યહોવાના સેવકો તરીકે આપણું જીવન
આપણી રાહત સેવાથી કૅરિબિયન ટાપુઓ પર રહેતા ભાઈ-બહેનોને મળી મદદ
પહેલી સદીમાં આફતો આવતી ત્યારે, એનો શિકાર થયેલાં ભાઈ-બહેનોને બીજાં ભાઈ-બહેનો મદદ કરતા. આજે આપણી પાસે એવો જ પ્રેમ બતાવવાની તક રહેલી છે. (યોહ ૧૩:૩૪, ૩૫) કાર્યોમાં દેખાયો પ્રેમ—ટાપુઓ પર રાહત કામ વીડિયો જુઓ. કૅરિબિયન ટાપુઓ પર વાવાઝોડું આવ્યું ત્યારે, ભોગ બનેલાં ભાઈ-બહેનોને બીજાં ભાઈ-બહેનોએ કઈ રીતે મદદ પૂરી પાડી એ જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:
કૅરિબિયન ટાપુઓ પર અરમા અને મરિયા વાવાઝોડું આવ્યું ત્યારે, ભાઈ-બહેનો પર એની કેવી અસર થઈ?
આફતનો ભોગ બનેલાંઓને યહોવાએ બીજા ભાઈ-બહેનો દ્વારા કઈ રીતે મદદ કરી?
ભાઈ-બહેનોએ જે પ્રેમ બતાવ્યો, એની આફતનો ભોગ બનેલાઓ પર કેવી અસર પડી?
કૅરિબિયન ટાપુઓ પર રાહત કામમાં કેટલાં ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો?
આપણે બધા કઈ રીતે રાહત કામમાં ભાગ લઈ શકીએ?
આ વીડિયો જોયા પછી જણાવો કે યહોવાના સંગઠનનો ભાગ હોવા વિશે તમને કેવું લાગે છે.