Kim Steele/The Image Bank via Getty Images
ખાસ ઝુંબેશ
ઈશ્વરનું રાજ્ય કઈ રીતે પૈસાને લગતી સમસ્યાઓ દૂર કરશે?
દુનિયાભરમાં ઘણા લોકો ગુજરાન ચલાવવા જેટલા પણ પૈસા કમાઈ શકતા નથી. આ સમસ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે.
દુનિયા ફરતેના એક અહેવાલ પ્રમાણે,a લોકો જેટલું કમાય છે એની સામે મોંઘવારી વધતી જાય છે. એ અહેવાલમાં ચેતવણી આપી હતી કે જો આ સમસ્યા વિશે કંઈ કરવામાં નહિ આવે, તો અમીરી-ગરીબીનો તફાવત વધતો જશે. એટલું જ નહિ, ઘણાં કુટુંબો માટે સંજોગો એકદમ અઘરા થઈ જશે.
શું સરકારો આ વધતી જતી પૈસાને લગતી સમસ્યાઓનો ઉકેલ કે કોઈ સુધારો લાવી શકશે?
બાઇબલમાં એક સરકાર વિશે જણાવ્યું છે જે પૈસાને લગતી સમસ્યાઓ અને એના લીધે ઊભી થતી તકલીફો દૂર કરી દેશે. એમાં જણાવ્યું છે, “સ્વર્ગના ઈશ્વર એક રાજ્યની સ્થાપના કરશે.” આ જ એક સરકાર છે જે દુનિયાની દરેક સમસ્યાનો હલ લાવશે. (દાનિયેલ ૨:૪૪) ઈશ્વરના રાજ્યમાં દરેકને પોતાનો હક મળશે, કોઈની સાથે પક્ષપાત નહિ થાય. (ગીતશાસ્ત્ર ૯:૧૮) ઈશ્વરના રાજ્યમાં બધા જ ખુશ હશે, તેઓની બધી જ જરૂરિયાતો ચોક્કસ પૂરી થશે. દરેક પોતાની મહેનતના ફળનો આનંદ માણશે.—યશાયા ૬૫:૨૧, ૨૨.
a ૨૦૨૨-૨૦૨૩નો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ વેજ રિપોર્ટ