વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૩ પાન ૨
  • યહોવાનો આભાર માનવાની તકમાં વધારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાનો આભાર માનવાની તકમાં વધારો
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • પ્રચારમાં વધારે ભાગ લેવાની હમણાં જ તૈયારી કરીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • શું તમે સહાયક પાયોનિયરીંગ કરશો?
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • શું માર્ચ અને એપ્રિલમાં તમે સહાયક પાયોનિયરીંગ કરી શકો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • પાયોનિયર સેવા કરીને યહોવાની સ્તુતિ કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૬/૧૩ પાન ૨

યહોવાનો આભાર માનવાની તકમાં વધારો

૧. કઈ નવી ગોઠવણ આપણને ‘યહોવાનો બહુ આભાર માનવા’ મદદ કરશે?

૧ આ માર્ચથી એક નવી ગોઠવણ થઈ છે. એનાથી પ્રકાશકોને તક મળે છે કે તેઓ માર્ચ, એપ્રિલ અને સરકીટ નિરીક્ષકની નિયમિત મુલાકાતના મહિના દરમિયાન ૩૦ કલાક સહાયક પાયોનિયરીંગ કરી શકે. જો સરકીટ નિરીક્ષકની મુલાકાતનું અઠવાડિયું એકથી બીજા મહિનામાં જતું હોય, તો પ્રકાશકો પસંદ કરી શકે કે પોતે એ બેમાંથી કયા મહિનામાં ૩૦ કલાક સહાયક પાયોનિયરીંગ કરશે. નિયમિત અને ખાસ પાયોનિયરો સાથેની સરકીટ નિરીક્ષકની આખી સભામાં બધા જ સહાયક પાયોનિયરો આવી શકે છે. એટલે, જો આપણા માટે ૫૦ કલાક કરવા અઘરા હોય, તો ૩૦ કલાકની ગોઠવણથી ચાહીએ તો વર્ષમાં ચાર વાર સહાયક પાયોનિયરીંગ કરીને ‘યહોવાનો બહુ આભાર માની’ શકીએ છીએ.—ગીત. ૧૦૯:૩૦; ૧૧૯:૧૭૧.

૨. સરકીટ નિરીક્ષકની મુલાકાતમાં સહાયક પાયોનિયરો શાનો આનંદ માણશે?

૨ સરકીટ નિરીક્ષકની મુલાકાત દરમિયાન: હવે સરકીટ નિરીક્ષકની મુલાકાત દરમિયાન ઘણા ભાઈ-બહેનો સહાયક પાયોનિયરીંગ કરી શકશે. અને પ્રચારમાં તેમની સાથે કામ કરીને એકબીજાને ઉત્તેજન આપવાનો આનંદ માણશે. (રોમ. ૧:૧૧, ૧૨) મોટા ભાગે ઘણા સહાયક પાયોનિયરો સરકીટ નિરીક્ષકની સાથે પ્રચાર કરવા કોઈ દિવસ કામ પરથી રજા પણ લેશે. જેઓ સોમવારથી શુક્રવાર નોકરી કરે છે, તેઓ તેમને શનિ-રવિના પ્રચારમાં સાથે કામ કરવા પૂછી શકે. વધુમાં, નિયમિત અને ખાસ પાયોનિયરો સાથે આખી સભામાં હાજર રહીને સહાયક પાયોનિયરો કેટલું બધું ઉત્તેજન મેળવી શકશે!

૩. સ્મરણપ્રસંગનો સમય કેમ સહાયક પાયોનિયરીંગ કરવાનો સૌથી સારો સમય છે?

૩ માર્ચ અને એપ્રિલ દરમિયાન: જેઓએ સ્મરણપ્રસંગ દરમિયાન ૩૦ કલાકની અગાઉની ગોઠવણ પ્રમાણે એક મહિનો પાયોનિયરીંગ કર્યું છે, તેઓ હવે પોતાના “સ્તુતિરૂપ યજ્ઞ”માં વધારો કરી શકે છે. (હિબ્રૂ ૧૩:૧૫) માર્ચ અને એપ્રિલ બંને સૌથી સારા મહિના છે, જેમાં સહાયક પાયોનિયરીંગ કરીને પ્રચારમાં વધારો કરવાની તક મળે છે. દર વર્ષે એ મહિનાઓ દરમિયાન, આપણે લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવાની ઝુંબેશમાં ભાગ લેવાનો આનંદ માણીએ છીએ. વધુમાં, સ્મરણપ્રસંગના સમયે પ્રચારમાં ઘણા વધારે સમય આપે છે, એટલે આપણે અલગ અલગ ભાઈ-બહેનો સાથે કામ કરી શકીએ છીએ. સ્મરણપ્રસંગ પછી આપણે એમાં હાજર રહેલા નવા લોકોની મુલાકાત લઈએ છીએ અને ખાસ જાહેર પ્રવચનમાં આવવાનું ઉત્તેજન આપીએ છીએ. સહાયક પાયોનિયરીંગ કરવાની આ વધારાની તકોનો લાભ લેવા, તમને મન નથી થતું શું?—લુક ૬:૪૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો