ઉત્સાહથી સંદેશો જણાવવા મનન કરવું બહુ જરૂરી છે
૧. ઈસુ કઈ રીતે પ્રચાર કામને જીવનમાં પહેલું રાખી શક્યા?
૧ લોકોને સાજા કરવામાં અને ભૂતોને કાઢવામાં ઈસુએ આખી સાંજ પસાર કરી. બીજા દિવસે સવારે વહેલા ઊઠીને ઈસુ પ્રાર્થના અને મનન કરવા જાય છે. ત્યારે શિષ્યો તેમને શોધીને કહે છે: “સહુ તને શોધે છે.” ઈસુ હજી પણ પહેલાંના જેવા કામ કરે એવી તેઓ વિનંતી કરે છે. તેમણે શિષ્યોને કહ્યું: “આપણે પાસેના ગામમાં જઈએ, કે હું ત્યાં પણ ઉપદેશ કરૂં; કેમ કે એજ માટે હું આવ્યો છું.” ઈસુ કઈ રીતે એ મહત્ત્વના કામને જીવનમાં પહેલું રાખી શક્યા? પ્રાર્થના અને મનન કરવાથી. (માર્ક ૧:૩૨-૩૯) આપણે પણ ઈસુની જેમ કઈ રીતે ઉત્સાહથી પ્રચારમાં લાગુ રહી શકીએ?
૨. પ્રચારમાં ઉત્સાહ જાળવી રાખવા આપણે શાના પર મનન કરીએ?
૨ શાના પર મનન કરીએ? ઈસુએ લોકોને જોયા ત્યારે “તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઈ ગએલા હતા.” (માથ. ૯:૩૬) ઈસુની જેમ આપણે પણ લોકોની હાલત વિષે વિચારીએ કે તેઓને રાજ્યના સંદેશાની કેટલી જરૂર છે. સમય બહુ થોડો રહેલો છે એ ધ્યાનમાં રાખીએ. (૧ કોરીં. ૭:૨૯) યહોવાહના કાર્યો અને તેમના ગુણો પર મનન કરીએ. યહોવાહના સાક્ષી હોવાનો જે લહાવો મળેલો છે એનો વિચાર કરીએ. બાઇબલમાંથી જે સત્ય શીખ્યા છે એનો વિચાર કરીએ.—ગીત. ૭૭:૧૧-૧૩; યશા. ૪૩:૧૦-૧૨; માથ. ૧૩:૫૨.
૩. આપણે ક્યારે મનન કરી શકીએ?
૩ ક્યારે મનન કરીએ? ઈસુની જેમ ઘણા લોકો સવારે વહેલા ઊઠીને એકાંતમાં મનન કરે છે. તો અમુક લોકો રાત્રે સૂતા પહેલાં કરે છે. (ઉત. ૨૪:૬૩) બહુ વ્યસ્ત હોઈએ તોપણ મનન કરવા સમય કાઢવો જોઈએ. અમુક ભાઈ-બહેનો મુસાફરીમાં, તો અમુક લંચ બ્રેકમાં મનન કરે છે. કેટલાક ભાઈ-બહેનો પ્રચારમાં જતાં પહેલા મનન કરવા સમય કાઢતા હોય છે. એમ કરવાથી તેઓ હિંમતથી અને ઉત્સાહથી લોકોને સંદેશો જણાવી શકે છે.
૪. આપણે શા માટે મનન કરવું જોઈએ?
૪ જો આપણે નિયમિત રીતે મનન કરીશું તો યહોવાહની ભક્તિ વધારે ઉત્સાહથી કરી શકીશું. તેમની ભક્તિને જીવનમાં પહેલી રાખી શકીશું. પ્રચાર કરવામાં લાગુ રહી શકીશું. ચાલો આપણે મનન કરીને ઈસુની જેમ ઈશ્વરની ભક્તિમાં લાગુ રહીએ.