કઈ રીતે વિમાનો સલામત છે?
જ ગત ફરતે એક વર્ષની અંદર પાંચ લાખ લોકોનું મૃત્યુ માર્ગ અકસ્માતથી થાય છે. બીજી બાજુ, ૧૯૯૬માં વિમાનની દુર્ઘટનાથી થતા મરણની સંખ્યા ૧,૯૪૫ હતી. વર્ષ ૧૯૯૭માં આ સંખ્યા ઘટીને ૧,૨૨૬ થઈ. ઉત્પાદક બોઈંગ દ્વારા હકીકત બતાવે છે કે “દસ લાખ વ્યાપારી વિમાનોમાંથી બે વિમાનોની દુર્ઘટના થાય છે.”
તેમ છતાં, વિમાનોની દુર્ઘટનાની જાહેરાત શિખરે પહોંચી જાય છે, જ્યારે દરરોજ રસ્તાઓની દુર્ઘટનામાં મરણ પામે છે તેઓને સામાન્ય રીતે જોવામાં આવે છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં વિમાનમાં મુસાફરી કરવા કરતાં બસ દ્વારા મુસાફરી કરવી એ વધુ સલામત ગણવામાં આવે છે.
સામાન્ય રીતે શા માટે વિમાનો કાર કરતાં સલામત છે? એક દેખીતું કારણ એ છે કે વિમાન રસ્તાઓ પરના વાહનો જેવું નથી, વિમાનો ખાસ કરીને આકાશમાં નજીક નજીક ઊડતા નથી. બીજુ કારણ એ છે કે વિમાન ચાલકો ઉચ્ચ તાલીમ પામેલા હોય છે અને તેઓ પોતાની જવાબદારીઓથી જાણકાર હોય છે. બોઈંગ ૭૪૭નો ચાલક ખાસ કરીને ૫૦ વર્ષનો હોય શકે અને તેને લગભગ ૩૦ વર્ષ વિમાન ઊડાવવાનો અનુભવ હોય છે. બધા જ વિમાન ચાલકોનો પ્રાથમિક ગુણ સલામતી હોય છે. છેવટે, તેઓનું જીવન પણ જોખમમાં હોય છે.
વિમાન ચાલકની બેઠક આગળ સુરક્ષા
તમે વિમાન ચાલકની બેઠક આગળ જુઓ તો, તમને બધા જ પ્રાથમિક સાધનો અને બીજા નિયંત્રણ કરવાના સાધનોની બે જોડ જોવા મળશે—એક સેટ કૅપ્ટનની ડાબી બાજુ અને બીજો સેટ બીજા પાઇલટની જમણી બાજુ હોય છે.a તેથી, ધ ઍર ટ્રાવેલ હેન્ડબુક પ્રમાણે, “એક પાઇલટ શારીરિક કે માનસિક રીતે ભાંગી પડે ત્યારે, બીજા પાઇલટ પાસે વિમાનને સુરક્ષિત રીતે ચલાવવા માટે બધા જ સાધનો હોય. વિમાનની અંદર, દરેક પાઇલટ બીજા પાઇલટના સાધનોને જોઈ શકે, અને નક્કી કરી શકે કે બંને સેટ સરખી નિશાની આપે છે.”
a વિમાન એની જગ્યાએ ઊભુ હોય છે ત્યારે, વિમાનના ઘણા કૅપ્ટનો તમને તેઓની બેઠક આગળ જોવા માટેની પરવાનગી આપશે. તેઓ તમારા પ્રશ્નોના જવાબ પણ આપશે.
વિમાન ચાલકની બેઠક આગળ બીજુ સલામતીનું કારણ એ છે કે ખાસ કરીને કૅપ્ટન અને સહપાઇલટને જુદા જુદા સમયે ભોજન આપવામાં આવે છે. શા માટે? કારણ કે ભોજનમાં કંઈ ઝેર હોય તો, એની અસર ફક્ત એકને જ થાય.
પાંખો, પૈડા અને બ્રેક એ ભાગો ખસે છે કે નહિ એ નક્કી કરવા, “વિમાનની અંદર ખાસ કરીને વધારાની બે હાઇડ્રોલિક પદ્ધતિ છે જેથી એક નિષ્ફળ જાય તો, બીજી કામ કરી શકે.” આધુનિક વિમાનોમાં સુરક્ષાને ધ્યાન આપવા બે અથવા ત્રણ પદ્ધતિઓની જરૂર હોય છે.
તમે શું કરી શકો?
અહીંયા બધા જ મુસાફરો ધ્યાનમાં રાખી શકે એવી ઘણી સાદી ચેતવણીઓ છે: સંકટની પરિસ્થિતિ માટે માહિતી પત્ર વાંચો, અને દરેક ફ્લાઈટની શરૂઆતમાં વિમાનના અટેન્ડન્ટ સુરક્ષા માટેની રીત સમજાવે ત્યારે સાંભળો. તમે તમારી જગ્યાએ બેસો ત્યારે, જુઓ કે બહાર જવા માટે નજીકનો દરવાજો કયો છે. અને કટોકટીના સમયે, વિમાનના અટેન્ડન્ટની સૂચનાઓને અનુસરો. તેઓ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એને હાથ ધરવા માટે ઉચ્ચ તાલીમ પામેલા હોય છે. સૂચના આપવામાં આવે ત્યારે, એ મહત્ત્વનું છે કે મુસાફરો પોતાની વસ્તુઓને લીધા વગર જલદી જ ત્યાંથી ખસી જાય. જીવન પોતાની માલમિલકત કરતાં વધારે મહત્ત્વનું છે.
આધુનિક વિમાનો સામાન્ય રીતે એટલા ઊંચા ઊડતા હોય છે કે એની અસર વાતાવરણ પર પડતી નથી, તેથી ઊંચુ ઊડવું વિમાનો માટે સારું હોય છે. પરિણામે, થોડા લોકો માંદગી અનુભવે છે. વાતાવરણમાં કંઈક ખળભળાટની શંકા હોય ત્યારે, ખાસ કરીને કૅપ્ટન મુસાફરોને સલામતીનો પટ્ટો બાંધવાની સલાહ આપે છે.
શું વિમાન દ્વારા મુસાફરી કરવી એ સલામતીભર્યું છે? જવાબ હા છે. પરંતુ ઘણા મુસાફરો જરૂરી બદલાણોને સહન નથી કરતા. એ બદલાણ કયા હોય શકે? એ કે મુસાફરો આગળના બદલે પાછળ મોં કરીને બેસે! એથી શું લાભ થઈ શકે? વિમાન નીચે આવે છે ત્યારે મુસાફરોના પેટને ઓળંગે એવો સીટ બેલ્ટ આપવાને બદલે કમરના પટ્ટાનો આધાર આપવામાં આવે છે, સીટ બેલ્ટ એ કારનો સીટ બેલ્ટ જે છાતીને ઓળંગે છે એની સરખામણીમાં અપૂરતું રક્ષણ આપે છે. તેમ છતાં, લોકો તેઓ ક્યાં હતા એ જોવા કરતા ક્યાં જઈ રહ્યા છે એ જોવાનું પસંદ કરે છે!
વિમાનમાં મુસાફરી કરતા બીવું જોઈએ?
અમેરિકાની વસ્તીમાં અનુમાને છમાંથી એક પુખ્ત વિમાનમાં મુસાફરી કરતા બીએ છે. કોઈક માટે એ બીક કરતાં પણ વધારે હોય છે—એવી બીક કે જે ગભરાઈ જાય એવી વર્તણૂક તરફ દોરી જઈ શકે. શું મદદ મળી શકે?
મુસાફરો જાણકારી લે તો, ચિંતા દૂર થઈ શકે. દર વર્ષે ૧૫,૦૦૦ વિમાનો લગભગ ૧૦,૦૦૦ હવાઈ મથકો પર સેવા આપે છે અને ૧૨૦ કરોડ લોકોને સલામત રીતે પોતાના મુકામે પહોંચાડે છે. “લંડનની લોઈડ [વિમા કંપની]ના જણાવ્યા પ્રમાણે કાર દ્વારા મુસાફરી કરવા કરતાં વિમાનમાં મુસાફરી કરવી ૨૫ ગણું સારું છે.”
વિમાનમાં મુસાફરી કરવાની તમારી હિંમત ના હોય તો, વિમાનો કઈ રીતે ઊડે છે અને પાઇલટની તાલીમ વિષેનું પુસ્તક વાંચો. પાઇલટોએ કેટલા ધોરણની તાલિમ લેવી જોઈએ અને તેઓએ કેટલી ઊંઘ લેવી જોઈએ, ઊડતા પહેલા તેમણે કેટલો દારૂ પીવો જોઈએ એ વિષે વાંચો. પાઇલટ માટે વર્ષમાં બે વાર સિમ્યુલેટરની પરીક્ષા હોય છે જ્યાં એ જોવા મળે છે કે તે કટોકટીના સમયને કઈ રીતે હાથ ધરે છે, અને એમાં તેઓએ પાસ થવાનું જ હોય છે. આ સિમ્યુલેશનની પરીક્ષા જીવનને લગતી હોય છે, ઘણા પાઇલટો આ સિમ્યુલેટરમાંથી બહાર આવે છે ત્યારે, “ધ્રુજતા હોય છે અને પરસેવાથી લથપથ હોય છે.” પાઇલટ સિમ્યુલેટર પરીક્ષામાં નિષ્ફળ જાય તો, તેઓ વ્યાપારી વિમાન ચલાવવાનું લાઇસન્સ ગુમાવી શકે.
મોટરગાડીના ચાલકના ધોરણ કરતાં વિમાન ચાલકનું ધોરણ ઘણું ઊંચુ છે. તમે વિમાન અને પાઇલટ વિષે જેમ વધારે શીખો તેમ તમારા વિશ્વાસને વધારી શકો.
તમને હવાઈ મથકની મુલાકાત લેવી મદદ કરી શકે. મુસાફરો માટેની પદ્ધતિની નોંધ લો, અને લોકો કેવો પ્રત્યાઘાત પાડે છે એ અવલોકો. તમને જોવા મળશે કે ઘણા લોકો વિમાનમાંથી એવી રીતે ઉતરતા હોય છે કે જાણે બસમાંથી ઉતરતા હોય. વિમાનની મુસાફરી તેઓ માટે સામાન્ય હોય છે. વિમાનને ચઢતા અને ઉતરતા જુઓ. વૈજ્ઞાનિક એરોડાયનામિકના સિદ્ધાંતોને સમજો અને એની પ્રશંસા કરો કે જે વિમાનને શક્ય અને સલામત બનાવે છે.
તમે વિમાનમાં પહેલી વાર મુસાફરી કરતા હોવ તો, ફ્લાઈટના અટેન્ડન્ટને કહો કે તમે પહેલી વાર વિમાનમાં મુસાફરી કરો છો અને તેથી તમે થોડા હતાશ પણ છો. આ વ્યવસાયીકો તમને સ્વસ્થ કરવા અને આ પદ્ધતિમાં તમારો વિશ્વાસ બેસાડવા કઈ રીતે મદદ કરવી એ જાણે છે. સ્વસ્થ રહેવા પ્રયત્ન કરો. વિમાનનો કૅપ્ટન કહે કે હવે તમે સલામત છો ત્યારે તમે વિમાનમાં ઊભા થઈને ચાલી શકો અને કેબિનની અંદર હરી ફરી શકો. વિમાનમાં મુસાફરી કરવાની તમારી બીક ધીરે ધીરે જતી રહેશે!
Photograph courtesy of Boeing Aircraft Company
આરામ કરવાનું શીખો તો, વિમાનની મુસાફરી આનંદદાયક બની શકે
“લંડનની લોઈડસ [ વિમા કંપની]ના જણાવ્યા પ્રમાણે કાર દ્વારા મુસાફરી કરવા કરતાં વિમાનમાં મુસાફરી કરવી ૨૫ ગણું સારું છે”