નવેમ્બર ૯-૧૫
‘બે નાના સિક્કાનું’ મહત્ત્વ
વિધવાએ આપેલા દાનમાંથી એક ટંક ખાવાનું ખરીદવું મુશ્કેલ હતું. (લુક ૨૧:૪ અભ્યાસ માહિતી, nwtsty જુઓ) પણ તેના દાનથી દેખાઈ આવ્યું કે તે યહોવાને કેટલો પ્રેમ કરે છે અને યહોવાની ભક્તિની કેટલી કદર કરે છે. એટલે યહોવાની નજરે એ દાન ઘણું કીમતી હતું.—માર્ક ૧૨:૪૩.
‘યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ’ વીડિયો જુઓ પછી આ સવાલોના જવાબ આપો:
આપણા દાન કયા કયા કામોમાં વપરાય છે?
ભલે આપણું દાન નાનકડું હોય પણ યહોવાની નજરે એ શા માટે કીમતી છે?
આપણે જ્યાં રહીએ છીએ ત્યાં અલગ અલગ દાન આપવાની રીતો વિશે કઈ રીતે જાણી શકીએ?—“ઓનલાઇન દાન આપવા વિશે વધારે જાણો” બૉક્સ જુઓ