ઇટાલીમાં થતું ઘરઘરનું પ્રચાર કામ
રજૂઆતની એક રીત
ભવિષ્ય વિશે તમે શું વિચારો છો? (T-31)
સવાલ: શું તમે એવું ભાવિ જોવા માંગો છો, જેમાં તમારી પાસે આનંદ અને સંતોષ આપનારું કામ હોય, કોઈ બીમારી કે દુઃખ-દર્દ ન હોય તથા કુટુંબ અને મિત્રો સાથે સુખી જીવન હોય?
આમ કહો: આ પત્રિકા વધુ માહિતી આપશે કે એ બધું કઈ રીતે થશે.
સત્ય શીખવો
બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે?
આમ કહો: યહોવાના સાક્ષીઓ આ સવાલોના જવાબ ફ્રીમાં શીખવે છે: શા માટે આટલી બધી દુઃખ-તકલીફો છે? મારું કુટુંબ કઈ રીતે સુખી થઈ શકે? આ વીડિયો બતાવે છે કે એ કઈ રીતે શીખવવામાં આવે છે. [બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો બતાવો.] ચર્ચા માટે આપણે આ સાહિત્યનો ઉપયોગ કરી શકીએ છીએ. [અભ્યાસ માટેનું કોઈ એક સાહિત્ય બતાવો અને શક્ય હોય તો, બાઇબલ અભ્યાસ કઈ રીતે કરવો એ બતાવો.]
રજૂઆત તમારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.