વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • th અભ્યાસ ૬ પાન ૯
  • કલમ સારી રીતે સમજાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કલમ સારી રીતે સમજાવો
  • વાંચવાની અને શીખવવાની કળા
  • સરખી માહિતી
  • વ્યક્તિનું મન તૈયાર કરો, પછી બાઇબલમાંથી બતાવો
    વાંચવાની અને શીખવવાની કળા
  • સારી રીતે પૂરું કરો
    વાંચવાની અને શીખવવાની કળા
  • માહિતી પાળવાનું શીખવો
    વાંચવાની અને શીખવવાની કળા
  • શીખવા મળે એવી માહિતી
    વાંચવાની અને શીખવવાની કળા
વધુ જુઓ
વાંચવાની અને શીખવવાની કળા
th અભ્યાસ ૬ પાન ૯

અભ્યાસ ૬

કલમ સારી રીતે સમજાવો

જણાવેલી કલમ

યોહાન ૧૦:૩૩-૩૬

મુખ્ય વિચાર: કલમ વાંચીને તરત બીજા મુદ્દા પર વાત કરશો નહિ. કલમ વાંચ્યા પછી એમાંથી શું શીખવા મળે છે એ જણાવો. તમે જે કંઈ જણાવો, એ કલમના વિચારને મળતું આવે એનું ધ્યાન રાખો.

કેવી રીતે કરશો:

  • મુખ્ય શબ્દો પર ભાર મૂકો. કલમ વાંચ્યા પછી, મુખ્ય વિચારને ચમકાવતા શબ્દો પર ફરી ભાર મૂકો. તમે એ શબ્દો ફરી વાંચી શકો અથવા સવાલો પૂછી શકો, જેથી તમારા સાંભળનારાને ખ્યાલ આવે કે એ શબ્દો મહત્ત્વના છે.

    ઉપયોગી સૂચન

    કલમના શબ્દો અઘરા હોય તો, તમે એ કલમનો વિચાર અલગ શબ્દોમાં જણાવી શકો. પણ જે જણાવો છો એ બાઇબલની કલમ સાથે મળતું આવે, એ સાફ દેખાઈ આવવું જોઈએ.

  • મુખ્ય મુદ્દો ચમકાવો. તમે બાઇબલની કલમ શા માટે વાંચો છો એ ચોખ્ખી રીતે સમજાવો. કલમના મુખ્ય શબ્દો કઈ રીતે મુખ્ય મુદ્દા સાથે જોડાયેલા છે એ જણાવો.

    ઉપયોગી સૂચન

    કલમની ચર્ચા કરતા હોય ત્યારે બાઇબલ ખુલ્લું રાખો. એમ કરવાથી સાંભળનારા જોઈ શકશે કે તમે જે વાત કરો છો, એ તમે વાંચેલી કલમ સાથે મળતી આવે છે.

  • સાદી રીતે સમજાવો. મુખ્ય વિચાર સાથે બંધબેસતી ન હોય એવી વિગતો વિશે વાત કરવાનું ટાળો. તમારા સાંભળનારા એ વિષય વિશે શું જાણે છે એ ધ્યાનમાં રાખો. પછી નક્કી કરો કે કેટલી વધારે વિગતો ઉમેરવી. એનાથી લોકો ચોખ્ખી રીતે સમજી શકશે કે તેઓએ શું કરવું જોઈએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો