યાકૂબ પોતાના દીકરાઓ વિશે ભવિષ્યવાણી કરે છે
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાએ સમજી-વિચારીને જમીન વહેંચી
યહોવા ચિઠ્ઠીઓ દ્વારા ઇઝરાયેલીઓને માર્ગદર્શન આપતા હતા. કદાચ એ રીતે તેમણે જણાવ્યું હોય શકે કે કયા કુળને કયા વિસ્તારમાં જમીન મળશે (યહો ૧૮:૧૦; it-૧-E ૩૫૯ ¶૧)
યહોવાએ યાકૂબની ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખીને જમીન વહેંચી (યહો ૧૯:૧; it-૧-E ૧૨૦૦ ¶૧)
યહોવાએ લોકોને નક્કી કરવા દીધું કે કયા કુળને કેટલી જમીન મળશે (યહો ૧૯:૯; it-૧-E ૩૫૯ ¶૨)
જમીન એવી રીતે વહેંચવામાં આવી, જેથી કોઈ કુળ વચ્ચે ઈર્ષા કે ઝઘડો ન થાય. એમાંથી તમને શું શીખવા મળ્યું? યહોવા નવી દુનિયામાં જે સૂચનો આપશે એના પર તમે કેમ ભરોસો રાખી શકશો?