વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૪ પાન ૧૪-૧૫
  • મનન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મનન
  • સજાગ બનો!—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • મનન એટલે શું?
  • મનન કરવાથી શું ફાયદો થશે?
  • મનન કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?
  • ઉત્સાહથી સંદેશો જણાવવા મનન કરવું બહુ જરૂરી છે
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • ભક્તિને લગતી વાતો પર મનન કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ખરું-ખોટું પારખવું—કઈ રીતે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • યહોવાહને મનગમતું હૃદય કેળવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૪
g ૭/૧૪ પાન ૧૪-૧૫
એક માણસ મનન કરી રહ્યો છે

બાઇબલ શું કહે છે?

મનન

મનન એટલે શું?

“વળી હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિશે વિચાર કરીશ.” —ગીતશાસ્ત્ર ૭૭:૧૨.

લોકો શું કહે છે?

મનન કરવાના ઘણા બધા પ્રકાર છે, જેના મોટા ભાગના મૂળ પૂર્વના ધર્મો સાથે સંકળાયેલા છે. એક લેખક આ વિશે કહે છે: “સ્પષ્ટ રીતે જોઈ શકાય એ માટે મન ખાલી હોવું જોઈએ.” એ બતાવે છે કે અમુક શબ્દોનું રટણ કરવાથી અથવા અમુક ચિત્રો પર ધ્યાન ધરીને મનને ખાલી કરવાથી શાંતિ મળે છે અને મન શુદ્ધ થાય છે.

બાઇબલ શું કહે છે?

બાઇબલ ‘મન પરોવવા’ એટલે કે મનન કરવા પર ભાર મૂકે છે. (૧ તીમોથી ૪:૧૫, કોમન લેંગ્વેજ) એ એમ નથી જણાવતું કે મનન કરવામાં અમુક શબ્દો કે મંત્રોનું રટણ કરવું અથવા મન ખાલી કરવું જોઈએ. એના બદલે, મનન કરવામાં અમુક વિષયો પર વિચાર કરવાનો સમાવેશ થાય છે. જેમ કે, ઈશ્વરના ગુણો, તેમના ધોરણો અને તેમણે બનાવેલી સૃષ્ટિ પર વિચાર કરવો. એક ઈશ્વરભક્તે પ્રાર્થના કરતા કહ્યું, “હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરું છું; તારાં સર્વ કૃત્યોનું મનન કરું છું.” (ગીતશાસ્ત્ર ૧૪૩:૫) તેમણે આમ પણ કહ્યું, “મારા બિછાના પર તું મને યાદ આવે છે, અને હું રાતને પહોરે તારું ધ્યાન ધરૂં છું.”—ગીતશાસ્ત્ર ૬૩:૫.

મનન કરવાથી શું ફાયદો થશે?

“સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે.”—નીતિવચનો ૧૫:૨૮.

બાઇબલ શું કહે છે?

યહોવાના શિક્ષણ પર મનન કરવાથી આપણો સ્વભાવ સુધરે છે, લાગણીઓ કાબૂમાં રાખી શકીએ છીએ અને બાઇબલના સિદ્ધાંતોને વળગી રહેવા મદદ મળે છે. એમ કરવાથી આપણે સમજુ બનીએ છીએ અને વાણી-વર્તન પર સારી અસર પડે છે. (નીતિવચનો ૧૬:૨૩) તેમ જ, જીવન સુખી બને છે અને સંતોષ મળે છે. જે વ્યક્તિ દરરોજ ઈશ્વર વિશે મનન કરે છે તેના વિશે ગીતશાસ્ત્ર ૧:૩ આમ જણાવે છે: “વળી તે નદીની પાસે રોપાએલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.”

મનન કરવાથી સમજશક્તિ અને યાદશક્તિ પણ સુધરે છે. દાખલા તરીકે, જ્યારે આપણે ઈશ્વરના સર્જન પર અથવા બાઇબલના કોઈ વિષયનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ઘણી રસપ્રદ માહિતી મળે છે. પણ, એના પર મનન કરીએ છીએ ત્યારે, આપણે જોઈ શકીએ છીએ કે એ માહિતી કઈ રીતે એકબીજાની અને ભૂતકાળમાં જે શીખ્યા છીએ એની સુમેળમાં છે. આમ, જેવી રીતે એક મિસ્ત્રી લાકડામાંથી ખુરશીના જુદા જુદા ભાગ બનાવે છે, પછી એ બધા ભાગો જોડીને સુંદર ખુરશી બનાવે છે. એવી જ રીતે કોઈ એક વિષય પર મનન કરીને, એને લગતી બધી વિગતો “ભેગી કરીને” એ વિષયની ઊંડી સમજણ મેળવી શકીએ છીએ.

મનન કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

“હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?”—યિર્મેયા ૧૭:૯.

બાઇબલ શું કહે છે?

‘બધી ખરાબ વસ્તુઓ વ્યક્તિના મનની અંદર શરૂ થાય છે. મનમાં ખોટા વિચારો, અનૈતિક પાપો, ચોરી, ખૂન, વ્યભિચાર, સ્વાર્થ, લોકોનું ખરાબ કરવું, વ્યર્થ જીવન, પાપનાં કામો કરવા, અદેખાઇ અને મૂર્ખાઈભર્યું જીવન.’ (માર્ક ૭:૨૧, ૨૨, ઈઝી-ટુ-રીડ વર્ઝન) જો આગને કાબૂમાં ન રાખવામાં આવે તો એ વધારે ફેલાઈ જઈ શકે છે. એ જ રીતે, મનન કરતી વખતે ધ્યાન ભટકી જશે તો, ખોટા વિચારો આવી શકે. એનાથી આપણે ખોટાં કામો કરવા દોરાય શકીએ.—યાકૂબ ૧:૧૪, ૧૫.

બાઇબલ ઉત્તેજન આપે છે આપણે ‘જે કંઈ સત્ય, ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર, કીર્તિમાન, સદ્‍ગુણ અને પ્રશંસાપાત્ર’ હોય એવી બાબતો પર મનન કરીએ. (ફિલિપી ૪:૮, ૯) આપણે મનમાં આવા વિચારો “ભરીએ” છીએ ત્યારે, સારાં ગુણો અને વાણી કેળવીએ છીએ. તેમ જ, બીજાઓ સાથે સારા સંબંધ બાંધી શકીએ છીએ.—કોલોસી ૪:૬. (g14-E 05)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો