વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૦૨ પાન ૧૬-૧૭
  • પરમેશ્વર કેટલા સહનશીલ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પરમેશ્વર કેટલા સહનશીલ છે?
  • સજાગ બનો!—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • પરમેશ્વર કેમ કંઈ કરતા નથી?
  • દયાળુ, ધીરજવાન પરમેશ્વર
  • પરમેશ્વરની સહન કરવાની હદ
  • પરમેશ્વરની ધીરજનો લાભ લો
  • સહનશીલતા
    સજાગ બનો!—૨૦૧૫
  • સહિષ્ણુતા એક હદથી બીજી હદ સુધી
    સજાગ બનો!—૧૯૯૭
  • શું તમે ખરેખર સહનશીલ છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • લવચીક, છતાં દૈવી ધોરણોને જવાબદાર
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૨
g ૧/૦૨ પાન ૧૬-૧૭

બાઇબલ શું કહે છે

પરમેશ્વર કેટલા સહનશીલ છે?

“દેવે પોતાનો કોપ દેખાડવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઇચ્છા રાખીને નાશને જોગ થએલાં કોપનાં પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું.”—રૂમી ૯:૨૨.

સદીઓથી પરમેશ્વર દુષ્ટતાને ચાલવા દે છે. અયૂબે ૩૦૦૦ કરતાં વધારે વર્ષો અગાઉ દુઃખ વ્યક્ત કર્યું: “દુષ્ટો શા માટે જીવે છે, અને વૃદ્ધ થાય છે, વળી મહા પરાક્રમી થાય છે? તેમના વંશજો તેમની સાથે તેમની નજર આગળ અને તેમનાં ફરજંદ તેમની આંખો આગળ આબાદ થાય છે. તેમનાં ઘર ભય વગર સહીસલામત છે. અને દેવની સોટી તેઓ ઉપર પડતી નથી.” (અયૂબ ૨૧:૭-૯) તેમ જ, યિર્મેયાહ પ્રબોધકની જેમ, ન્યાય ચાહતા અનેક પ્રબોધકો પણ એમ વિચારતા કે યહોવાહ શા માટે દુષ્ટતા ચાલવા દે છે.—યિર્મેયાહ ૧૨:૧, ૨.

એના વિષે તમને શું લાગે છે? પરમેશ્વરે દુષ્ટોને રહેવા દીધા છે એનાથી શું તમે પણ દુઃખી છો? શું તમને કોઈક વાર એવું લાગે છે કે પરમેશ્વરે દુષ્ટોનો જલદી જ નાશ કરવો જોઈએ? પરમેશ્વર શા માટે દુષ્ટોને રહેવા દે છે? બાઇબલ પરમેશ્વરની સહનશીલતા વિષે શું કહે છે એનો વિચાર કરો.

પરમેશ્વર કેમ કંઈ કરતા નથી?

આપણે પોતાને પ્રથમ પૂછવું જોઈએ: પરમેશ્વર એકદમ ન્યાયી હોવા છતાં, તે કેમ આટલી દુષ્ટતા સહન કરે છે? (પુનર્નિયમ ૩૨:૪; હબાક્કૂક ૧:૧૩) શું એનો અર્થ એમ થાય કે તે દુષ્ટો પ્રત્યે આંખ આડા કાન કરે છે? બિલકુલ નહિ! આ ઉદાહરણનો વિચાર કરો: કલ્પના કરો કે એક સર્જન સ્વચ્છતા રાખતો જ નથી. તેમ છતાં, તે દર્દીઓને સારવાર આપે છે, એનાથી તેઓને ખૂબ જ દુઃખ સહેવું પડે છે. જો તે એવી જ રીતે હૉસ્પિટલમાં કામ કરે તો તેને જલદી જ ત્યાંથી કાઢી મૂકવામાં નહિ આવે શું? પરંતુ, એવા સંજોગો પણ હોય છે, જેમાં એવી બાબતો સહન કરવી પડે. દાખલા તરીકે, યુદ્ધમાં ઘાયલ થયેલી વ્યક્તિની સારવાર કરતો સર્જન પૂરતી ચોખ્ખાઈ રાખી શકશે નહિ, અથવા તેની પાસે પૂરતાં સાધનો ન હોવાથી, જે મળી આવે એનો ઉપયોગ કરશે. એવા સંજોગોમાં શું સહન કર્યા વિના છૂટકો છે?

એવી જ રીતે, પરમેશ્વરને ઘણી બાબતો પસંદ નથી છતાં, તે આજે પણ એને ચાલવા દે છે. જોકે તે દુષ્ટતાને ધિક્કારે છે, છતાં તે થોડો સમય એને ચાલવા દે છે. એમ કરવા પાછળ પણ સારાં કારણો રહેલાં છે. એનું એક કારણ એ છે કે એદન બાગમાં શેતાને ઊભા કરેલા વાદવિષયને હંમેશ માટે થાળે પાડવા માટે તે સમય આપે છે. આ વાદવિષય પરમેશ્વરના શાસન કરવાના અધિકાર અને પ્રમાણિકતા સાથે સંકળાયેલો છે. વળી, તે ધીરજવાન હોવાથી જેઓ ખોટા કામોમાં ફસાયેલા છે તેઓને સુધરવા માટે પૂરતો સમય અને તક આપે છે.

દયાળુ, ધીરજવાન પરમેશ્વર

આપણા પ્રથમ માબાપ આદમ અને હવાએ, શેતાનને સાથ આપીને પરમેશ્વર વિરુદ્ધ બળવો પોકાર્યો. પરમેશ્વર ચાહતા હોત તો તેઓનો એ જ ઘડીએ નાશ કરી શક્યા હોત. એને બદલે, તેમણે દયા અને ધીરજ બતાવીને તેઓને કુટુંબ ઉછેરવાની તક આપી. પરંતુ, એનાથી તેમનાં બાળકો અને સર્વ માણસોમાં પાપ આવ્યું.—રૂમી ૫:૧૨; રૂમી ૮:૨૦-૨૨.

પરમેશ્વર મનુષ્યોને મુશ્કેલીમાંથી છોડાવવાના જ હતા. (ઉત્પત્તિ ૩:૧૫) એ સમય દરમિયાન, આદમની અપૂર્ણતા આપણને કઈ રીતે અસર કરે છે એ સમજતા હોવાથી, તે આપણી સાથે ખૂબ ધીરજ અને દયાથી વર્તે છે. (ગીતશાસ્ત્ર ૫૧:૫; ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩) તે ‘કરુણાથી ભરપૂર’ છે તેમ જ ‘સંપૂર્ણ રીતે ક્ષમા’ કરવા તૈયાર છે.—ગીતશાસ્ત્ર ૮૬:૫, ૧૫; યશાયાહ ૫૫:૬, ૭.

પરમેશ્વરની સહન કરવાની હદ

તેમ છતાં, પરમેશ્વર હંમેશાં દુષ્ટોને ચાલવા દેશે નહિ. દાખલા તરીકે, એક બાળક જાણીજોઈને કંઈક ખરાબ કામ કરતું હોય અને એનાથી આખા કુટુંબને દુઃખ પહોંચતું હોય તો, શું તેના પ્રેમાળ પિતા એ હંમેશાં સહન કરશે? એવી જ રીતે, યહોવાહ પરમેશ્વર પ્રેમ, ડહાપણ અને ન્યાય જેવા બીજા અનેક ગુણો ધરાવે છે. તેથી, તે પાપને હંમેશાં ચાલવા દેશે નહિ. (નિર્ગમન ૩૪:૬, ૭) સહન કરવાનો યહોવાહનો હેતુ પૂરો થયા પછી તે જરૂર દુષ્ટતાનો અંત લાવશે.—રૂમી ૯:૨૨.

પ્રેષિત પાઊલ એ સ્પષ્ટપણે બતાવે છે. એક પ્રસંગે તેમણે કહ્યું, “તેણે [પરમેશ્વરે] તો આગલા જમાનાઓમાં સર્વ લોકોને તેમને પોતાને માર્ગે ચાલવા દીધા.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૬) બીજા એક પ્રસંગે પાઊલે કહ્યું કે તેઓ પરમેશ્વરના સિદ્ધાંતો અને નિયમોનો ભંગ કરે છે કેમ કે “એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે દેવે અખાડા કર્યા.” પાઊલ આગળ કહે છે: “હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે [પરમેશ્વર] આજ્ઞા કરે છે.” શા માટે? “કેમકે તેણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસદ્વારા જગતનો અદલ ઈનસાફ કરશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૦, ૩૧.

પરમેશ્વરની ધીરજનો લાભ લો

આપણે કદી એવું વિચારવું ન જોઈએ કે પરમેશ્વર વિરુદ્ધ પાપ કરીને તેમની માફી માંગીશું એટલે તે આપણને બચાવી લેશે. (યહોશુઆ ૨૪:૧૯) પ્રાચીન ઈસ્રાએલમાં ઘણા લોકો એવું માનતા હતા અને તેઓએ જરાય સુધારો કર્યો નહિ. તેઓ પરમેશ્વરની ધીરજ અને સહનશીલતાનો હેતુ સમજ્યા નહિ. પરમેશ્વરે તેઓની દુષ્ટતાને હંમેશાં સહન કરી ન હતી.—યશાયાહ ૧:૧૬-૨૦.

બાઇબલ જણાવે છે કે પરમેશ્વરનો અંતિમ ન્યાય પોતાના પર ન આવી પડે માટે વ્યક્તિએ “પસ્તાવો” કરવો જોઈએ. તેણે પરમેશ્વર આગળ પોતાની અપૂર્ણતા સ્વીકારીને અને પસ્તાવો કરીને ખોટાં કામો છોડી દેવાં જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯-૨૧) પછી, ખ્રિસ્તના ખંડણી આપતા બલિદાનથી યહોવાહ પાપોની ક્ષમા આપશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮; એફેસી ૧:૬, ૭) પછી સમય જતાં પરમેશ્વર, આદમ દ્વારા આવેલા પાપની અસરને દૂર કરશે. ત્યારે “નવું આકાશ તથા નવી પૃથ્વી” હશે જ્યાં તેમણે ‘નાશપાત્ર જીવન જીવવાનું ચાલુ રાખનારા’ પાસેથી દુષ્ટતા સહન કરવી પડશે નહિ. (પ્રકટીકરણ ૨૧:૧-૫; રૂમી ૯:૨૨) પરમેશ્વર અજોડ રીતે સહન કરે છે એનું કેવું અદ્‍ભુત પરિણામ, પરંતુ તે હંમેશાં સહન કરશે નહિ! (g01 10/8)

[પાન ૧૭ પર ચિત્ર]

પરમેશ્વરે આદમ અને હવાને પોતાનું કુટુંબ ઉછેરવા દીધું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો