વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૪ પાન ૩
  • વિશ્વ પર નજર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ પર નજર
  • સજાગ બનો!—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • દક્ષિણપૂર્વ એશિયા
  • યુરોપ
  • ન્યૂ ઝીલૅન્ડ
  • અલાસ્કા
  • વિશ્વ
  • મહા મેકૉંગ નદીને મળો
    સજાગ બનો!—૨૦૦૭
  • બાળકોનું જાતીય શોષણ જગતવ્યાપી સમસ્યા
    સજાગ બનો!—૧૯૯૭
  • મ્યાનમાર “એક સોનેરી દેશ”
    સજાગ બનો!—૨૦૦૨
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૨૦૧૩
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૪
g ૭/૧૪ પાન ૩

વિશ્વ પર નજર

દક્ષિણપૂર્વ એશિયા

ઝાડની ડાળીએ વીંટળાયેલો સાપ

વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ પ્રમાણે મહા મેકૉંગમાં ૧૯૯૭થી ૨૦૧૧ની વચ્ચે વનસ્પતિ અને પ્રાણીઓની ઘણી નવી જાતિઓ શોધવામાં આવી છે. એમાં લાલ આંખોવાળા ઝેરી સાપનો પણ સમાવેશ થાય છે. મહા મેકૉંગનો વિસ્તાર કંબોડિયા, લાઓસ, મ્યાનમાર, થાઇલૅન્ડ, વિયેતનામ, યુન્‍નાન અને ચીન સુધી ફેલાયેલો છે. ૨૦૧૧માં આવી જાતિઓ શોધવામાં આવી છે. જેમ કે, ૮૨ વનસ્પતિ, ૨૧ સરિસૃપ એટલે કે પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓ, ૧૩ માછલી, પાંચ દ્વિચર એટલે કે જમીન અને પાણી બંને પર ચાલનાર પ્રાણીઓ અને પાંચ સસ્તન પ્રાણીઓ.

યુરોપ

ધ મૉસ્કો ટાઈમ્સના અહેવાલ પ્રમાણે “આખા યુરોપમાં” માણસોની ગેરકાયદે હેરાફેરી એક મોટી સમસ્યા છે. જાતીય શોષણ કરવા, બળજબરીથી કામ કરાવવા અને “શરીરના અંગોનો ગેરકાયદે વેપાર” કરવા માણસોને વેચવામાં આવે છે. આવી હેરાફેરી કરનારાઓ ગરીબી, બેકારી અને જાતીય અસમાનતાનો ગેરલાભ ઉઠાવે છે.

ન્યૂ ઝીલૅન્ડ

છોકરો ટીવી જોઈ રહ્યો છે

ટીવી જોતા બાળકો અને તરુણો પર થયેલા અભ્યાસને આધારે સંશોધકો આ તારણ પર આવ્યા કે, વધુ પડતું ટીવી જોવાથી “બાળકનું વર્તન યુવાન થાય તેમ વધારે ખરાબ થતું જાય છે.” તેઓના કહેવા પ્રમાણે બાળકોએ “સારા કાર્યક્રમ જ જોવા જોઈએ અને એ પણ દિવસના ફક્ત એક કે બે કલાક.” (g14-E 05)

અલાસ્કા

અલાસ્કાના એક ગામનું ઉપરથી લીધેલું દૃશ્ય

“અલાસ્કાના મોટાભાગના ગામડાં” દરિયાકિનારે અથવા નદીની નજીક આવેલા છે. એમાંના ૮૬ ટકા ગામડાંને પૂરની અસર થઈ છે અને જમીનનું ધોવાણ થયું છે. અહેવાલ બતાવે છે કે વધતા તાપમાનને લીધે દરિયાકાંઠે અને નદી કિનારે બરફ જલદીથી જામતો નથી. તેથી, પાનખર ઋતુમાં આવતાં વાવાઝોડાંથી આસપાસનાં ગામડાંને વધારે નુકસાન થવાની શક્યતા છે.

વિશ્વ

પવનચક્કી

મારિયા વૉન ડેર હુવેન, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના ડાયરેક્ટર છે. તે કહે છે, પ્રદુષણ ન થાય એવી પવનઊર્જા અને સૌરઊર્જા જેવી વિદ્યુત ઉત્પન્‍ન કરવાની ટૅક્નોલૉજી માટે ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે. તેમ છતાં, “એક યુનિટ વિદ્યુત ઉત્પન્‍ન કરવાથી આજે એટલું જ પ્રદુષણ થાય છે, જેટલું ૨૦ વર્ષ પહેલાં થતું હતું.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો