બાઇબલમાં રહેલો ખજાનો
પૂરા દિલથી યહોવાની વાત માનીએ
કાલેબે શરૂઆતથી યહોવાની વાત પૂરા દિલથી માની (યહો ૧૪:૭, ૮)
કાલેબ વૃદ્ધ થયા તોપણ ભરોસો રાખ્યો કે અઘરું કામ કરવા યહોવા તેમને મદદ કરશે (યહો ૧૪:૧૦-૧૨; w૦૪ ૧૨/૧ ૧૨ ¶૩)
યહોવાની વાત પૂરા દિલથી માનવાને લીધે કાલેબને આશીર્વાદ મળ્યો (યહો ૧૪:૧૩, ૧૪; w૦૬ ૧૦/૧ ૧૯ ¶૧૧)
કાલેબની શ્રદ્ધા એ જોઈને મજબૂત થઈ કે યહોવાએ કઈ રીતે તેમની મદદ કરી. એવી જ રીતે, યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે અને આપણને ખરો માર્ગ બતાવે છે, ત્યારે આપણી શ્રદ્ધા પણ મજબૂત થાય છે અને તેમની સેવા કરતા રહેવાનો આપણો ઇરાદો મક્કમ થાય છે.—૧યો ૫:૧૪, ૧૫.