વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ નવેમ્બર પાન ૩
  • બાઇબલ સદ્દગુણી સ્ત્રી વિશે જણાવે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સદ્દગુણી સ્ત્રી વિશે જણાવે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • એક માતાની શાણી સલાહ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ‘તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે’
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • “સ્ત્રીનું શિર પુરુષ છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • પરવાળા
    સજાગ બનો!—૧૯૯૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ નવેમ્બર પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૨૭-૩૧

બાઇબલ સદ્દગુણી સ્ત્રી વિશે જણાવે છે

લમૂએલ રાજાની માતાએ તેમને આપેલી સલાહ નીતિવચનોના અધ્યાય ૩૧માં જોવા મળે છે. સદ્દગુણી કે સારી પત્નીમાં કેવા ગુણો હોવા જરૂરી છે, એના વિશે તેમણે સલાહ આપી છે.

સારી પત્ની ભરોસાપાત્ર હોય છે

બાઇબલ સમયની સ્ત્રી પોતાના કુટુંબને ખોરાક આપી રહી છે

૩૧:૧૦-૧૨

  • આધીન રહીને તે કુટુંબને લગતા નિર્ણયો માટે મહત્ત્વનાં સૂચનો આપે છે

  • તેના પતિને ભરોસો હોય છે કે, તે સારા નિર્ણયો લઈ શકે છે. પતિ એવી આશા નહિ રાખે કે નાની નાની વાતમાં પત્ની તેની મંજૂરી લે

સારી પત્ની મહેનતુ હોય છે

બાઇબલ સમયની એક સ્ત્રી અનાજ દળી રહી છે

૩૧:૧૩-૨૭

  • તે સમજી વિચારીને અને યોગ્ય રીતે કુટુંબને ચલાવે છે, જેથી તેના કુટુંબમાં બધાનો દેખાવ સારો હોય, કપડાં શોભતાં હોય અને ખોરાક હોય

  • તે મહેનત કરે છે અને દિવસ-રાત કુટુંબની સંભાળ રાખે છે

સારી પત્ની ભક્તિભાવ બતાવે છે

એક સ્ત્રી પ્રાર્થના કરી રહી છે

૩૧:૩૦

  • તે ઈશ્વરનો ડર રાખે છે અને તેમની સાથેનો સંબંધ મજબૂત કરે છે

શું તમે જાણો છો?

બાઇબલ સમયમાં લાલ રંગનાં દરિયાઈ પરવાળા ઘણાં કીમતી હતાં. તે એકદમ સુંદર હતાં. એ ભાગ્યે જ જોવાં મળતાં હતાં અને એ મેળવવાં ઘણી મહેનત કરવી પડતી હતી. ભૂમધ્ય સમુદ્ર અને લાલ સમુદ્રમાંથી એ મળી આવતાં. વેપાર થતી વસ્તુઓમાં એ મુખ્ય હતાં.

લાલ પરવાળા

પરવાળાનાં મૂલ્ય વિશે બાઇબલ કહે છે, એ તો જાણે સોના, ચાંદી અને નીલમ જેટલાં કિંમતી છે. કેટલાક ગુજરાતી બાઇબલમાં પરવાળાનું ભાષાંતર “રત્નો” કરવામાં આવ્યું છે.

ઈશ્વરનો શબ્દ જણાવે છે કે, સારી પત્ની “રત્નો કરતાં વધારે” કિંમતી છે.—નીતિ ૩૧:૧૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો