સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શરૂઆતના શબ્દોની તૈયારી કરીએ
કેમ મહત્ત્વનું: જો આપણા શરૂઆતના શબ્દોથી ઘરમાલિકને રસ જાગશે નહિ, તો આપણે સંદેશો આપીએ એ પહેલાં જ તે આપણી વાત અટકાવી દેશે. એટલે, ઘણા પ્રકાશકો પોતાની રજૂઆતની શરૂઆતના શબ્દોને બહુ મહત્ત્વના ગણે છે. જોકે, આપણી રાજ્ય સેવામાં રજૂઆતો હોય છે, પણ એ હંમેશાં પૂરી હોતી નથી જેથી જરૂર પ્રમાણે આપણે સુધારા-વધારા કરી શકીએ. તેમ જ, આખી રજૂઆત હોય તોપણ પ્રકાશકો એમાં જરૂરી ફેરફાર કરી શકે છે અથવા પોતાના શબ્દોમાં તૈયાર કરી શકે છે. આમ, શરૂઆતના શબ્દોની સારી તૈયારી કરી હશે તો, ઘરમાલિક બારણું ખોલે ત્યારે મનમાં જે આવે એ કહેવાને બદલે અસરકારક રીતે વાત કરી શકીશું.—નીતિ. ૧૫:૨૮.
આ મહિને આમ કરો:
કુટુંબ તરીકેની ભક્તિમાં અમુક સમય કાઢો, જેથી રજૂઆતની શરૂઆતના શબ્દોની સારી તૈયારી કરીને પ્રૅક્ટિસ કરી શકો.
પ્રચારમાં હો ત્યારે સાથીદારને જણાવો કે ઘરમાલિકને તમે શું કહેશો. (નીતિ. ૨૭:૧૭) રજૂઆત અસરકારક બનાવવા જરૂરી ફેરફાર કરો.