ એક ડરામણું દૃશ્ય જોયું. એક મિનિટ પહેલાં જ તેઓ જે ઘરમાં હતા એના પાણીમાં વહેતી એક કારે ભૂક્કા બોલાવી દીધા.
ઑક્ટોબર ૮, ૧૯૯૭ની બુધવાર બપોરે, વાવાઝોડું પૌલિન ઓક્ષાકા રાજ્યના દરિયા કિનારે કલાકના ૨૦૦ કિલોમીટરની ઝડપે ત્રાટક્યું. પછી, ઑક્ટોબર ૯ ગુરુવારે વહેલી સવારે, વાવાઝોડાએ ગુએરેરો રાજ્યને ખાસ કરીને એકાપુલ્કો શહેરને ઉજ્જડ કરી નાખ્યું, ૩૦ ફૂટ ઊંચે મોજાં ઊછળવા લાગ્યાં અને પૂરના પાણી ઘરો, કાર, પ્રાણીઓ, અને લોકોને તાણી લઈ ગયાં. વાવાઝોડું સમાપ્ત થયું ત્યાં સુધી તો, ફળિયાઓમાં ૩૦ ફૂટ કરતાં વધારે ઊંડા ખાડા પડી ગયા હતા. વર્તમાનપત્ર ધ ન્યૂઝ અનુસાર, મૅક્સિકોમાંના રેડ ક્રોસે બંને રાજ્યોનો ભેગો અંદાજ કાઢ્યો કે ઓછામાં ઓછી ૪૦૦ વ્યક્તિ મરણ પામી અને ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ વ્યક્તિઓ ઘરવિહોણી થઈ ગઈ હતી. છતાં, આપત્તિની મધ્યે, ખ્રિસ્તી પ્રેમના હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળતા હતાં.
યહોવાહના લોકો પ્રત્યુત્તર આપે છે
વાવાઝોડા પૌલિનના સમાચાર ફેલાયા તેમ, મૅક્સિકોમાંની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીએ આખા દેશમાંથી સાક્ષીઓના ફોન આવવાના શરૂ થયા જેઓ જાણવા માંગતા હતા કે તેઓ શું મદદ કરી શકે. વિદેશોમાંથી પણ મદદની ઑફર કરવામાં આવી. જલદી જ રાહત સમિતિ રચવામાં આવી, અને અનેક ટન ખોરાક, કપડાં, અને અન્ય વસ્તુઓ વહેંચવામાં આવી.
વધુમાં, બાંધકામ સામગ્રી ખરીદવામાં આવી, અને તરત જ નુકસાન કે નાશ પામેલ ૩૬૦ ઘરો અને અનેક રાજ્યગૃહોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું. હજારો ખ્રિસ્તી ભાઈબહેનો દાન આપવામાં, વર્ગીકરણ, પેકીંગ, પરિવહન, અને રાહત વસ્તુઓ પહોંચાડવામાં કે નુકસાન પહોંચેલાને સમારવામાં વ્યસ્ત હતા.
કેટલાક દુકાનદારો સાક્ષીઓની પ્રવૃત્તિથી એટલા બધા પ્રભાવિત થયા કે તેઓએ ઉદારતાથી ખોરાક, બાંધકામ સામગ્રી, અને અન્ય વસ્તુઓ દાનમાં આપી. બીજાઓએ તેઓને ઓછી કિંમતે વસ્તુઓ આપી. અસરગ્રસ્ત સાક્ષીઓ તેઓ પ્રત્યે બતાવવામાં આવેલ પ્રેમને કારણે, ખાસ કરીને ખાદ્ય સામગ્રી સાથેના ઉત્તેજનવર્ધક પત્રો વાંચીને લાગણીવિભોર બની ગયા.
દુઃખની વાત છે કે, જોસ ફોઉસ્ટીનો—એક ૧૮ વર્ષિય સાક્ષી—અને ત્રણ વ્યક્તિઓ જેઓ સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરતી હતી વાવાઝોડામાં મરી ગઈ. તેઓના સગાઓ, ખાસ કરીને જોસનાં માબાપે, તેઓના ભલા માટે કરેલ પ્રાર્થનાઓ અને મંડળ દ્વારા આપવામાં આવેલ ઉત્તેજન માટે કદર બતાવી.
કેટલાંક હકારાત્મક પરિણામો
વાવાઝોડા પૌલિન પછી સાક્ષીઓના સગાઓ સહિત ઘણી વ્યક્તિઓએ બાઇબલ અભ્યાસ માટે પૂછ્યું, અને ઘણા પડોશીઓ સાક્ષીઓનો આશાનો સંદેશો સાંભળવા માટે ઇચ્છા રાખતા હતા. ઉપરાંત, સાક્ષીઓ રાહત ખોરાકના જાહેર વિતરણમાં પણ સહભાગી થયા. એક કિસ્સામાં, એક સાક્ષીએ એક માણસને પૂછ્યું કે તેની કંપનીમાંથી દાન કરેલ ખોરાકનું વિતરણ કરવા માટે તેણે સાક્ષીઓને જ શા માટે પસંદ કર્યા, માણસે જવાબ આપ્યો: “કારણ કે હું જાણું છું કે તમે લોકો સંગઠિત અને પ્રમાણિક છો. ઉપરાંત, આ સહાયની કોને વધારે જરૂર છે એ તમે સારી રીતે જાણો છો કેમ કે તમે તમારા પ્રચારવિસ્તારના લોકોને ઓળખો છો.”
અંત નજીક છે અને જગતવ્યાપી વધુને વધુ આપત્તિઓ આવી રહી છે ત્યારે, આપત્તિ હોવા છતાં, આફતોનો સામનો કરવામાં પણ બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવામાં આવી રહેલા છે એ જોવું હંમેશા ઉત્તેજનકારક છે.
પુનઃબાંધકામમાં યુવાનો મદદ કરે છે
વાવાઝોડા પૌલિન પછી સાક્ષીઓ ઓક્ષાકામાં નવું રાજ્યગૃહ બાંધી રહ્યા છે