વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp2 પ્રકરણ ૩૫ પાન ૨૮૯-૨૯૬
  • ઈશ્વરનો દોસ્ત બનવા હું શું કરી શકું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરનો દોસ્ત બનવા હું શું કરી શકું?
  • પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ગ્રંથ ૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ અભ્યાસનું મહત્ત્વ
  • પ્રાર્થના કરવી ખૂબ જરૂરી છે
  • વિચારો કે યહોવાએ તમારા માટે શું કર્યું છે
  • શું મારે બાપ્તિસ્મા લેવું જોઈએ?
    પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ગ્રંથ ૨
  • ટાઇમ ક્યાં ભાગે છે?
    સજાગ બનો!—૨૦૦૯
  • શું પરમેશ્વર મારી પ્રાર્થનાઓ સાંભળશે?
    સજાગ બનો!—૨૦૦૧
  • ‘હું કઈ રીતે બાઇબલ વાંચવાની મઝા લઈ શકું?’
    સજાગ બનો!—૨૦૦૯
વધુ જુઓ
પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ગ્રંથ ૨
yp2 પ્રકરણ ૩૫ પાન ૨૮૯-૨૯૬

પાઠ ૩૫

ઈશ્વરનો દોસ્ત બનવા હું શું કરી શકું?

જેરેમી કહે છે:‏ “હું ૧૨ વર્ષનો હતો, ત્યારે મારા પપ્પા અમને છોડીને જતા રહ્યા હતા. મને યાદ છે કે એક રાતે હું ઈશ્વર યહોવાને પ્રાર્થના કરતો હતો કે પપ્પા પાછા આવી જાય.” એ કરુણ બનાવ બન્યો ત્યારે જેરેમીને સમજાયું કે ઈશ્વર સાથે મિત્રતા હોવી કેટલું જરૂરી છે.

જેરેમી ખૂબ દુઃખી થઈ ગયો હતો, એટલે તે બાઇબલ વાંચવા લાગ્યો. જ્યારે તેણે ગીતશાસ્ત્ર ૧૦:૧૪ના શબ્દો વાંચ્યા, ત્યારે એ શબ્દો તેના દિલને સ્પર્શી ગયા. ત્યાં યહોવા વિશે લખ્યું છે: ‘શિકાર બનેલા તમારી તરફ ફરે છે, પિતા વગરના બાળકને તમે સહાય કરો છો.’ જેરેમી કહે છે: “જ્યારે મેં એ કલમ વાંચી, ત્યારે મને લાગ્યું કે જાણે યહોવા મારી સાથે વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે મને સહાય કરનાર છે અને તે મારા પિતા છે. સાચે જ, તેમના કરતાં સારા પિતા તો કોઈ હોય જ ન શકે!”

બની શકે કે તમારા સંજોગો જેરેમી જેવા ન હોય, પણ એ સાચું છે કે યહોવા તમારી સાથે પણ દોસ્તી કરવા ચાહે છે. બાઇબલમાં લખ્યું છે: “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.‏” (યાકૂબ ૪:૮) જરા વિચારો, યહોવા કેટલા મહાન છે અને આપણે તો તેમને જોઈ પણ શકતા નથી! તેમ છતાં, તે તમારા દોસ્ત બનવા માંગે છે. એ કેટલી મોટી વાત કહેવાય!

જો તમારે પણ ઈશ્વર સાથે દોસ્તી કરવી હોય, તો તમારે મહેનત કરવી પડશે. દાખલા તરીકે, તમે ઘરમાં એક છોડ રોપ્યો છે. શું એ આપોઆપ મોટો થઈ જશે? ના, તમારે એને દરરોજ પાણી પાવું પડશે, ખાતર નાખવું પડશે અને એને તડકામાં મૂકવો પડશે. એવી જ રીતે, ઈશ્વર સાથેની તમારી મિત્રતા એમ જ પાકી નહિ થઈ જાય, તમારે પણ કંઈક કરવું પડશે. એ માટે તમે શું કરી શકો?

બાઇબલ અભ્યાસનું મહત્ત્વ

જ્યારે આપણે દોસ્તો સાથે વાત કરીએ છીએ અને તેઓનું સાંભળીએ છીએ, ત્યારે આપણી દોસ્તી ગાઢ બને છે. એવી જ રીતે, આપણે યહોવા સાથે વાત કરીએ છીએ અને તેમનું સાંભળીએ છીએ ત્યારે, તેમની સાથેની આપણી દોસ્તી ગાઢ થાય છે. બાઇબલ વાંચીને અને એનો અભ્યાસ કરીને આપણે જાણે ઈશ્વરનું સાંભળીએ છીએ કે તે આપણને શું કહેવા માંગે છે.—ગીતશાસ્ત્ર ૧:૨, ૩.

બની શકે કે, તમને વાંચવાનું એટલું ગમતું ન હોય. તમને કદાચ ટી.વી. જોવાનું, રમવાનું કે દોસ્તો સાથે હરવા-ફરવાનું ગમતું હોય. પણ જો તમે ઈશ્વરના દોસ્ત બનવા માંગતા હો, તો તમારે મહેનત કરવી પડશે. એ રાતોરાત નહિ થઈ જાય! તમારે બાઇબલ વાંચીને તેમની વાત સાંભળવી પડશે.

ચિંતા ન કરો. બાઇબલ વાંચવું એટલું પણ બોરીંગ નથી. ભલે તમને બાઇબલ વાંચવું ગમતું ન હોય, પણ ધીરે ધીરે તમને એમાં મજા આવશે. સૌથી પહેલા, તમારે બાઇબલ વાંચવા સમય નક્કી કરવાની જરૂર છે. લાઇસ નામની છોકરી કહે છે, “મારું એક શેડ્યુલ છે. હું રોજ સવારે સૌથી પહેલા બાઇબલનો એક અધ્યાય વાંચું છું.” ૧૫ વર્ષની મારિયા કહે છે, “હું રાતે સૂતા પહેલાં બાઇબલની અમુક કલમો વાંચું છું.”

“બાઇબલને સારી રીતે સમજો” નામનું બૉક્સ જુઓ. એમાં બાઇબલ અભ્યાસ માટે સરસ સૂચનો આપ્યાં છે. પછી નીચે લખો કે તમે કયા સમયે બાઇબલનો અભ્યાસ કરવા માંગો છો. તમે ચાહો તો ત્રીસેક મિનિટ માટે એમ કરી શકો.

․․․․․

જ્યારે તમે બાઇબલનો અભ્યાસ કરવા લાગશો, ત્યારે શરૂ શરૂમાં તમને કદાચ કંટાળો આવે અથવા લાગે કે એ સહેલું નથી. ૧૧ વર્ષના જેઝરીએલને પણ એવું જ લાગતું હતું. તેણે કહ્યું: “બાઇબલના અમુક ભાગ સમજવા અઘરા છે અને વાંચવામાં એટલી મજા આવતી નથી.” જો તમને પણ એવું લાગતું હોય, તો હિંમત હારશો નહિ, બાઇબલમાંથી શીખવાનું છોડશો નહિ. હંમેશાં યાદ રાખો કે તમે બાઇબલનો અભ્યાસ કરો છો ત્યારે, તમારા દોસ્ત યહોવા ઈશ્વરની વાતો સાંભળો છો. પછી તમને કંટાળો નહિ, પણ મજા આવશે. તમે એને જેટલું મજેદાર બનાવશો, એટલું જ તમને બાઇબલમાંથી શીખવાનું મન થશે અને ફાયદો પણ થશે.

પ્રાર્થના કરવી ખૂબ જરૂરી છે

પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વર સાથે વાત કરીએ છીએ. જરા વિચારો, ઈશ્વર સાથે પ્રાર્થનામાં વાત કરવી એ કેટલો મોટો લહાવો છે! ભલે દિવસ હોય કે રાત, આપણે ગમે એ સમયે ઈશ્વર યહોવા સાથે વાત કરી શકીએ છીએ. તે હંમેશાં આપણી વાત સાંભળવા તૈયાર હોય છે. એટલું જ નહિ, તે ચાહે છે કે આપણે તેમની સાથે વાત કરીએ. એટલે જ, બાઇબલમાં લખ્યું છે: “હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ કરો, દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો અને કાયમ તેમનો આભાર માનો.‏”‏—ફિલિપીઓ ૪:૬.

કલમમાં વાંચ્યું તેમ તમે ઘણી બાબતો વિશે યહોવા સાથે વાત કરી શકો છો. જેમ કે, તમે તેમને તમારી ચિંતાઓ અને મુશ્કેલીઓ જણાવી શકો. તમે એવી વાત પણ કહી શકો, જેના માટે તમે તેમનો આભાર માનવા માંગો છો. જ્યારે તમારો મિત્ર તમારા માટે કંઈક સારું કરે છે, ત્યારે તમે તેનો આભાર માનો છો, ખરું ને? એવી જ રીતે, તમે યહોવાનો પણ આભાર માની શકો. આપણા દોસ્ત યહોવાએ આપણા માટે જે કર્યું છે, એટલું તો બીજું કોઈ કરી ન શકે.—ગીતશાસ્ત્ર ૧૦૬:૧.

નીચે આપેલી જગ્યામાં લખો કે તમે શાના માટે યહોવાનો આભાર માનવા માંગો છો.

․․․․․

એ સાચું છે કે અમુક વાર આપણા માથે ચિંતાનાં વાદળો ઘેરાય અથવા આપણને ડર લાગે. એવું થાય ત્યારે ગીતશાસ્ત્ર ૫૫:૨૨માં લખેલા આ શબ્દો યાદ રાખો: “તારો બોજો યહોવા પર નાખ, તે તને નિભાવી રાખશે. સાચા માર્ગે ચાલનારને તે ક્યારેય પડવા નહિ દે.”

નીચે આપેલી જગ્યામાં લખો કે એવી કઈ ચિંતાઓ છે, જેના વિશે તમે પ્રાર્થના કરવા માંગો છો.

․․․․․

વિચારો કે યહોવાએ તમારા માટે શું કર્યું છે

યહોવા સાથેની દોસ્તી વિશે એક બીજી પણ વાત છે, જે તમારે ભૂલવી ન જોઈએ. ગીતશાસ્ત્રના લેખક દાઉદે લખ્યું: “અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા સારા છે!” (ગીતશાસ્ત્ર ૩૪:૮) દાઉદે આ ગીત લખ્યું એના થોડા જ સમય પહેલાં તે ખૂબ જ કપરા સમયમાંથી પસાર થયા હતા. ઇઝરાયેલનો રાજા શાઉલ તેમનો જીવ લેવા માંગતો હતો. એટલે દાઉદે પોતાનો જીવ બચાવવા એક જગ્યાએથી બીજી જગ્યાએ નાસતા-ફરતા રહેવું પડ્યું. થોડા સમય માટે તો તેમણે પોતાના દુશ્મન પલિસ્તીઓના દેશમાં આશરો લેવો પડ્યો. દાઉદને લાગ્યું કે હવે તેમનું મરણ નક્કી છે, એટલે તેમણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો અને ચાલાકીથી ત્યાંથી નાસી છૂટ્યા.—૧ શમુએલ ૨૧:૧૦-૧૫.

દાઉદે એવું ન વિચાર્યું કે તેમની ચાલાકીને લીધે તેમનો જીવ બચી ગયો. પણ તેમણે કહ્યું કે યહોવાએ તેમનો જીવ બચાવ્યો. પોતાના ગીતમાં તેમણે લખ્યું: “મેં યહોવાને વિનંતી કરી અને તેમણે મને જવાબ આપ્યો. તેમણે મારો બધો ડર દૂર કર્યો.” (ગીતશાસ્ત્ર ૩૪:૪) દાઉદે પોતે અનુભવ કર્યો અને જોયું કે યહોવાએ કઈ રીતે તેમની મદદ કરી હતી. એટલે તે બીજાઓને પણ કહી શક્યા કે, “અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા સારા છે!”a

શું તમે કદી અનુભવ કર્યો છે કે યહોવા તમને પ્રેમ કરે છે અને તમારી કાળજી રાખે છે? જરૂરી નથી કે એ મોટા મોટા બનાવો હોય. એવી નાની નાની વાતોનો વિચાર કરો જે યહોવા દરરોજ તમારા માટે કરે છે. એ અનુભવોને લખી લો.

․․․․․

જો તમારાં મમ્મી-પપ્પાએ તમને બાઇબલમાંથી શીખવ્યું હોય, તો એ સારી વાત કહેવાય. પણ યહોવા સાથે દોસ્તી તમારે પોતે કેળવવી પડશે. આ પાઠમાં આપેલાં સૂચનો લાગુ પાડીને તમે યહોવાના દોસ્ત બની શકશો. મહેનત કરતા રહો. યહોવા તમારી મહેનતને આશીર્વાદ આપશે અને તમારા દોસ્ત બનશે. બાઇબલમાં લખ્યું છે: “માંગતા રહો અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે.”—માથ્થી ૭:૭.

[ફૂટનોટ]

a અમુક બાઇબલોમાં “અનુભવ કરો અને જુઓ” એ શબ્દોને બદલે આવું કંઈક કહેવામાં આવ્યું છે: “પોતે તપાસ કરીને જુઓ” અને “પોતે શોધીને જુઓ.”—કન્ટેમ્પરરી ઇંગ્લીશ વર્ઝન અને ટૂડેઝ ઇંગ્લીશ વર્ઝન.

મુખ્ય કલમ

“જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે.”​—માથ્થી ૫:૩.

સૂચન

દરરોજ બાઇબલના ત્રણથી પાંચ અધ્યાય વાંચો. આમ, તમે એકાદ વર્ષમાં આખું બાઇબલ વાંચી શકશો.

શું તમે જાણો છો . . . ?

તમે બાઇબલ વાંચો છો અને એની સલાહ પાળો છો, એ બતાવે છે કે યહોવા તમારી ખૂબ જ કાળજી રાખે છે.​—યોહાન ૬:૪૪.

મારે શું કરવું જોઈએ?

બાઇબલમાં આપેલી વાતોને સારી રીતે સમજવા હું શું કરીશ?

નિયમિત રીતે પ્રાર્થના કરવા હું શું કરીશ?

યહોવા સાથે દોસ્તી કરવા મારે મમ્મી-પપ્પાને કયા સવાલો પૂછવાના છે?

આનો વિચાર કરો:

● બાઇબલમાંથી શીખવામાં મજા આવે એ માટે તમે શું કરી શકો?

● યહોવા કેમ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે?

● જો તમને લાગતું હોય કે તમે એકની એક પ્રાર્થના કરો છો, તો તમે કયા ફેરફારો કરી શકો?

[પાન ૨૯૧ પર બ્લર્બ]

જ્યારે હું નાની હતી, ત્યારે દરરોજ એકની એક પ્રાર્થના રટ્યા કરતી. પણ હવે હું ઈશ્વરને રોજ કહું છું કે આજે મારી સાથે શું સારું બન્યું અને શું ખરાબ બન્યું. દરરોજ એકના એક બનાવો નથી બનતા. એટલે હું પ્રાર્થનામાં પણ એકની એક વાત નથી કહેતી.”​—ઈવ

[પાન ૨૯૨ પર ચિત્ર/બૉક્સ]

બાઇબલને સારી રીતે સમજો

૧. બાઇબલનો કોઈ અહેવાલ પસંદ કરો, જે તમારે વાંચવો હોય. યહોવા પાસે પ્રાર્થનામાં બુદ્ધિ માંગો, જેથી તમે એને સારી રીતે સમજી શકો.

૨. ધ્યાનથી વાંચો. એ અહેવાલને ફટાફટ વાંચી ન જાઓ. પણ સમય લો અને શાંતિથી વાંચો. એ વાંચતી વખતે કલ્પના કરો કે તમે ત્યાં જ છો. આજુબાજુ શું બની રહ્યું છે એ જુઓ, લોકોનો અવાજ સાંભળો, ખાવાનું ચાખો, ત્યાંની સુગંધ લો, વગેરે. એ અહેવાલનું તમારા મનમાં જીવતું-જાગતું ચિત્ર બનાવો!

૩. તમે જે વાંચ્યું એના પર વિચાર કરો. પોતાને આવા સવાલો પૂછો:

● યહોવાએ આ અહેવાલ બાઇબલમાં કેમ લખાવ્યો?

● બાઇબલમાં જણાવેલા લોકોમાંથી મારે કોના પગલે ચાલવું જોઈએ અને કોના પગલે ચાલવું ન જોઈએ?

● આ અહેવાલમાંથી મને શું શીખવા મળ્યું?

● આ અહેવાલમાંથી મને યહોવા વિશે શું શીખવા મળ્યું?

૪. યહોવાને એક નાની પ્રાર્થના કરો. તેમને જણાવો કે તમે શું શીખ્યા અને એ વાતો કઈ રીતે લાગુ પાડવા માંગો છો. બાઇબલ માટે હંમેશાં તેમનો આભાર માનો.

[ચિત્ર]

“તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે, એ મારા માર્ગ માટે પ્રકાશ જેવા છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

[પાન ૨૯૪ પર ચિત્ર/બૉક્સ]

મહત્ત્વનાં કામો પહેલા કરો

શું તમારી પાસે પ્રાર્થના કરવા અને બાઇબલનો અભ્યાસ કરવા જરાય સમય નથી? એવું તો નથી ને કે તમારો મોટા ભાગનો સમય બિનજરૂરી કામોમાં જઈ રહ્યો છે?

આવું કંઈક કરો: એક ડોલ લો. એમાં મોટા મોટા પથ્થર નાખો. પછી આખી ડોલ રેતીથી ભરી દો. હવે આખી ડોલ પથ્થર અને રેતીથી ભરાયેલી છે.

હવે ડોલ ખાલી કરી દો. આ વખતે ડોલમાં પહેલા રેતી નાખો અને પછી પથ્થર. શું બધા પથ્થર ડોલમાં આવી ગયા? ના. એનું કારણ એ છે કે તમે સૌથી પહેલા રેતી નાખી અને પછી પથ્થર.

તમે શું શીખી શકો? બાઇબલમાં લખ્યું છે: “જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.” (ફિલિપીઓ ૧:૧૦) રેતી બિનજરૂરી કામોને બતાવે છે અને મોટા પથ્થર મહત્ત્વનાં કામોને બતાવે છે. જો તમે હરવા-ફરવા અને રમવા-કૂદવા જેવાં બિનજરૂરી કામોને પહેલા રાખશો, તો પ્રાર્થના અને બાઇબલ અભ્યાસ જેવાં મહત્ત્વનાં કામો માટે પૂરતો સમય નહિ બચે. પણ જો તમે ફિલિપીઓ ૧:૧૦માં આપેલી સલાહ પાળશો, તો તમને પ્રાર્થના અને બાઇબલ અભ્યાસ માટે સમય મળશે તેમજ મનોરંજન માટે પણ સમય મળશે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે તમારી ડોલમાં પહેલા શું નાખશો.

[પાન ૨૯૦ પર ચિત્ર]

જેમ એક છોડ આપોઆપ મોટો થતો નથી, તેમ ઈશ્વર સાથેની તમારી મિત્રતા પણ એમ જ પાકી નહિ થાય. તમારે પણ મહેનત કરવી પડશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો