વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૦ પાન ૭
  • પાંચમી રીત વાજબી બનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પાંચમી રીત વાજબી બનો
  • સજાગ બનો!—૨૦૧૦
  • સરખી માહિતી
  • યુવાનોને જવાબદાર બનવા મદદ કરો
    સજાગ બનો!—૨૦૧૧
  • તમે બાળકોને કેવા બનાવવા ચાહો છો?
    સજાગ બનો!—૨૦૧૧
  • પહેલી રીત મહત્ત્વનું શું એ પારખો
    સજાગ બનો!—૨૦૧૦
  • યહોવાની ઉદારતા અને વાજબીપણાના ગુણોની કદર કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૦
g ૧/૧૦ પાન ૭

પાંચમી રીત વાજબી બનો

‘તમારી સહનશીલતા સર્વના જાણવામાં આવે.’—ફિલિપી ૪:૫.

આનો અર્થ શું થાય. સુખી લગ્‍નજીવનમાં પતિ-પત્ની એકબીજાની ભૂલોને પકડી રાખતા નથી. (રૂમી ૩:૨૩) તેઓ પોતાનાં બાળકો સાથે પણ વધારે પડતા કડક નથી બનતા કે વધારે પડતી છૂટ નથી આપતા. કુટુંબ માટે તેઓ જરૂર પ્રમાણે નિયમો બાંધે છે. જો સુધારા-વધારા કરવા પડે તો ‘ન્યાયથી’ કે વાજબી બનીને કરે છે.—યિર્મેયાહ ૩૦:૧૧.

એ કેમ મહત્ત્વનું છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વરથી આવેલું ‘જ્ઞાન નમ્ર, સહેજે સમજે એવું’ વાજબી છે. (યાકૂબ ૩:૧૭) ઈશ્વર આપણી પાસેથી મોટી મોટી આશાઓ નથી રાખતા, તો પતિ-પત્નીએ કેમ એકબીજા પાસેથી ઊંચી આશા રાખવી જોઈએ? નાની-નાની વાતમાં કચકચ કર્યા કરવાથી સુધારો થવાને બદલે, ખેંચતાણ વધી જશે. કદી ન ભૂલીએ કે “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ.”—યાકૂબ ૩:૨.

સુખી કુટુંબમાં માબાપ પોતાનાં બાળકો સાથે પણ વાજબી બને છે. નાની નાની વાતમાં બહુ “કડક” બનતા નથી. (૧ પીતર ૨:૧૮) યુવાન છોકરાં જો સમજુ હોય, તો માબાપ તેઓને વધારે છૂટ આપે છે. ઝીણી ઝીણી બધી બાબતોમાં માથું મારતા નથી. એક પુસ્તક જણાવે છે કે તમારા યુવાનોના જીવનની દરેક બાબત પર કાબૂ રાખવા જશો તો એ નકામું છે. “એ જાણે વરસાદ આવે એ માટે નૃત્ય કરવા જેવું છે. નાચીને લોથપોથ થઈ જાવ તોય તમારા નાચવાથી કંઈ વરસાદ નહિ આવે.”

આમ કરી જુઓ. તમે કેટલા વાજબી છો એ જાણવા નીચેના સવાલોના જવાબ આપો.

◼ તમે છેલ્લે ક્યારે તમારા જીવનસાથીને શાબાશી આપી હતી?

◼ તમે છેલ્લે ક્યારે તમારા જીવનસાથીનો વાંક કાઢ્યો હતો?

આટલું જરૂર કરો. ડાબે આપેલા બૉક્સના પહેલા સવાલનો જવાબ આપતા તમને વાર લાગે અને બીજાનો જવાબ તરત આપ્યો હોય તો, વાજબી બનવા માટે ધ્યેય બાંધો.

તમારા જીવનસાથી સાથે વાત કરો કે તમે બંને શું કરી શકો.

તમારા યુવાન છોકરા જવાબદારીથી વર્તતા હોય તો તેઓને અમુક છૂટ આપવાનો વિચાર કરી શકો.

બાળકોએ કેટલા વાગે ઘરે આવી જવું? આવા વિષયો પર માબાપે બાળકો સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. (g09 10)

[પાન ૭ પર ચિત્ર]

સમજુ ડ્રાઇવરની જેમ, કુટુંબમાં બધા વાજબી બને તો બીજાનો વિચાર પહેલા કરશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો