યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પાયોનિયર સેવા કરીને યહોવાની સ્તુતિ કરો
યહોવાની સ્તુતિ કરવા માટે ઇઝરાયેલીઓ પાસે ઘણાં કારણો હતા. જેમ કે, યહોવા તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા અને ફારૂનના સૈન્યથી બચાવ્યા હતા. (નિર્ગ ૧૫:૩) યહોવા હંમેશાં પોતાના લોકોનું ભલું કરે છે. આપણે કઈ રીતે તેમનો આભાર માની શકીએ?—ગી ૧૧૬:૧૨.
એક રીત છે કે તમે સહાયક પાયોનિયર અથવા નિયમિત પાયોનિયર બની શકો. તમે પ્રાર્થના કરી શકો કે યહોવા એ સેવા માટે તમારા મનમાં ઇચ્છા જગાડે અને તમને બળ પૂરું પાડે. (ફિલિ ૨:૧૩) ઘણાં ભાઈ-બહેનો પહેલાં સહાયક પાયોનિયર બને છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં તેમજ સરકીટ નિરીક્ષકની મુલાકાત દરમિયાન તમે ૩૦ અથવા ૫૦ કલાક કરી શકો. સહાયક પાયોનિયરીંગ કરવાથી તમને જે ખુશી મળશે, એનાથી તમને નિયમિત પાયોનિયર બનવાનું મન થશે. અમુક પૂરા સમયની નોકરી કરે છે અને અમુકની તબિયત સારી રહેતી નથી છતાં તેઓ નિયમિત પાયોનિયર બન્યા છે. (mwb૧૬.૦૭ ૮) યહોવાની સ્તુતિ કરવા આપણે પ્રયત્નો કરીએ છીએ, કારણ કે યહોવા જ સ્તુતિના હકદાર છે!—૧કા ૧૬:૨૫.
મોંગોલિયાની ત્રણ બહેનો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
પાયોનિયર બનતા પહેલાં એ ત્રણ બહેનોએ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો અને એનો હલ લાવવા તેમણે શું કર્યું?
તેઓએ કયા આશીર્વાદોનો અનુભવ કર્યો?
નિયમિત પાયોનિયર હોવાથી તેઓને યહોવાની સેવામાં બીજી કઈ તક મળી?
તેઓના દાખલાની બીજાઓ પર કેવી અસર થઈ?